Home /News /dharm-bhakti /

Dhanteras 2021: સોના-ચાંદી ઉપરાંત આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ તમારા પર થશે માતા લક્ષ્મીની કૃપા

Dhanteras 2021: સોના-ચાંદી ઉપરાંત આ વસ્તુઓની ખરીદી કરવાથી પણ તમારા પર થશે માતા લક્ષ્મીની કૃપા

ધનતેરસના દિવસે આ વિશેશ યોગમાં થશે ત્રણ ગણો ફાયદો

Dhanteras 2021: દિવાળીના તહેવારો(Diwali Festivals 2021) શરૂ થઇ ચૂક્યા છે. પાંચ પર્વોમાં સૌથી પહેલા પર્વ ધનતેરસ (Dhanteras) આ વર્ષે 2 નવેમ્બરે મનાવવામાં આવશે. ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 5.15 કલાકથી રાત્રે 8.20 કલાક સુધી રહેશે.

Dhanteras 2021: દિવાળીના તહેવારો(Diwali Festivals 2021) શરૂ થઇ ચૂક્યા છે. પાંચ પર્વોમાં સૌથી પહેલા પર્વ ધનતેરસ (Dhanteras) આ વર્ષે 2 નવેમ્બરે મનાવવામાં આવશે. ધનતેરસની પૂજાનો શુભ સમય સાંજે 5.15 કલાકથી રાત્રે 8.20 કલાક સુધી રહેશે. આ દિવસને ઇચ્છાપૂર્તી માટે સૌથી શુભ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે ખરીદી(Shopping on Dhanteras)નું ખાસ મહત્વ છે. લોકો શુભ મુહુર્તમાં પોતાના ઘર કે ઓફિસ માટે અનેક નાની મોટી વસ્તુઓની ખરીદી કરે છે તો કોઇ સોના-ચાંદી (Gold & Silver)ની ખરીદી કરે છે. એક માન્યતા અનુસાર ધનતેરસના દિવસે ખરીદવામાં આવેલી દરેક વસ્તુ વર્ષ દરમિયાન શુભ મુહુર્ત આપે છે. તો આવો જાણીએ સોના-ચાંદી સિવાય એવી કઇ વસ્તુઓ છે જેને તમે ધનતેરસના દિવસે ખરીદશો તો આખું વર્ષ ધનવર્ષા થશે.

કોથમીરના બીજ

ધનતેરસના દિવસે બીજ ખરીદવાની પરંપરા પણ છે. ધનતેરસના દિવસે જો કોથમીરના બીજ ખરીદીને લાવવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા તમારા પર સતત રહે છે. તેને સમૃદ્ધિનું પ્રતિક પણ માનવામાં આવે છે. ધનતેરસી પૂજા દરમિયાન માતા લક્ષ્મીને કોથમીરના બીજ અર્પિત કરીને તેને તમારી તિજોરીમાં રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

ગોમતી ચક્ર

સારા સ્વાસ્થ્ય અને સંપન્નતા માટે ધનતેરસના દિવસે 11 ગોમતી ચક્ર ખરીદવાનો અનેરો મહિમા છે. તેને ધનતેરસના દિવસે પીળા વસ્ત્રમાં બાંધીને તમારી તેજોરીમાં કે લોકરમાં રાખી શકો છો.

આ પણ વાંચો: Somnath Live darshan: સોમવારે ઘરે બેઠા કરો પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના લાઈવ દર્શન

સાવરણી

સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. એક માન્યતા છે કે જો ધનતેરસના દિવસે સાવરણી ખરીદવામાં આવે તો ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થાય છે. આ દિવસે ઝાડૂ ખરીદવાથી ઘરના દુ:ખ અને આર્થિક સંકટ દૂર થઇ જાય છે.

 ધનતેરસ (2 નવેમ્બર 2021) : કારતકમાસના કૃષ્ણપક્ષની તેરસને ધનતેરસ કહે છે. આ દિવસે ભગવાન ધનવંતરિની પૂજા કરવામાં આવે છે. આ વખતે આ તહેવાર 2 નવેમ્બર 2021ના રોજ શુક્રવારેછે. ભગવાન ધનવંતરિની કરવાથી અને લક્ષ્મીજીની પૂજા કરવાથી વૈભવ અને કિર્તીની પ્રાપ્તી થાય છે.

વેપાર સંબંધિત સામાન

ધનતેરસના દિવસે તમે વ્યવસાય સંબંધિત કોઈ સામાન ખરીદી શકો છો, જેમ કે રાઇટર પેન, આર્ટિસ્ટ બ્રશ અને વિદ્યાર્થીઓના પુસ્તકો વગેરે. આ દિવસે આ તમામ સામાનની પૂજા પણ કરવી જોઇએ. વેપારીઓએ આ દિવસે હિસાબ રજીસ્ટર અને એકાઉન્ટ ખોલીને રાખવું જોઇએ. આ રજીસ્ટરને તમારા ઘરની પશ્ચિમ દિશામાં રાખો.

ઈલેક્ટ્રોનિક વસ્તુઓ

ધનતેરસના દિવસે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ જેવી કે ફ્રીજ, ઓવન, મોબાઇલ ફોન, લેપટોપ વગેરે પણ ખરીદવા જોઇએ. આ તમામ સામાન ખરીદીને તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખી દો.

આ પણ વાંચો: જાણો ઘરમાં શંખ રાખવાથી શુ થશે ફાયદા, વાસ્તુ અને સ્વાસ્થ્યમાં શંખનાદનું અનોખું મહત્વ

વાસણ

ઘણા લોકો ધનતેરસના દિવસે વાસણ પણ ખરીદે છે. પરંતુ મોટા ભાગના લોકોને જાણકારી હોતી નથી કે કઇ ધાતના વાસણ ખરીદવા. જો તમને તેમા કોઇ શંકા છે તો તમને જણાવી દઇએ કે તમે પીત્તળના વાસણ ખરીદી શકો છો. તેને ઘરની પૂર્વ દિશામાં રાખી દો.

ધનતેરસના પર્વ પર સોના-ચાંદીની વસ્તઓ ખરીદવાની પરંપરા વર્ષો જૂની છે. જો તમે પણ સોના-ચાંદીની વસ્તુઓ ખરીદવાનું વિચારી રહ્યા છો તો અમુક વાતોનું ખાસ ધ્યાન રાખો.

સોનાના સિક્કા

જો તમે સોનાના સિક્કાઓ ખરીદી રહ્યા છો તો એવા સિક્કાની ખીરીદ કરો જેના પર માતા લક્ષ્મીનું ચિત્ર બનેલું હોય. જો તમે સોનાના સિક્કા ખરીદી શકતા નથી તો માતા લક્ષ્મીના કોઇ પણ ચિત્રનું પૂજન કરી શકો છો.

ચાંદીના સિક્કા

સોનાના સિક્કા દરેક વ્યક્તિ માટે ખરીદવા શક્ય નથી હોતા. તેથી જો તમે પણ સોનાની જગ્યાએ કંઇક બીજું ખરીદવાનું વિચારી રહ્યા છો તો ચાંદીના સિક્કાની ખરીદી કરવાથી પણ માતા લક્ષ્મીના આશીર્વાદ મળે છે. તમે તમારા પ્રિયજનોને પણ ચાંદીના સિક્કાઓ ભેટ સ્વરૂપે આપી શકો છો.

ઘરેણાં

સોના-ચાંદી કે કોઇ પણ પ્રકારના આભૂષણ ખરીદવાનો સૌથી શુભ સમય ધન તેરસનો દિવસ છે. આ દિવસે લોકો સોના-ચાંદીના અવનવા દાગીનાઓ ખરીદીને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવે છે.

આપને જણાવી દઇએ કે ધન તેરસના શુભ દિવસે દરવાજા પર સ્વસ્તિકનું એક ચિહ્ન બનાવવાથી પણ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.
Published by:kuldipsinh barot
First published:

Tags: Dhanteras, ધનતેરસ, ધર્મભક્તિ

આગામી સમાચાર