Home /News /dharm-bhakti /

કુતરાનું રડવું અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે? જાણો ક્લીક કરીને....

કુતરાનું રડવું અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે? જાણો ક્લીક કરીને....

પ્રતિકાત્મક તસવીર

શું તમે જાણો છો કે કુતરાનું રડવં અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે? નહિં ને.... તો ચાલો જોઈએ કુતરાનું રડવું અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે?

  શુકન અપશુકન વિશે તો આપણે ઘણી વખત સાંભળ્યું હશે. પરંતુ શું તમે જાણો છો કે કુતરાનું રડવં અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે? નહિં ને.... તો ચાલો જોઈએ કુતરાનું રડવું અને બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે?

  બિલાડીનું આડે ઉતરવું શું સુચવે છે?
  બિલાડીને માંસભક્ષી, જંગલી અને અશુભ પ્રાણી માનવામાં આવે છે. આ પુરાણો અનુસાર બિલાડી આગામી અશુભ ઘટનાઓ અંગે સંકેત આપે છે. આ પુરાણોમાં બિલાડી દેખાવી, બિલાડી રસ્તામાં આડી ઉતરે, રડે અને ઘરમાં આવ-જા કરે, તેને અશુભ માનવામાં આવે છે. આ ગ્રહો અનુસાર બિલાડી ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે. એટલે જ બિલાડી ઘરમાં પાળવી પણ અશુભ ગણાય છે.

  મધ્યયુગમાં માનવામાં આવતું હતું કે, બિલાડીઓ ચુડેલની સહાયક હોય છે અને અમેરિકામાં આજે પણ લોકો માને છે કે, બિલાડી દુર્ભાગ્ય લાવે છે. જર્મનીમાં પણ બિલાડી ડાબી કે જમણી બાજુથી રસ્તો કાપે તો અશુભ ગણાય છે.
  આ સિવાય, આ માન્યતા પણ છે કે, જો બિલાડી તમારી સામેથી દૂર તરફ જાય તો, સમજવું કે, તમારો સારો સમય લઈને જાય છે. યુરોપના ઘણા ભાગોમાં કાળી બિલાડીને અશુભ માનવામાં આવે છે.

  બિલાડી રસ્તો કાપે તો શું કરવું:

  • બિલાડી રસ્તો કાપે તો થનાર અપશુકનથી બચવા ઈષ્ટદેવ કે હનુમાનજીને પ્રણામ કરી નીકળવું.

  • બિલાડી રસ્તો કાપે તો સૂર્યને પ્રણામ કરી નીકળી જવાથી દોષ ખતમ થઈ જાય છે.

  • લાલ કિતાબ અનુસાર બિલાડીને રાહુની સવારી માનવામાં આવે છે. એટલે રાં રાહવે નમ: મંત્ર બોલી એ રસ્તે આગળ નીકળી શકાય છે. તેનાથી અપશુકન ટળી જાય છે.


  કુતરાનું રડવું શું સુચવે છે?
  દુનિયામાં કુતરાને સૌથી વફાદાર જીવ માનવામાં આવ્યો છે. કેહવાય છે કે માણસ ભલે તમારું મીઠું ખાઈને તમારાથી દગો કરી દે પરંતુ કુતરા એક વાર જેમની રોટલી ખાઈ લે છે, પછી તે મરતા દમ સુધી એનાથી ક્યારેય દગો નથી
  કરતાં અને ના તો એમને કરડે છે. કુતરાની વફાદારી ના લીધે જ વધારે પડતાં લોકો એમને ઘરમાં પાળવા નું પસંદ કરે છે.

  કુતરા રાત્રે જ કેમ ભશે છે ?
  કુતરાના રાત્રે રડવા ને અપશગુન માનવા માં આવે છે. જૂના વડીલોના જણાવ્યા મુજબ જ્યારે પણ રાત્રે કોઈ કૂતરો રડે છે તો એ આપણને સંકેત આપે છે કે આપણાં પરિવાર માં જલ્દી જ કોઈની મૃત્યુ થવાની છે. આના સિવાય ઘણા લોકો નું એ માનવું છે કે કુતરા પ્રેતાત્મા ને જોઈ શકે છે અને આસ પાસ થવા વાળી મુશ્કેલીઓને પેહલાથી અનુભવી શકે છે. આવા માં જો અળધી રાત્રે એ અચાનક રડવા નું શરૂ કરી દે તો એનો અર્થ કોઈ પ્રેતાત્માથી જોડવામાં આવે છે.

  તમે સામાન્ય રીતે જોયું જ હશે દરેક ગલીમાં કુતરા રહે છે. એટલા માટે કુતરા જે પણ ગલી કે શેરીમાં રહે છે એને પોતાનું ઘર માની લે છે. આવા માં જો કોઈ અજાણ્યો કૂતરો એમના ઘરમાં ઘૂસવાની કોશિશ કરે તો એ ગુસ્સામાં
  લાલ પીળા થઈ જાય છે અને પોતાના બાકીના કૂતરા સાથીઓને સચેત કરવા હાઉલ કરવાનું શરૂ કરી દે છે. એક રીતે જોવા જઇએ તો હાઉલ કુતરાની એક બીજા માં પોતાની લાગણી બતાવાની ભાષા છે. ઘણા કુતરા ચિડાઇને
  ગુસ્સાથી પણ હાઉલ કરે છે પરંતુ એનો એ અર્થ નથી કે એ તમને કરડી લેશે.

  આના સિવાય કુતરા પોતાનું દુ:ખ,તકલીફ અને ગુસ્સો વહેચવા માટે પણ હાઉલ કરે છે. એમ તો,કુતરા ને ઘોઘાંટ જેવા કે ઘર માં વાસણ ફેકાવાના અવાજ પસંદ નથી હોતા. આવામાં એ ચિડાઇ જઇને એ અવાજનો વિરોધ કરે છે.
  આટલું જ નહીં પરંતુ જ્યારે કોઈ અજાણ્યો વ્યક્તિ એમની ગલી કે શેરીમાં આવે છે તો એ પોતાના સાથી કુતરાને એ વ્યક્તિ પર નજર રાખવા માટે કહે છે. જેથી કોઈ એમના ગલી શેરી વાળાઓને નુકશાનના પોહચાડી શકે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Cat, Dharm Bhakti, Dog

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन