શનિવારે ઘીનો દીવો કરીને સંકટમોચનના આ મંત્રનો જાપ કરવાથી કોરોના પણ રહેશે દૂર!

શનિવારે ઘીનો દીવો કરીને સંકટમોચનના આ મંત્રનો જાપ કરવાથી કોરોના પણ રહેશે દૂર!
પ્રતિકાત્મક તસવીર

ભારત દેશ ઈશ્વર પ્રત્યે આસ્થા રાખનારો દેશ છે. જ્યોતિષઓ માની રહ્યા છે કે, દેશ દુનિયામાં આવેલું આ સંકટ સંકટમોચન જરૂરથી દૂર કરશે.

 • Share this:
  અમદાવાદ : એવું કહેવાય છે કે, જ્યારે કોઈ દવા કામ ના લાગે ત્યારે સાચા મનથી કરેલી દુઆ કામ આવે છે. દુનિયાભરને ભરખી રહેલા કોરોના વાયરસ માટે વેક્સિન શોધવામાં આવી છે, પરંતુ કોરોનાને નાથવાની હજુ સુધી કોઈ સચોટ દવા મળી નથી ત્યારે દુઆ એટલે કે ઈશ્વરની આરાધના જ એક માત્ર ઉપાય રહ્યો છે. ત્યારે શનીવારે સંકટ મોચન હનુમાનના આ મંત્રનો જાપ કરવાથી દેશ અને દુનિયાના કરોડો લોકોનું કષ્ટ દૂર થશે તેવું જ્યોતિષઓ માની રહ્યા છે.

  કોરોના વાયરસનો ખતરો હજુ પણ લોકોને સતાવી રહ્યો છે. દુનિયાના વૈજ્ઞાનિકો કોરોનાનો તોડ શોધી શક્યા નથી. ત્યારે ભારત દેશ ઈશ્વર પ્રત્યે આસ્થા રાખનારો દેશ છે.  જ્યોતિષઓ માની રહ્યા છે કે, દેશ દુનિયામાં આવેલું આ સંકટ સંકટમોચન જરૂરથી દૂર કરશે.  જ્યોતિષાચાર્ય જતીનભાઈ જણાવે છે કે, હનુમાન દાદા કળયુગમાં પ્રત્યક્ષ દેવ છે. ત્યારે શનીવારે હનુમાન દાદાની ઉપાસનાનો આ સોનેરી અવસર છે. દરેક લોકોએ પોતાના ઘરમાં જ રહીને હનુમાનજીની ઉપાસના કરવી. ધીનો દીવો કરવો, અને 108 વાર મંત્રનો જાપ કરવો. આ મંત્ર છે, 'ઓમ હરિ મર્કટ મર્કટાય સ્વાહા, ઓમ હનુમતે નમઃ'

  હનુમાનજીના પ્રભુશ્રી રામનો જાપ જે સર્વ આપત્તિને દૂર કરે છે.  જેમાં આપ 'દામયહન્તારં દાતારં સર્વસંપદામ લોકાભિરામં શ્રી રામં ભૂયો ભૂયો  નમામ્યરમ' મંત્રનો જાપ કરી શકાય.

  મહત્વનું છે કે ,કોરોના વાયરસના કેસનો ખતરો વધ્યો છે અને મોટામોટા દેશો પણ આ વાયરસનાં સંક્રમણને લઈ ઘૂંટણીએ પડી ગયા છે.  અત્યાર સુધી ભારત દેશે આ વાયરસ ને મ્હાત આપવામાં જે તાકાત બતાવી છે તેને લઈને સમગ્ર દુનિયાની નજર ભારત દેશ પર છે. ભારત દેશ ૠષિ મુનીઓ અને તપસ્વીઓનો દેશ છે. વર્ષો પહેલા તપસ્વીઓ આપેલા મંત્રો માં એવી તાકાત છે કે ભલભલા કષ્ટ કે સંકટ સામે લડવાની એક અનોખી ઉર્જા મળે છે. ત્યારે સંકટમોચન દેવ બજરંગબલી હનુમાનજીની ઉપાસના કરવાનો અને આવી પડેલી આ આપત્તિ સામે લડવાની ઉર્જા પ્રાપ્ત થશે.
  Published by:kiran mehta
  First published:May 28, 2021, 23:01 pm

  ટૉપ ન્યૂઝ