ધર્મ ડેસ્ક: ઘણી વખત ઉંમર નીકળી જાય પણ લગ્ન નથી થતા. ઘણી બાધાઓ આવે છે. અને લગ્નમાં વિલંબ થતો હોય છે. સર્વગુણ સંપન્ન હોવા છતાં યુવક કે યુવતીના વિવાહ નક્કી ન થતા હોય તેમનાં માટે લાલ કિતાબમાં કેટલાંક ઉપાયો લખ્યા છે ચાલો કરીએ તેનાં પર નજર
શીઘ્ર વિવાહના ઉપાયો
-મંગળવારના દિવસે સવારે શિવજીની પૂજા કરવી અને શિવમંદિરમાં સાબુદાણા અને મસુરની દાળ દાન કરવી. -અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું. -ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું. -પૈતૃકને લગતી સમસ્યા હોય તો ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો. જેથી તમારા અટકેલુ કામ પાર પડશે. -શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું. -બીલી વૃક્ષનું મૂળ 'ૐ નમઃ શિવાય ।' મંત્રની માળા કરી તેને ગળામાં ધારણ કરવું. -મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો. -મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે -ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ આવી જશે. મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર