Dhanteras 2020 : ઘનતેરસના દિવસે કેમ યમરાજને કરવામાં આવે છે દીપદાન?

યમરાજ

આ બાબતે સ્કંદ પુરાણમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે ઘનતેરસના દિવસે યમરાજને દીપદાન કરવાથી કેવી રીતે અનેક મુશ્કેલીઓ દૂર થાય છે.

  • Share this:
    13 નવેમ્બર 2020 એટલે કે શુક્રવારે ધનતેરસનો (Dhanteras 2020) પાવન ઉત્સવ (Diwali 2020) ભારતભરમાં ઉજવાશે. મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ દિવસે ખાસ લક્ષ્મીજીથી (Laxmi) પૂજા અર્ચના કરવામાં આવે છે. પણ તમને જાણીને નવાઇ લગાશે કે આ દિવસની સંધ્યાએ યમરાજને ખાસ દીપદાન કરવામાં આવે છે. જેની પણ અનોખું મહત્વ હોય છે. કહેવાય છે કે આ દિવસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે.

    આ બાબતે સ્કંદ પુરાણમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે ઘનતેરસના દિવસે યમરાજને દીપદાન કરવાથી કેવી રીતે અનેક મુશ્કેલીઓ દૂર થાય છે. ઘનતેરસના પાવન દિવસે યમરાજને દીપદાન કરાય છે. આખા વર્ષેમાં ધનતેરસ અને કાળી ચૌદશના તહેવાર પર ખાસ મૃત્યુના દેવતા યમરાજને યાદ કરવામાં આવે છે. તેની પૂજા આ દિવસે થાય છે. અને તેમને યાદ કરતા દીપદાન કરવામાં આવે છે.

    આ દિવસે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. તેવી માન્યતા છે કે આમ કરવાથી યમરાજની કૃપા તમારા અને તમારા પરિવારને મળે છે. અને અકાળે મૃત્યુનો ભય ઓછો થાય છે.

    આ વર્ષે દીપદાનનું મુહૂર્ત સાંજે 5-45થી રાતના 8-05 સુધીનું છે. આ માટે તમે લોટથી બનાવેલા ચાર મુખ વાળો દીવો બનાવી તેમાં સરસિયું કે તેલનું તેલ ભરી ઘરની દક્ષિણ દિશામાં આ દીપો રાખવાનો છે. સાથે જ યમરાજને યાદ કરીને બે હાથ જોડીને આ દિવાને નમન કરજો.

    વધુ વાંચો : દિવાળીમાં રંગોળી બનાવતી વખતે ના કરતા આ ભૂલ

    ઉલ્લેખનીય છે કે ઘનતેરસના દિવસે જો કોરોના કાળ કે આર્થિક ભીંસના કારણે જો આ વખતે તમે સોનું કે ચાંદી ના લઇ શકતા હોવ તો તમે આ સિવાય વાસણ કે સાવરણી પણ ખરીદી શકો છો. જો કે તે વાતનું ખાસ ધ્યાન રાખજો કે આ સાવરણી તમે એકી સંખ્યા એટલે કે 1,3,5 એવી સંખ્યામાં ખરીદજો. ઘનતેરસના દિવસે સાવરણી ખરીદવાની અનોખી માન્યતા છે. સાથે તમે પિત્તળ, નવા સ્ટીલના વાસણ પણ આ દિવસે ખરીદી શકો છો. અને ધનતેરસની ખાસ ઉજવણી કરી શકો છો.

    Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતિ પર આધારિત છે ન્યૂઝ 18 ગુજરાતી તેની પુષ્ટી નથી કરતો. અમલ કરતા પહેલા જાણકારની સલાહ લેવી જરૂરી છે.
    Published by:Chaitali Shukla
    First published: