Dhanteras 2021: આ 5 શુભ મુહૂર્ત ખરીદી માટે શ્રેષ્ટ, જાણો ધનતેરસનું ધાર્મિક મહત્વ

ધનતેરસના દિવસે કરો લક્ષ્મી માતાની પૂજા

દિવાળી (DIwali 2021) પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની ખરીદી માટે બજારો ધમધમી રહ્યા છે. 4 નવેમ્બરે અમાસના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવશે, તો 2 નવેમ્બરે ધનતેરસની (Dhanteras 2021) ઉજવણી કરવામાં આવશે.

  • Share this:
    Dhanteras 2021: દિવાળી (DIwali 2021) પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. દિવાળીની ખરીદી માટે બજારો ધમધમી રહ્યા છે. 4 નવેમ્બરે અમાસના દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવશે, તો 2 નવેમ્બરે ધનતેરસની (Dhanteras 2021) ઉજવણી કરવામાં આવશે. દર વર્ષે કાર્તિક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીએ ધનતેરસનો તહેવાર ઉજવવામાં આવે છે. ધનવંતરી પણ આ દિવસે પ્રકટ થયા હતા, જેના કારણે આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. તેમજ ધનતેરસના દિવસે ખરીદદારીની પરંપરા હોવાથી આખો દિવસ ખરીદી કરી શકાય છે. તેવામાં જાણો કે, આ ધનતેરસના દિવસે કયા સમયે ખરીદદારીના શુભ મુહૂર્ત છે અને પૂજા માટનો શ્રેષ્ઠ સમય કયો છે.

    લક્ષ્મીજીની પૂજા માટેની સામગ્રી

    કપૂર, કેસર, યજ્ઞોપવિત, કંકુ, ચોખા, અબીલ, ગુલાલ, હળદર, મહેંદી, બંગડી, કાજળ, સિંદૂર, સોપારી, પુષ્પમાલા, સપ્તધાન્ય, દુર્વા, પંચ મેવા, ગંગાજળ, મધ, સાકર, શુદ્ધ ઘી, દહીં, દૂધ, ઋતુફળ, નૈવેદ્ય, મીઠાઈ, લવિંગ, મૌલી, અત્તરની શીશી, તુલસી પત્ર, સિંહાસન, પંચ પલ્લવ, લક્ષ્મીજીનું ચિત્ર, ગણેશ મૂર્તિ, સરસ્વતી ચિત્ર, ચાંદીનો સિક્કો, લક્ષ્મીજીને અર્પણ કરવા વસ્ત્ર, ગણપતિને અર્પિત કરવા વસ્ત્ર, જળ કળશ, સફેદ કપડું, દીવો, પાનનું બીડું, લાલ કપડું, શ્રીફળ, ધાન્ય, વહી ખાતા, સ્યાહીનો ખડિયો, પુષ્પ, હળદર, ધાણાય આ તમામ વસ્તુઓનો તમે પૂજામાં ઉપયોગ કરી શકો છો.

    આ પણ વાંચો:Dhanteras 2021: ધનતેરસના દિવસે આ સમયે કરો સોના-ચાંદીની ખરીદી, જુઓ શુભ મુહૂર્ત

    જાણો ખરીદદારી માટેનાં શુભ મુહૂર્તઃ

    - ચર લગ્નઃ સવારે 8.46થી 10.10 વાગ્યા સુધી

    અભિજીત મુહૂર્તઃ બપોરે 11.11 વાગ્યાથી 11.56 વાગ્યા સુધી

    - અમૃત મુહૂર્તઃ બપોરે 11.33 વાગ્યાથી 12.56 સુધી

    - શુભ યોગઃ બપોરે 2.20 વાગ્યાથી 3.43 વાગ્યા સુધી

    - વૃષ લગ્નઃ સાંજે 6.18 વાગ્યાથી રાત્રે 8.14 વાગ્યા સુધી



    ધનતેરસ પૂજાનો શ્રેષ્ટ સમય

    ધનતેરસના દિવસે ભગવાન ધન્વન્તરિ અને કુબેરની પૂજા થાય છે. આ દિવસે સાંજે પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ધનતેરસના દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા પણ જરૂર કરવી છે. ત્યારે ધનતેરસ પૂજનમાં વિશેષ ફળની પ્રાપ્તિ કરવા માટે પ્રદોષ કાળ અને વૃષભ લગ્નમાં સાંજે 6 વાગ્યાથી રાત્રે 7 વાગીને 57 મિનિટ સુધી શુભ મુહૂર્ત બની રહ્યું છે.

    આ પણ વાંચો: ચાણક્ય નીતિઃ બુદ્ધિશાળી લોકો ક્યારેય આ 5 વસ્તુઓને નથી કરતા જાહેર

    ધનતેરસના દિવસે કરો લક્ષ્મીની પૂજા

    પૌરાણિક માન્યતાઓ અનુસાર, ધનતેરસના દિવસે લક્ષ્મીની પૂજા કરવાથી પૈસા અને અનાજની કોઈ તંગી નથી રહેતી અને લક્ષ્મી-ગણેશની મૂર્તિ પણ આ દિવસે ઘરમાં લાવવી જોઈએ. ધનતેરસના દિવસે સાંજે દીવા પ્રગટાવવાની પ્રથા પણ છે. તેને યમ દીપક કહેવામાં આવે છે, જે યમરાજ માટે પ્રગટાવવામાં આવે છે, જેથી અકાળ મૃત્યુ ટાળી શકાય.
    Published by:kuldipsinh barot
    First published: