Home /News /dharm-bhakti /

નોકરીનાં સ્થળે આવતી પરેશાની દૂર કરશે આ સરળ ઉપાય

નોકરીનાં સ્થળે આવતી પરેશાની દૂર કરશે આ સરળ ઉપાય

જો વારંવાર નોકરી બદલવી પડતી હોય અને તમે એક જગ્યાએ સ્થાયી થવા ઇચ્છતા હોવ તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી

જો વારંવાર નોકરી બદલવી પડતી હોય અને તમે એક જગ્યાએ સ્થાયી થવા ઇચ્છતા હોવ તો શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી

    ધર્મ ડેસ્ક: હાલમાં દરેક વ્યક્તિને જો કોઇ એક સમસ્યા રહેતી હોય તો તે છે નોકરી સંબંધિત. જી હાં આપણાં કાર્યસ્થળે ઘણી વખત આપણે કામ કરતાં હોઇએ છીએ પણ આથ્મ સંતોષ મળતો નથી. તો ઘણી વખત યોગ્ય પદ કે પ્રતિષ્ઠા નથી મળતી. ક્યારેક બધુ હોય તો પગાર ઓછો પડે છે. તો ઘણી વખત બઢતી એટલે કે પ્રમોશન સમયે આપણને યોગ્ય વળતર મળતું નથી. આવી અનેક સમસ્યાઓનો સામનો કરનારા જો આ સામાન્ય ઉપાય અપનાવશે તો તેમને નોકરીને લગતી સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.

    -જો વારંવાર નોકરી બદલવી પડતી હોય અને તમે એક જગ્યાએ સ્થાયી થવા ઇચ્છતા હોવ તો
    શનિવારના દિવસે પ્રાતઃકાળે એક ફળ, એક આખું શ્રીફળ, સો ગ્રામ જેટલું દૂધ લેવું. આ બધી જ વસ્તુઓ હનુમાનજીને અર્પણ કરવી. આમ, હનુમાનજીની કૃપાદૃષ્ટિ જરૂરથી પ્રાપ્ત થશે.

    -જો તમે બેરોજગાર હોવ અને નોકરી પ્રાપ્ત કરવા માગતા હોવ તો
    ભાખરીનું ચૂરમું બનાવવું. તેના ત્રણ ભાગ કરવા. એક ભાગ ગાયને ખવડાવવો, બીજો ભાગ બાળકોને પ્રસાદમાં આપવો અને ત્રીજો ભાગ કીડીઓને આપવો. આ પ્રયોગ ૪ રવિવાર કરવાથી નોકરી પ્રાપ્તિના યોગ પ્રબળ બનશે.

    -હાલની નોકરીમાં પ્રમોશન માટે નદીનાં વહેતા પાણીમાં નાળિયેરને વહેતું મૂકવું.
    – દરિયામાં સરસવનું તેલ પ્રવાહિત કરવું.
    – કેસરનું તિલક કરી ઘરની બહાર નીકળવું.
    – કાળી ગાયની સેવા કરવી.
    – ભાગવતજીનું પારાયણ કરવું.
    – ગુરુ કે બ્રાહ્મણના આશીર્વાદ લેવા.
    – કોઈનું કારણ વગર અપમાન ન કરવું.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Dharm Desk, Job issue, Jobless, New Job, Tips that solve your Job problem

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन