sharad poonam 2020: આજે રાત્રે આ રીતે મેળવો ફટાફટ લક્ષ્મીજીનો આશિર્વાદ, યોગ નહી હોય તો પણ થશે ધનવર્ષા

sharad poonam 2020: આજે રાત્રે આ રીતે મેળવો ફટાફટ લક્ષ્મીજીનો આશિર્વાદ, યોગ નહી હોય તો પણ થશે ધનવર્ષા
પ્રતિકાત્મક તસવીર

શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરતા હોવાની લોકવાયકા છે

  • Share this:
    ધર્મભક્તિ: અશ્વિન માસના શુક્લ પક્ષની પૂર્ણિમાને કોજોગાર પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અથવા શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. શરદ પૂનમે ચંદ્રમા પૃથ્વીની એકદમ નજીક હોય છે.

    પૌરાણિક માન્યતા



    નારદ પુરાણ અનુસાર, શરદ પૂનમે માતા લક્ષ્મી પોતાના વાહન ઘુવડ પર પૃથ્વી પર ભ્રમણ કરે છે. અને જુએ છે કે કોણ જાગે છે? એટલે કે પોતાના કર્તવ્યને લઈ કોણ જાગૃત છે. શરદ પૂનમે માતા લક્ષ્મીની ઉપાસના કરવાથી તેમની અસીમ કૃપા થાય છે.

    જ્યોતિષ ઉપાય

    જ્યોતિષ મતાનુસાર, શરદ પૂનમની રાત્રે લક્ષ્મીજીની ષોડશોપચાર વિધિથી પૂજા કરીને સૂક્ત પાઠ, કનકધારા સ્ત્રોત, વિષ્ણુસહસ્ત્રનામ કરવાથી, જેમની કુંડળીમાં ધનયોગ ના હોય તો પણ માતા તેમને ધન-ધાન્યથી સંપન્ન કરે છે.

    Sharad Purnima 2020: આ 5 પ્રભાવશાળી ચંદ્રમા મંત્ર, જે સુખ, શાંતી અને ધન બધુ જ આપશે તુરંત

    Sharad Purnima 2020: આ 5 પ્રભાવશાળી ચંદ્રમા મંત્ર, જે સુખ, શાંતી અને ધન બધુ જ આપશે તુરંત

    પૂનમના ચાંદથી મેળવો લક્ષ્મીજીની કૃપાઆ દિવસે રજનીશ અર્થાત ચંદ્રમાની પૂજા અર્ચના કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, માતા લક્ષ્મીનો જન્મ શરદ પૂનમે થયો હતો, જેથી આ દિવસે લક્ષ્મીજીની પૂજાનું પણ ખુબ મહત્વ છે. ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાની દિવ્ય રાસલીલાનો આરંભ પણ શરદ પૂનમે થયો હતો.

    શરદ પૂનમે કરવામાં આવતી પૂજા અર્ચના વ્યક્તિના નીરાશા ભરેલા જીવનમાં પણ પ્રેમ અનુરાગનો રસ ભેળવી દે છે.

    ધાર્મિક માન્યતાઓ અનુસાર આજનો દિવસ મા લક્ષ્મીનો પ્રાગ્ટ્ય દિવસ પણ માનવામાં આવે છે. આજનાં દિવસે ધન, વૈભવ અને સમૃદ્ધિની પ્રાપ્તિ માટે દેવી લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, આ દિવસે દાન કરવામાં આવે તો, ઘણો ફાયદો થાય છે.

    પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરે છે

    ધાર્મિક રીતે જોવામાં આવે તો, શ્રીમદ્ ભાગવતના દશમ સ્કંધ અનુસાર, શરદ પૂર્ણિમાની રાત્રીએ જ ભગવાન કૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા. શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મીજી પૃથ્વી પર ભ્રમણ કરતા હોવાની લોકવાયકા છે. શરદ પૂનમની રાત્રે ચંદ્રના પ્રકાશમાં સોયમાં દોરો પરોવવામાં આવે તો ક્યારેય અંધાપો આવતો નથી તેમ પણ માનવામાં આવે છે.

    તમને જણાવી દઈએ કે, શરદ પુનમને દેશમાં વિવધ નામથી પણ ઓળખવામાં આવે છે. જેમાં કૌમુદી પૂનમ, કુમાર પુનમ, કમલા પુનમ, માણેકઠારી પૂનમ, માનદા, પૂષા, પુષ્ટિ, તૃષ્ટિ, રતિ, રાશિની, ધૃતિ, ચન્દ્રીકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રિતિ, અંગદા, પૂર્ણા તેમજ પૂર્ણામૃતનો સામાવેશ શાય છે.
    Published by:kiran mehta
    First published:October 31, 2020, 18:41 pm

    ટૉપ ન્યૂઝ