Dhanteras 2021 ધનતેરસના દિવસે આ વસ્તુઓનો કરો મહાદાન, લક્ષ્મીજીના આશીર્વાદ બનાવશે ધનવાન

ધનતેરસના દિવસે આ વસ્તુનું દાન કરવાથી થશે ફાયદો

Dhanteras 2021: દિવાળી (Diwali 2021) પહેલા ઉજવવામાં આવતા ધનતેરસના (dhanteras 2021) તહેવાર પર ખરીદીની પરંપરા છે. આ ખાસ અવસરે દરેક જણ પોતાના યથાશક્તિ મુજબ કઈંકને કઈંક જરૂર ખરીદે છે. જો કે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આ દિવસે ખરીદીની સાથે દાનની પણ પરંપરા છે.

  • Share this:
Diwali Dhanteras 2021: પાંચ દિવસના દિવાળીના તહેવારનો પહેલો દિવસ એટલે ધનતેરસ (Dhanteras). આ દિવસે આયુર્વેદના જનક માનવામાં આવતા ભગવાન ધનવન્તરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરવામાં આવે છે. આ દિવસે વાસણ, સાનાં અને ચાંદીની ખરીદી અતિ શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો આ દિવસે વાહન અને ઈલેક્ટ્રોનિક આઈટમની ખરીદી પણ કરે છે. શું તમે જાણો છો કે ધનતેરસના દિવસે ખરીદી (Shopping) કરવાનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ દાન (Donate) કરવાનું પણ છે. માન્યતા છે કે ધનતેરસના દિવસે દાન કરવાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે અને સુખ-સમૃદ્ધિનું આશિર્વાદ પણ આપે છે.

ધનતેરસે દાન કરતા પહેલા તમારે બે વાતો ધ્યાન રાખવાની ખૂબ જરૂરી છે. પ્રથમ એ કે ક્યારેય પણ સફેદ વસ્તુઓનું દાન કરવું નહી અને બીજી કે જે પણ વસ્તુઓ તમે દાનમાં આપવાના છો તે તમામ સૂર્યાસ્ત પહેલા દાન આપવી. તો ચાલો આજે અમે આપને જણાવીશું કે ધનતેરસના દિવસે કઈ કઈ વસ્તોનુ દાન કરવું શુભ છે.

આ પણ વાંચો: હોશિયાર બાળકને જન્મ આપવા છે, તો પ્રેગન્સી દરમિયાન આ બાબતોનું રાખો ખાસ ધ્યાન

અનાજ

ધનતેરસના દિવસે અનાજનું દાન કરવું અત્યંત શુભ માનવામાં આવે છે. જો તમે અનાજ દાન નથી કરી શકતા, તો આ દિવસે કોઈ ગરીબ વ્યક્તિને તમે ભોજન કરાવી શકો છો. ભોજનમાં મિઠાઈ અને દક્ષિણા પણ અવશ્ય શામેલ કરો. જો ભોજન કરાવવું શક્ય નહોય તો કોઈ ગરીબને તમે મિઠાઈ અને દક્ષિણા પણ આપી શકો છો. માન્યતા છે કે આવું કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

કપડાં

ધનતેરસે કપડાંનુ દાન કરવાનો પણ વિશેષ મહિમા છે. આ દિવસે કોઈ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને કપડાંનું દાન કરવામાં આવે તો તેનાથી ઘરમાં ખુશિયો અને ધન સંપતિ આવે છે. કપડાંનુ દાન કરતી વખતે એ બાબત ચોક્કસ ધ્યાનમાં લેવી કે કોઈ સફેદ રંગના વસ્ત્રો દાનમાં આપવા નહી. આવું કરવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે પીળાં વસ્ત્રોનું દાન શુભ ગણાય છે.

આ પણ વાંચો: ઓઈલી સ્કિનથી છૂટકારો મેળવવા માટે આ હોમ મેડ Face packનો કરો ઉપયોગ, ચહેરો ખીલી ઉઠશે

લોખંડ
ધનતેરસના દિવસે લોખંડનું દાન શુભ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે લોખંડ દાન કરવાથી દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાઈ જાય છે. સાથે જ તમારા જે પણ કામો અટવાઈ ગયા છે તે પણ પૂર્ણ થવા લાગે છે અને ભાગ્યના દ્વાર ખુલી જાય છે.

સાવરણી
આમ તો ધનતેરસ અને દિવાળીના દિવસે નવી સાવરણી ખરીદવાની પરંપરા છે પણ ધનતેરસના દિવસે સાવરણીનું દાન કરવુ પણ શુભ માનવામાં આવે છે. આ સાવરણી તમે કોઈ સફાઈ કર્મીને અથવા મંદિરમાં દાન આપી શકો છો. આવું કરવાથી આખું વર્ષ શુભ રહે છે.

(Disclaimer: આ લોયકમાં આપવામાં આવેલી તમામ જાણકારી અને સૂચનાઓ સામાન્ય માન્યતાઓને આધારિત છે. અણે આની પુષ્ટી કરતા નથી. આની પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.)
Published by:kuldipsinh barot
First published: