Dhanteras 2021: લક્ષ્મી-કુબેરની કૃપા જોઈતી હોય તો આજે આટલી ભૂલો કરવાથી બચજો

ધનતેરસના દિવસે ભગવાન ધનવંતિર ઉપરાંત ભગવાન કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે.

Dhanteras 2021: આજે ધનતેરસ (Dhanteras)ની ભાવભેર ઉજવણી થઇ રહી છે. માતા લક્ષ્મી (Maa Lakshmi)સાથે કુબેર (Kuber pooja) અને ધન્વંતરીને પણ રીઝવાના પ્રયાસ થઈ રહ્યા છે. આજના દિવસે ખરીદી (shopping) કરવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહેતી હોવાની માન્યતા છે.

  • Share this:
Dhanteras 2021: આજે ધનતેરસ (Dhanteras)ની ભાવભેર ઉજવણી થઇ રહી છે. માતા લક્ષ્મી (Maa Lakshmi)સાથે કુબેર (Kuber pooja) અને ધન્વંતરીને પણ રીઝવાના પ્રયાસ થઈ રહ્યા છે. આજના દિવસે ખરીદી (shopping) કરવાથી ઘરમાં લક્ષ્મીની કૃપા રહેતી હોવાની માન્યતા છે. પરંતુ આજે અમુક બાબતોની કાળજી ન રાખવામાં આવે તો માતા લક્ષ્મી, કુબેર કે ધન્વંતરીની કૃપા થતી નથી. જેથી આજના પવિત્ર દિવસે શું ન કરવું તે અંગે અહીં જાણકારી આપવામાં આવી છે.

ઘરમાં જૂનો કચરો-ભંગાર ન રાખો

દિવાળીના તહેવારો નજીક આવતા જ ઘરમાં સાફ-સફાઈ કરવામાં આવે છે. જૂનો કચરો અને ભંગાર ઘરમાંથી બહાર કરી દેવાય છે. અલબત્ત તમે ઘર સાફ ન કર્યું હોય કે તમારા ઘરમાં ધનતેરસના દિવસે ભંગાર કે કચરો પડ્યો હોય તો નકારાત્મક ઉર્જાનો વ્યાપ વધે છે. જેથી આવી કોઈપણ વસ્તુને આજે જ ઘરમાંથી બહાર ફેંકી દો.

દરવાજે ગંદકી ન કરો

આજના દિવસે ઘરના દરવાજાની આગળ ગંદકી ન હોય તેની ખાસ ચોકસાઈ રાખવી જોઈએ. ઘરના મુખ્ય દરવાજાને નવી તક સાથે સાંકળવામાં આવે છે. મુખ્ય દ્વારમાંથી જ લક્ષ્મીજીનું આગમન થાય છે. જેથી આ સ્થળને સ્વચ્છ અને સુઘડ રાખવું જોઈએ.

આ પણ વાંચો: Dhanteras 2021: આ 5 શુભ મુહૂર્ત ખરીદી માટે શ્રેષ્ટ, જાણો ધનતેરસનું ધાર્મિક મહત્વ

માત્ર કુબેરની પૂજા ન કરો

ધનતેરસના પવિત્ર દિવસે માત્ર કુબેરની પૂજા કરવી નહીં. આ દિવસે કુબેરની સાથે માતા લક્ષ્મી અને ભગવાન ધન્વંતરિની ઉપાસના કરવાની હોય છે. જેથી માત્ર કુબેરની પૂજા કરવાના સ્થાને તેની સાથે માતા લક્ષ્મી અને ધન્વંતરિની મૂર્તિ પણ રાખવી જરૂરી છે.

આખો દિવસ શોપિંગ ન કરો

ઘણા લોકો ધનતેરસને માત્ર ખરીદી સાથે જ જોડે છે. જેથી આખો દિવસ ખરીદી કરતા હોય છે. આવું કરવું ન જોઈએ. મુહૂર્ત જોઈને જ ખરીદી કરવી હિતાવહ છે. આ સાથે જ ધનતેરસના દિવસે દીવડા પ્રગટાવવાની પ્રથા છે. આજના દિવસે સાવરણી, કળશ, વાસણ અને સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવી શુભ માનવામાં આવે છે. ઘરના પ્રવેશદ્વાર પર દીવડા પ્રગટાવવા જોઈએ.

દિવસે સૂવું નહીં

ધનતેરસના દિવસે દિવસ દરમિયાન સૂવું નહીં. આવું કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. તમે બપોરે થોડો આરામ કરી શકો છો અને શક્ય હોય તો રાત્રે જાગરણ કરવું જોઈએ.

આ પણ વાંચો: Dhanteras 2021: આ 5 શુભ મુહૂર્ત ખરીદી માટે શ્રેષ્ટ, જાણો ધનતેરસનું ધાર્મિક મહત્વ

કંકાસ ન કરો

ધનતેરસના દિવસે લોકો માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે. જો તમે પણ માતાજીની કૃપા ઇચ્છતા હોવ તો પરિવારની સ્ત્રીઓનું સન્માન કરવું જરૂરી છે. આજના દિવસે ઘર કંકાસ કરવાથી દૂર રહેવું જોઈએ.

ઉધાર ન આપો

ધનતેરસના દિવસે ઉધાર આપવાથી બચવું જોઈએ. આ પવિત્ર દિવસે લક્ષ્મીનો પ્રવાહ ઘરની બહાર ન જવા દો. ઉધારને લગતી લેવડદેવડ દિવાળી બાદ જ કરવી હિતાવહ છે.

લોખંડ ના ખરીદશો

ધનતેરસના દિવસે લોઢાનો સામાન ખરીદવાથી બચવું જોઈએ. આ દિવસે લોખંડની ખરીદી ને શુભ માનવામાં આવતી નથી. ધનતેરસે લોખંડ ખરીદવામાં આવે તો ઘરમાં ગરીબીનો વાસ થતો હોવાની માન્યતા છે.

નકલી મૂર્તિની પૂજા ન કરવી

આજના પવિત્ર દિવસે નકલી મૂર્તિની પૂજા કરવી જોઈએ નહીં. માતા લક્ષ્મીની સોના, ચાંદી કે માટીથી બનેલી મૂર્તિની પૂજા કરો. સ્વસ્તિક અને ઓમ જેવા પ્રતીકોને કુમકુમ, હળદર કે અન્ય કોઈ શુભ વસ્તુથી બનાવો, નકલી પ્રતીકોને ઘરમાં ન લાવો.
Published by:kuldipsinh barot
First published: