શું તમારો મંગળ ગ્રહ હેરાન કરે છે? તો શાંતિ માટે અપનાવો આ ઉપાય

News18 Gujarati
Updated: September 18, 2019, 8:43 PM IST
શું તમારો મંગળ ગ્રહ હેરાન કરે છે? તો શાંતિ માટે અપનાવો આ ઉપાય
મંગળ ગ્રહ ઉપાય

મંગળ જો તમારા પર મહેરબાન હોય તો જીવનમાં બધુ મંગળ જ મંગલ થાય છે. પરંતુ, જો મંગળ નબળો હોય તો, મંગળ જિંદગીમાં અમંગળ ફેલાવી દે છે.

  • Share this:
ગ્રહોમાં મંગળને સેનાપતિનો દરજ્જો આપવામાં આવ્યો છે. કેમ કે, મંગળ જો તમારા પર મહેરબાન હોય તો જીવનમાં બધુ મંગળ જ મંગલ થાય છે. પરંતુ, જો મંગળ નબળો હોય તો, મંગળ જિંદગીમાં અમંગળ ફેલાવી દે છે. અશુભ મંગળને શુભ બનાવવા માટે આ ઉપાય કરવાથી ઘમી સમસ્યા દૂર થઈ શકે છે.

મંગળ ગ્રહની શાંતિ માટે તમારે નવગ્રહ ચાલીસા કરવી જોઈએ. મંગળએ મેષ અને વૃશ્વિક રાશીનો સ્વામી છે. અને ગ્રહોમાં તે દશક સ્થાનનો કારક છે. ત્યારે મંગળ ગ્રહની શાંતિ માટે નવગ્રહ ચાલીસા કરવી જોઈએ જેથી ગળનો અશુભ પ્રભાવ દૂર થાય છે અને સૌભાગ્ય જાગે છે. મંગળ અશુભ અથવા નબળો હોય તો હનુમાનજીની પૂજા, ચાલીસા વાંચવી જોઈએ.

જો મંગળ ગ્રહ શુભ પ્રભાવ પાડે તો ઉચ્ચ રાજયોગ જાતકને પ્રાપ્ત થાય છે. તેના કારણે જાતકમાં નેતૃત્વની ક્ષમતા વધે છે અને પરાક્રમ તેમજ સાહસમાં પણ વધારો થાય છે. જો આ ગ્રહ અશુભ હોય તો જીવનમાં અનેક સમસ્યાઓ સર્જાયા આવે છે. અને દાંપત્ય જીવનમાં પણ બાધા આવે છે.

મંગળ ગ્રહની શાંતિ માટે કરો આ ઉપાયો

લાલ કપડામાં વરિયાળી બાંધી અને બેડરૂમમાં રાખવી.
લાલ કપડામાં બે મુઠ્ઠી મસૂરની દાળ બાંધી અને મંગળવારે કોઈ ભિખારીને દાન કરી દેવી.મંગળથી પ્રભાવિત વ્યક્તિએ પોતાના ઘરમાં લાલ પથ્થર અચૂક રાખવો.
પરિવારજનોને અને આસપાસના લોકોને મીઠાઈ ખવડાવવી.
મંગળવારે હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈ અને તેનાથી તિલક કરવું.
વાંદરાને ગોળ અને ચણા ખવડાવવા.
ઘરમાં લાલ ફુલવાળા છોડ લગાવવા.
First published: September 18, 2019, 8:43 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading