Home /News /dharm-bhakti /રહસ્ય: આ શિવલિંગ પર ચઢાવતા જ બદલાઇ જાય છે દૂધનો રંગ, જાણો ક્યાં આવેલું છે
રહસ્ય: આ શિવલિંગ પર ચઢાવતા જ બદલાઇ જાય છે દૂધનો રંગ, જાણો ક્યાં આવેલું છે
પ્રતિકાત્મક તસવીર.
Dharam tips: ભારતમાં ઘણાં બધા મંદિરો એવા છે જેની પાછળ કોઇને કોઇ રહસ્ય છુપાયેલુ હોય છે. જો કે આ વિશે અનેક લોકો અજાણ હોય છે. આવી જ એક શિવલિંગની વાત અમે લઇને આવ્યા છીએ. તો જાણો તમે પણ આ વિશે
ધર્મ ડેસ્ક: ભારતમાં અનેક મંદિરો એવા આવેલા છે જેની કોઇને કોઇ વિશેષતા રહેલી હોય છે. આમ, ઘણાં મંદિરો એવા છે જેની પાછળનું રહસ્ય આજ દિન સુધી કોઇ જાણી શક્યુ નથી. આવા જ એક મંદિરની વાત છે. આવું જ એક મંદિર કેરળમાં સ્થિત છે, જેનો ચમત્કાર અને ચર્ચા પૂરા વિશ્વમાં ફેમસ છે. આ મંદિર તમિલનાડુના કિઝોપેરુમપલ્લમ ગામમાં આવેલું છે. નાગનાથસ્વામી મંદિરને કેતિ સ્થળના નામથી પણ ઓળખવામાં આવે છે. આ મંદિર કાવેરી નદીના તટ પર સ્થિત છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્રારા શિવલિંગ પર દૂધ ચઢાવવામાં આવે ત્યારે એનો રંગ જોતાની સાથે જ બદલાઇ જાય છે.
આશ્વર્યની વાત તો એ છે કે આજ દિન સુધી આ પાછળનું રહસ્ય કોઇ જાણી શક્યુ નથી. લોકો સમજી રહ્યા નથી કે આખરે કેમ આવું થાય છે. માન્યતા રહેલી છે કે જે લોકો કેતુ ગ્રહ દોશથી પીડિત છે, એમના દ્રારા જે દૂધ ચઢાવવામાં આવે છે એનો રંગ નીલો થઇ જાય છે અને પછી ફરીથી સફેદ રંગ થઇ જાય છે.
આ સાથે જ એક માન્યતા એ પણ છે કે મહાન ઋષિના શ્રાપથી મુક્તિ માટે કેતુએ ભગવાનને શિવની આરાધના કરી હતી. ત્યારબાદ કેતુની તપસ્યાથી ખુશ થઇને ભગવાન શિવે શિવરાત્રીનાં દિવસે કેતુને શ્રાપમાંથી મુક્તિ આપી હતી. ત્યારપછી કેતુને સમર્પિત આ મંદિર ભગવાન શિવનું પણ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે, ભારતમાં ઘણાં બધા મંદિરો તેમજ બીજા ધાર્મિક સ્થળો એવા છે જેમની પાછળ કોઇને કોઇ વાત જોડાયેલી હોય. જો કે આ વિશે લોકોને અતૂટ શ્રદ્ધા રહેલી છે. આમ કરવામાં આવે તો આ મંદિર તમે હજુ સુધી જોયુ નથી તો તમારે એક વાર ચોક્કસથી જોવુ જોઇએ. આ મંદિર પાછળ અનેક લોકોની શ્રદ્ધા રહેલી છે. આ મંદિરની મુલાકાત લેવા માટે તમારે પહેલાં તમિલનાડુ જવાનું રહેશે. તમિલનાડુ તમે સરળતાથી જઇ શકો છો.
(નોંધ: આ માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. gujarati news18 આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર