Home /News /dharm-bhakti /

Dhanteras 2021: ધનતેરસે બની રહ્યા છે 2 શુભ યોગ, આ સમયે ખરીદી કરવાથી થશે ત્રણ ગણો ફાયદો

Dhanteras 2021: ધનતેરસે બની રહ્યા છે 2 શુભ યોગ, આ સમયે ખરીદી કરવાથી થશે ત્રણ ગણો ફાયદો

આ વખતે ધનતેરસે ખરીદી કરવાથી મળશે ત્રણ ગણો ફાયદો (પ્રતિકાત્મક તસવીર)

Dhanteras 2021: ધનતેરસના દિવસે બજારમાંથી વાસણો, સોના-ચાંદી અથવા તો માટીના દિવા અને ઘરનો સામના લેવો ખુબ મંગળકારી માનવામાં આવે છે. આ પર્વ આ વખતે મંગળવારે એટલે કે 2 નવેમ્બરે ઉજવવામાં આવશે.

    Dhanteras 2021: ધનતેરસના દિવસે બજારમાંથી વાસણો, સોના-ચાંદી  (Gold-silver) અથવા તો માટીના દિવા અને ઘરનો સામના લેવો ખુબ મંગળકારી માનવામાં આવે છે. આ પર્વ આ વખતે મંગળવારે એટલે કે 2 નવેમ્બરે ઉજવવામાં આવશે. જ્યોતિષોના મત અનુસાર આ વર્ષે ધનતેરસના (Dhanteras 2021) દિવસે બે શુભ યોગ બનવા જઈ રહ્યા છે જેથી સોના અને ચાંદીની ખરીદી કરવા પર ફાયદો થશે.

    ત્રિપુષ્કર યોગ- (Dhanteras 2021 Tripushkar yog)

    ધનતેરસના દિવસને ખુબજ શુભ માનવામાં આવે છે આ ઘનતેરસના દિવસે ત્રિપુષ્કર યોગ બની રહ્યો છે. જે યોગમાં ખીરીદી કરવા પર નક્કી તમારા ભાગ્યનો ઉદય થશે. આ શુભ યોગ મંગળવારે અને દ્વાદશી તીથીના સંયોગના કારણે બની રહ્યો છે. જોકે, દ્વાદશી તિથિ 1 નવેમ્બરે શરૂ થઈને 2 નવેમ્બર સવારે 11.30 સુધી રહેશે, માટે ત્રિપુષ્કર યોગનો લાભ મંગળવારે 2 નવેમ્બરે સૂર્યોદયથી લઈને સવારે 11 વાગ્યા સુધી લઈ શકાય છે.

    આ પણ વાંચો: Vastu Tips: કિચનમાં આ વસ્તુઓ ક્યારેય ન થવી જોઈએ સમાપ્ત, લક્ષ્મીજી થશે ક્રોધીત

    કેમ ખાસ છે ત્રિપુષ્કર યોગ

    ત્રિપુષ્કર યોગમાં ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. જ્યોતિષવિદ અનુસાર આ શુભ સમયે ખરીદી કરવા પર ત્રણ ગણો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે, જો ત્રિપુષ્કર યોગમાં તમે તમારું ઘર, વાહન અથવા દાગીનાની ખરીદી કરો છો તો તે ભવિષ્યમાં ત્રણ ગણુ થવાની શક્યતાઓ હોય છે. આ સમયે તમે તમને ગમતી વસ્તુઓ ખીરીદી કરીને ઘરે લાવી શકો છો.

    આ પણ વાંચો: સ્ત્રીઓએ કરવાચોથનું વ્રત કેમ કરવું જોઈએ ? જાણો શું છે તેની ધાર્મિક કથા અને વ્રતની વિધિ

    લાભ અમૃત યોગ- જ્યોતિષવિદ અનુસાર, ધનતેરસ પર બીજો શુભ યોગ લાભ અમૃત યોગ છે. બજારમાંથી નવી વસ્તુઓ ખરીદી કરવા માટે આ અમૃત સમય માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સવારે 10 વાગ્યાની લઈને બપોરે 1.30 વાગ્યા સુધીમાં અમૃત રહેશે, ત્રિપુષ્કર યોગ અને લાભ અમૃત યોગના સમયને સાથે જોડી દઈએ તો ધનતેરસના દિવસે બપોરે દોઢ વાગ્યા સુધી ખરીદી કરવી શુભ માનવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Dhanteras, તહેવાર, ધનતેરસ, સોના-ચાંદી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन