Home /News /dharm-bhakti /Dhanteras 2022: ધનતેરસ પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીંતર નહિ થાય શુભ ફળની પ્રાપ્તિ

Dhanteras 2022: ધનતેરસ પર ભૂલથી પણ ન કરતા આ ભૂલો, નહીંતર નહિ થાય શુભ ફળની પ્રાપ્તિ

ધનતેરસ પર ન કરતા આ ભૂલ

Dhanteras 2022 Remedies: દિવાળીના તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે. આ દિવસે ખરીદી કરવું શુભ માનવામાં આવે છે. સાથે જ કેટલીક વસ્તુઓ કરવાથી બચવું જોઈએ, જે શુભ માનવામાં આવતું નથી.

    દિવાળીની શરૂઆત ધનતેરસથી માનવામાં આવે છે. આ પહેલા લોકો ઘરની સાફ-સફાઈ અને સજાવટમાં લાગી જાય છે. આ દિવસે મા લક્ષ્મી સાથે કુબેર અને ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે ખરીદી કરવું શુભ હોય છે. એવામાં લોકો આ દિવસે નવી વસ્તુઓ ખરીદી ઘરે લાવે છે. જો કે લોકો જાણકારી ન હોવાના કારણે અજાણ્યામાં કેટલીક ભૂલો કરી દે છે, જે કારણે તમને પૂજાનો લાભ મળતો નથી.

    ધનતેરસના દિવસે સામાન્ય રીતે લોકો માત્ર કુબેરની જ પૂજા કરે છે. જો કે આ કરવું ખોટું છે. આ દિવસે કુબેર સાથે મા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની પણ ઉપાસના કરો. એવું કરવાથી જ શુભ ફળની પ્રાપ્તિ થશે અને ધન-ધાન્યની ક્યારેય કમી નહિ રહે.

    દિવાળી પહેલા લોકો ઘરની સફાઈ કરે છે. ધનતેરસ પહેલા જ ઘરમાં રહેલ કબાડ કચરો અને ખરાબ સામાન બહાર કરી દો અને એ જગ્યાની સાફ સફાઈ કરી દો. એવું ન કરવાથી ઘરમાં નકારત્મક ઉર્જાનો સંચાર થાય છે. ઘરના મુખ્ય દરવાજા બહાર ગંદકી ન હોય, આ જગ્યા હંમેશા સાફ હોવી જોઈએ, કારણ કે આ જગ્યાથી મા લક્ષ્મીનું આગમન થાય છે.

    ધનતેરસ પર લોકો ભારે ખરીદી કરે છે. જો કે, ધનતેરસના આખા દિવસે ખરીદી ન કરો. ખરીદી માટે પણ ખાસ સમય છે. જો તમે તે મુજબ ખરીદી કરો તો તે વધુ સારું રહેશે. આ દિવસે ધાણા, સાવરણી, કલશ, વાસણો અને સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે.

    આ પણ વાંચો: દિવાળીના 15 દિવસ પહેલા આ ખાસ અવસર પર કરો માતા લક્ષ્મીની પૂજા

    ધનતેરસના દિવસે સૂવાનું ટાળવું. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. જો આ દિવસે શક્ય હોય તો રાત્રે જાગરણ પણ કરી શકો છો. સાથે જ આ દિવસે ઘરમાં ઝઘડાથી પણ બચવું જોઈએ. આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી.

    ધનતેરસને ખરીદીનો દિવસ માનવામાં આવે છે પરંતુ આ દિવસે લોખંડની બનેલી કોઈપણ વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઈએ. આ દિવસે લોખંડ ખરીદવું શુભ માનવામાં આવતું નથી. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તે જ સમયે, આ દિવસે કોઈએ પૈસા ઉધાર પણ ન આપવા જોઈએ.
    Published by:Damini Patel
    First published:

    Tags: Dhanteras, Dhanteras pooja, Diwali 2022, ધનતેરસ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन