કેમ ઉજવવામાં આવે છે ધનતેરસ, જાણો તે દિવસનું શુભ મુહૂર્ત

News18 Gujarati
Updated: October 19, 2019, 3:29 PM IST
કેમ ઉજવવામાં આવે છે ધનતેરસ, જાણો તે દિવસનું શુભ મુહૂર્ત
પ્રતિકાત્મક તસવીર

જ્યોતિષ મુજબ ધનતેરસે શુભ મુહૂર્ત જોઈને કરેલી ખરીદી જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે છે.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : આ વર્ષે 25મી ઓક્ટોબર, શુક્રવારનાં દિવસે ધનતેરસનો (Dhan Teras) શુભ દિવસ છે. માન્યતા છે કે આ દિવસે ભગવાન ધનવંતરીનો જન્મ થયો હોવાથી એમની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે મા લક્ષ્મી અને ગણેશજીની પણ પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષ મુજબ ધનતેરસે શુભ મુહૂર્ત જોઈને કરેલી ખરીદી જીવનમાં અનેક ખુશીઓ અને સમૃદ્ધિ લઇને આવે છે. આ દિવસે વાસણથી લઇને ઘરેણાની ખરીદી કરવામાં આવે છે. જો આ દિવસે સારું મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે તો ઘરમાં ધનવર્ષા થઇ શકે છે.આવો જાણીએ કયા છે ધનતેરસ પૂજા માટેના શુભ મુહૂર્ત.

શુભ મુહૂર્ત

આ વખતે શુક્રવારે, 25મી તારીખે સાંજે 07.08થી રાત્રે 8.14 વાગ્યા સુધી તમે ધનતેરસની પૂજા કરી શકો છો.

આ પણ જુઓ : ધર્મ ભક્તિ: જાણો ખરાબ સમયના 10 લક્ષણો અને તેના ઉપાય વિશે

કેમ ઉજવવામાં આવે છે ધન તેરસ.ધનતેરસ કારતકની કૃષ્ણ ત્રયોદશીએ મનાવવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન અમૃત કળશને લઈને ધનવંતરી પ્રગટ થયા હતા. બે દિવસ બાદ માં લક્ષ્મીનું પ્રાગટ્ય થયુ હતુ. આ જ કારણે દિવાળી પહેલા બે દિવસે ધનતેરસ મનાવવામાં આવે છે. માન્યતા એવી પણ છે કે ધનતેરસે સવારે વહેલા સ્નાનાદી પતાવીને મહાલક્ષ્મીના મંદિરે દર્શન કરવા જાઓ. આ સાથે કમળનાં ફૂલ અર્પણ કરો. સફેદ રંગનો પ્રસાદ ધરાવો. આમ કરવાથી દેવી પ્રસન્ન થાય છે.
First published: October 19, 2019, 3:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading