Dhanteras 2021 : ધનતેરસના દિવસે બની રહ્યો છે ત્રિપુષ્કર યોગ, આવી રીતે થશે ત્રણ ગણો લાભ

ધનતેરસના દિવસે આ વિશેશ યોગમાં થશે ત્રણ ગણો ફાયદો

Dhanteras 2021 :  દિવાળીનો 5 દિવસનો તહેવાર 2 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ (Dhanteras 2021) છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે.

  • Share this:
Dhanteras 2021 :  દિવાળીનો 5 દિવસનો તહેવાર 2 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. 2 નવેમ્બરના રોજ મંગળવારે ધનતેરસ (Dhanteras 2021) છે. હિંદુ પંચાગ અનુસાર કાર્તિક માસના કૃષ્ણ પક્ષની તેરસના દિવસે ધનતેરસની ઊજવણી કરવામાં આવે છે. માનવામાં આવે છે કે, આ તેરસના દિવસે ભગવાન ધન્વંતરિનો જન્મ થયો હતો. આ કારણોસર આ પર્વને ધનતેરસ કહેવામાં આવે છે. ધનતેરસના દિવસે લોકો સૌથી વધુ ખરીદી કરે છે. માન્યતા છે કે, આ પ્રકારે કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. મોટાભાગના લોકો આ દિવસે સોનુ, ચાંદી, વાસણ તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે. આ દિવસે રોકાણ કરવાને પણ સૌથી વધુ શુભ માનવામાં આવે છે. આ કારણોસર અનેક લોકો આ દિવસે જમીન, મકાન તથા અન્ય વસ્તુઓની ખરીદી કરે છે.

જ્યોતિષ આચાર્ય ડૉ.અરવિંદ મિશ્ર અનુસાર ધનતેરસના શુભ અવસરે ત્રિપુષ્કરનો યોગ બની રહ્યો છે. આ સમયે કોઈપણ કામ કરવાથી ત્રણ ગણું ફળ પ્રાપ્ત થાય છે. આ કારણોસર આ સમયે શુભ કાર્યો કરવા જોઈએ. ધનતેરસના દિવસે કઈ વસ્તુ ખરીદવાને શુભ માનવામાં આવે છે અને કઈ વસ્તુ ખરીદવાને અશુભ માનવામાં આવે છે, તે અહીંયા જણાવવામાં આવ્યું છે.

ધનતેરસ પર ત્રણ ગ્રહનું સંયોજન

ધનતેરસના દિવસે ત્રણ ગ્રહોએ સાથે મળીને એક અન્ય શુભ સંયોગ બનાવ્યો છે. સૂર્ય, મંગળ અને બુધ ગ્રહ ધનતેરસના દિવસે તુલા રાશિમાં ગોચર કરશે. બુધ અને મંગળ ગ્રહ મળીને ધન યોગનું નિર્માણ કરે છે. સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય યોગનું નિર્માણ થશે. આ યોગને રાજયોગની શ્રેણીમાં રાખવામાં આવ્યો છે. તુલા રાશિમાં પણ આ યોગ બની રહ્યો છે, જેને વેપારની કારક રાશિ માનવામાં આવે છે. મંગળ અને બુધની યુતિને વેપાર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ કારણોસર કારોબારીઓ આ દિવસે રોકાણ કરીને નવા વ્યવસાયનો આરંભ કરે તો, આવનારા સમયમાં આર્થિક રીતે સદ્ધર થઈ શકે છે.

આ પણ વાંચો: દિવાળી પર આ ડેકોરેશન આઈડિયાઝથી મંદિર ડેકોરેટ કરો, તમારા પર વરસશે માતા લક્ષ્મીની કૃપા



કઈ વસ્તુઓ ના ખરીદવી જોઈએ

  • ધનતેરસના દિવસે કાચ, એલ્યુમિનિયમ અને લોખંડની વસ્તુ ના ખરીદવી જોઈએ. કેટલાક લોકો સ્ટીલના વાસણોની ખરીદી કરે છે, પરંતુ સ્ટીલના વાસણોની ખરીદી ના કરવી જોઈએ, સ્ટીલમાં લોખંડ પણ હોય છે. લોખંડનો સંબંધ શનિ સાથે હોય છે. ધનતેરસના દિવસે લોખંડ ખરીદવાથી જીવનમાં અનેક સમસ્યા આવી શકે છે.

  • તેલ, ઘી અને રિફાઈન્ડ તથા અન્ય વસ્તુઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. આ વસ્તુઓની ખરીદી ધનતેરસ પહેલા અથવા ધનતેરસ બાદ ખરીદવી જોઈએ. ધનતેરસના દિવસે તેની ખરીદી ના કરવી જોઈએ.

  • ચપ્પુ, કાતર, ખીલ્લા તથા અન્ય ધારવાળી વસ્તુઓની ખરીદી ના કરવી જોઈએ. આ વસ્તુઓની ખરીદી કરવાથી પરિવારમાં કંકાસ આવે છે, જેના કારણે ઘરની શાંતિ ભંગ થઈ જાય છે.

  • કપડા તથા અન્ય વસ્તુઓની ખરીદી કરતી વખતે ઘાટા વાદળી રંગના અને કાળા રંગના કપડા ના ખરીદવા જોઈએ. આ સમય દરમિયાન સફેદ રંગના કપડા પણ ના ખરીદવા જોઈએ. લાલ, પીળા, લીલા અને ગુલાબી તથા અન્ય બ્રાઈટ રંગના કપડા ખરીદવા જોઈએ.


આ પણ વાંચો: Dhanteras 2021 ધનતેરસના દિવસે આ વસ્તુઓનો કરો મહાદાન, લક્ષ્મીજીના આશીર્વાદ બનાવશે ધનવાન

કઈ વસ્તુઓની ખરીદી કરવી જોઈએ

  • ધનતેરસના દિવસે પિત્તળના વાસણની ખરીદી કરો. માનવામાં આવે છે કે, સમુદ્ર મંથન દરમિયાન ભગવાન ધન્વંતરિ પિત્તળનો કળશ લઈને ઉત્પન્ન થયા હતા. આ વાસણને સમૃદ્ધિ લાવનાર વાસણ ગણવામાં આવે છે અને તે ધન્વંતરિને ખૂબ જ પ્રિય છે.

  • ધનતેરસના દિવસે સાવરણીની ખરીદી કરવી જોઈએ, સાવરણી ઘરની ગંદકી દૂર કરે છે. ગંદકી દૂર થવાથી દરિદ્રતા પણ દૂર થાય છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવાને શુભ માનવામાં આવે છે. નાની દિવાળીના દિવસે ઝાડુનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.

  • માતા લક્ષ્મીને શ્રીયંત્ર ખૂબ જ પ્રિય છે, આ કારણોસર ધનતેરસના દિવસે શ્રીયંત્રની ખરીદી જરૂરથી કરવી જોઈએ. દિવાળીના દિવસે આ યંત્રની પૂજા કરો. જો ધનલક્ષ્મી દેવી પ્રસન્ન થશે તો, તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે.

  • ધનતેરસના દિવસે ધાણાના બીજની ખરીદી કરો અને દિવાળીના દિવસે પૂજા કરતા સમયે માતા લક્ષ્મીને તે અર્પણ કરો. માતા લક્ષ્મીને તે બીજ ખૂબ જ પ્રિય છે.

  • વેપારીઓએ ધનતેરસના દિવસે નોટબુક અથવા રજિસ્ટરની જરૂરથી ખરીદી કરવી જોઈએ, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દુકાનની તિજોરીની પૂજા કરો.

  • ધનતેરસના દિવસે સોના અથવા ચાંદીના સિક્કાની ખરીદી કરવાને શુભ માનવામાં આવે છે. તમે ઈચ્છો તો, સોના અથવા ચાંદીના આભૂષણ પણ ખરીદી શકો છો. સોના ચાંદીની ખરીદીને સમૃદ્ધિનું પ્રતિક ગણવામાં આવે છે.

Published by:kuldipsinh barot
First published: