મણિનગર કુમકુમ મંદિરમાં ધનુર્માસમાં ધૂન-ભજન, 'મંદિરમાં જાપ કરવાથી અનંતગણું વધારે મળે ફળ'

સ્વામી નારાયણ - કુમકુમ મંદિર - મણીનગર

પુણ્ય પવિત્ર નદી તટે જાપ કરવામાં આવે તો એકલાખ ગણું ફળ આપે છે.

 • Share this:
  સાધુ પ્રેમવત્સલદાસજી - કુમકુમ મંદિર - મણીનગર

  ધનુર્માસનો પ્રારંભ થતાં જ મંદિરોમાં વહેલી સવારથી ધૂન - ભજન - કિર્તનનો પ્રારંભ થઈ ગયો છે. શ્રી સ્વામિનારાયણ કુમકુમ - મંદિર ખાતે મહંત શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં સંતો હરિભકતોએ ધનુર્માસ નિમિતે ધૂન - ભજન કરવામાં આવે છે. જેનો પ્રારંભ તા.૧૬ ડીસેમ્બરથી શરૂ થઈ ગયો છે અને જેની પૂર્ણાહુતી તા. ૧૪ જાન્યુઆરી ઉત્તરાયણ - મકરસંક્રાતિએ કરવામાં આવશે. ત્યારબાદ જ લગ્ન - મકાન આદિના પ્રારંભના માંગલિક કાર્યો કરવામાં આવશે.

  ધનુર્માસ અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, ધનુર્માસમાં ગાયોને દાન કરવામાં આવે, સાધુ સંતોને જમાડવામાં ગરીબોને ધાબળા, વસ્ત્રો આદિનું દાન કરવામાં આવે તો અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. આ ધનુર્માસમાં ઘરે બેસીને જપ કરવામાં આવે તેના કરતાં મંદિરમાં જઈને ધૂન કરવામાં આવે તો અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે.

  કુમકુમ મંદિરના સંતો અને હરીભક્તો ભજન-કિર્તન કરી રહ્યા છે.


  આપણા શાસ્ત્રોમાં કહ્યું છે ક્યાં ભગવાનનું જાપ કરવાથી કેવું ફળ મળે

  - પોતાના ઘરમાં જપ કરવામાં આવે તે ન્યૂન છે.

  - તેના કરતાં ગાયો બાંધવાના સ્થાનમાં જાપ કરવામાં આવે તે દશ ગણું વધુ ફળ આપનારો થાય છે.

  - ઘર પાસે આવેલા બાગમાં જાપ કરવામાં આવે તો સો ગણું વધુ ફળ આપનારો થાય છે.

  - વનમાં કરેલો જાપ હજારગણું ફળ આપે છે.

  - પુણ્ય પર્વતમાં કરેલો જાપ દશ હજારગણું ફળ આપે છે.

  - પુણ્ય પવિત્ર નદી તટે જાપ કરવામાં આવે તો એકલાખ ગણું ફળ આપે છે.

  - રુદ્રાદિ દેવાલયમાં જાપ તેના કરતાં કોટીગણો અધિક છે તેમ માનવામાં આવે છે. અને આ સર્વ કરતાં મંદિરમાં જઈને ધ્યાન ભજન કરવામાં આવે તો અનેકગણું ફળ આપે છે. તેથી મંદિરમાં જઈને જે ધ્યાન - ભજન કરવામાં આવે છે તે સર્વ કરતાં શ્રેષ્ઠ છે, તેથી આપણે ધનુર્માસમાં મંદિરમાં નિત્ય પ્રત્યે જઈએ, અને ધ્યાન ભજન કરી આપણું પરલોકનું ભાથું બાધવું જોઈએ.
  Published by:kiran mehta
  First published: