ગુરૂ પૂર્ણિમાએ આ પવિત્ર સ્તોત્ર-મંત્ર કરવાથી મળશે સુખ-શાંતી

News18 Gujarati
Updated: July 10, 2019, 7:15 PM IST
ગુરૂ પૂર્ણિમાએ આ પવિત્ર સ્તોત્ર-મંત્ર કરવાથી મળશે સુખ-શાંતી
ગુરૂ પૂર્ણિમા

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો ઈશ્વર તમને શ્રાપ આપે છે તો માત્ર ગુરૂ તમારી રક્ષા કરી શકે છે. પરંતુ, ગુરૂ જ્યારે શ્રાપ આપે તો, સ્વયં ઈશ્વર પણ તમને નથી બચાવી શકતા.

  • Share this:
અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય, ટેરોટકાર્ડ રીડર) (મો) 706 999 8609

હિન્દુ ધર્મમાં ગુરૂને ઈશ્વરથી પણ વધારે શ્રેષ્ઠ માનવામાં આવે છે. કેમ કે, ગુરૂ જ છે જે આ સંસાર રૂપી ભવ સાગરને પાર કરવામાં સહાયતા કરે છે. ગુરૂના જ્ઞાન અને દેખાડવામાં આવેલા માર્ગ પર ચાલીને વ્યક્તિ મોક્ષને પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, જો ઈશ્વર તમને શ્રાપ આપે છે તો માત્ર ગુરૂ તમારી રક્ષા કરી શકે છે. પરંતુ, ગુરૂ જ્યારે શ્રાપ આપે તો, સ્વયં ઈશ્વર પણ તમને નથી બચાવી શકતા.

ગૂરૂ પૂર્ણિમાનું મહત્વ

આ દિવસને હિન્દુ ધર્મગ્રંથો અનુસાર, મહાભારતના રચયિતા કૃષ્ણ દૈપાયન વ્યાસનો જન્મદિવસ પણ માનવામાં આવે છે. તે સંસ્કૃતના મહાન વિદ્વાન હતા, મહાભારત મહાકાવ્ય તેમની જ દેન છે. તમામ 18 પુરાણોના રચયિતા પણ મહર્ષિ વેદવ્યાસને માનવામાં આવે છે. વેદોને વિબાજીત કરવાનો શ્રેય પણ તેમને જાય છે. આ કારણથી તેમનું નામ વેદવ્યાસ પડ્યું. વેદવ્યાસજીને આદિગુરૂ પણ કહેવામાં આવે છે, એટલા માટે ગુરૂ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા નામથી પણ ઓળખવામાં આવે છે.

સ્તોત્રપાઠ ક્યા સમયે કરવો ? પાઠ સમયે શું ધ્યાન રાખવું ?

• પૂર્વાભિમુખ પલાંઠીવાળી બેસવું• સ્ત્રોત્ર કે મંત્રના રટણ પહેલા દેવને પોતાનો સંકલ્પ અર્પણ કરવો

• ઘીનો દિવો પ્રગટાવવો (શક્ય હોય તો ગાયના ઘીનો ઉપયોગ કરવો)

• પીળા પુષ્પ ઇષ્ટદેવને અર્પણ કરવા

• ઓછામાં ઓછી 3 વખત અને વધુમાં વધુ 30 વખત સ્તોત્રપાઠ કરવા.

• સ્તોત્ર પાઠ પછી પ્રસાદમાં શક્ય હોય તો પીળી બરફી ધરવી

• આસન ઉપર બેસી સ્તોત્ર વાંચન કરવું

• બપોરે 12.45 વાગે સ્તોત્રપાઠનો પ્રારંભ કરવો

• અથવા રાત્રે 8.13 કલાકે પણ કરી શકાય

• સ્તોત્ર પાઠ આપ દ્વારા શક્ય ન હોય તો કોઈ વિદ્વાન બ્રાહ્મણ પાસે પણ કરાવી શકાય

• જો સ્તોત્ર પાઠ શક્ય ન હોય તો આ સ્તોત્રના અંતે બે મંત્ર પણ આપેલા છે તે મંત્રની 3 માળા પણ કરી શકો છો

• આ દિવસે ચંદ્રગ્રહણ પણ જે ભારતમાં દેખાશે માટે, ગ્રહણના દુષ્પ્રભાવથી પણ આપને રક્ષણ પ્રાપ્ત થશે

यस्तस्तम्भ सहसा वि ज्मो वि ज्मो अन्तान् बृहस्पतिस्त्रिषधस्थो रवेण ।तं प्रत्रास ऋषयो दीध्योनाः पुरो विप्रा दधिरे मन्द्रजिह्वम् ।।1।।
હે દેવ ! આપ આપના બળથી દશે દિશાઓને આધાર આપો છો, આપ અમને પ્રત્યેક કાર્યમાં આગળ સ્થાપિત કરો.

धुनेतयः सुप्रकेतं बृहस्पते अभि ये नस्ततस्त्रे ।पृषन्तं सुप्रमदब्धमूर्वं बृहस्पते रक्षतादस्य योगनिम् ।।2।।
અમારા શત્રુઓથી અમારી સર્વ પ્રકારે રક્ષા કરો. અમને આપ અનંત શક્તિઓથી પરિપર્ણ કરો.

बृहस्पते या परमा परावद त आ त ऋतस्पृशो नि षेदुः ।तुभ्यं खाता अवता अद्रिदुग्धा मध्वः श्चोतन्त्यभितो विरप्शम् ।।3।।
સમગ્ર જગતમાં આપના તેજસ્વી કિરણો રેલાઈ રહ્યા છે. હે પ્રભુ, આપ એ તેજસ્વી કિરણોથી અમને પણ તેજોમય બનાવો.

बृहस्पतिः प्रथमं जायमानो महो ज्योतिषः परमे व्योमन् ।सप्तास्यस्तुविजातो रवेण वि सप्तरश्मिरधमत् तमांमि ।।4।।
આપ અમારા મસ્તિષ્કમાં જ્ઞાનના અજવાળા કરો અને અમારામાંથી અંધકાર (અજ્ઞાન)નો નાશ કરો.

स सुष्टुभा स ऋक्वता गणेन बलं रुरोज फलिर्ग रवेण ।बृहस्पतिरुस्त्रिया हव्यसूदः कनिक्रदद् वावशतीरुदाजत् ।।5।।
આપે જે પ્રકારે અસુરોનો નાશ કરી મેઘોને વરસાવ્યા અને ગાયોને હર્ષ પમાડ્યો તે પ્રમાણે અમારું જીવન પણ સુખ-શાંતિથી પરિપૂર્ણ કરો.

एवा पित्रे विश्वदेवाय वृष्णे यज्ञैर्विधेम नमसा ह्रविर्भिः ।बृहस्पते सुप्रजा वीरवन्तो वयं स्याम पतयो रयीणाम् ।।6।।
આપ શક્તિશાળી છો, અમે આપની પૂજા-પાઠ દ્વારા સેવા કરીએ છીએ આપ અમને સર્વ પ્રકારનું બળ પ્રદાન કરો અને (જીવન)સંગ્રામમાં અમને વિજયી બનાવો.

स इद राजा प्रतिजन्यानि विश्वा शुष्मेण तस्थावभि वीर्येण ।बृहस्पति यः सुभृतं विभर्ति वाल्गयति वन्दते पूर्वभाजम् ।।7।।
જે નરશ્રેષ્ઠ આપને વંદન કરે, આપનું શ્રદ્ધાથી પૂજન કરે છે તેને આપ ઐશ્વર્ય પ્રદાન કરો છો અને ચિંતાથી મુક્ત કરો છો.

स इत क्षेति सुयित ओकसि स्वे तस्मा इळा पिन्वते विश्वदानीम् ।तस्मै विशः स्वयमेवा नमन्ते यस्मिन् ब्रह्मा राजनि पूर्व एति ।।8।।
આપના ભક્તને ધન-ધાન્ય અને ભૂમિનું સુખ પ્રાપ્ત થાય છે અને સુખમય નિવાસ પ્રાપ્ત થાય છે. આપ અમારી ઉપર પણ એવી કૃપા વરસાવો.

अप्रतीतो जयति सं धनानि प्रतिजन्यान्युत या सजन्या ।अवस्यवे यो वरिवः कृणोति ब्रह्मणे राजा तमवन्ति देवाः ।।9।।
આપ સર્વ પ્રકારે રક્ષા કરો છો. આપની પૂજા દ્વારા ઐશ્વર્ય, ધન સમૃદ્ધિ સહિત જ્ઞાનની પણ રક્ષા થાય છે.

इन्द्रश्च सोमं पिबतं बृहस्पते़डस्मिन् यज्ञे मन्दसाना वृषण्वसू ।आ वां विशन्त्वन्दवः स्वाभुवोस्मे रविं सर्ववीरं नि यच्छतम् ।।10।।
હે દેવ ! આપ અમારી ઉપર ધનની વર્ષા કરો. અમને ઐશ્વર્ય પ્રદાન કરો. અમે આપનું શ્રદ્ધાપૂર્વક પૂજન કરીએ છીએ.

बृहस्पत इन्द्र वर्धतं नः सचा सा वां सुमतिर्भूत्वस्मे ।अविष्टं धियो जिगृतं पुरंधीर्जजस्तमर्यो वनुषामरातीः ।।11।।
હે દેવ ! આપ અમારી વૃદ્ધિ કરો. અમને ઉત્તમ બુદ્ધિ પ્રદાન કરો. અમારા કર્મની રક્ષા કરો. અમારી બુદ્ધિ વધુ સતેજ કરો અને અમારા શત્રુઓનું શમન કરો.( ऋग्वेद मंडल 4, सूक्त 50)

मंत्र- 1देवानां च ऋषीणां च गुरुं काञ्चनसन्निभम् ।बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिम् ।।
દેવોના અને ઋષિઓના ગુરૂ, સુવર્ણ સમાન કાંતિમાન, બુદ્ધિરૂપ અને ત્રણે લોકના સ્વામી ગુરૂ બૃહસ્પતિ હું આપને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરું છું.

मंत्र – 2देवमन्त्री विशालाक्षो लोकहिते रतः ।अनेकशिष्यसम्पूर्णः पीडां दहतु मे गुरुः ।।
હે દેવ ! આપ દેવતાઓના મંત્રી છો, વિશાળ નેત્રવાળા છો, હંમેશા પ્રત્યેક જીવના કલ્યાણમાં રત રહો છો વળી, આપ અનેક શિષ્યોથી સંપૂર્ણ છો. હે દેવ, આપ અમારી પીડાઓ નિર્મૂળ કરો
First published: July 10, 2019
વધુ વાંચો
अगली ख़बर