Home /News /dharm-bhakti /

દેવશયની એકાદશી: કરો ભગવાન વિષ્ણુના આ 11 ઉપાય, થશે બેડો પાર

દેવશયની એકાદશી: કરો ભગવાન વિષ્ણુના આ 11 ઉપાય, થશે બેડો પાર

દેવશયની એકાદશી: કરો ભગવાન વિષ્ણુના આ 11 ઉપાય, થશે બેડો પાર

12 જુલાઈ 2019ના રોજ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી છે, જેને દેવશયની એકાદશી અથવા હરિશયની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શયન અવસ્થામાં ચાલી જાય છે

    12 જુલાઈ 2019ના રોજ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી છે, જેને દેવશયની એકાદશી અથવા હરિશયની એકાદશીના નામે ઓળખવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ શયન અવસ્થામાં ચાલી જાય છે, બીજા શબ્દોમાં આ દિવસથી દેવપ્રબોધિની એકાદશી સુધી ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરે છે. જો તમે આ દિવસે વ્રત રાખો તો અતિ ઉત્તમ છે. પરંતુ, જો ના રાખી શકો તો, કેટલીક સામાન્ય શુભ ગતિવીધીઓ કરી શકો છો.

    1 - પ્રાત કાળ સ્નાન કરી ભગવાન વિષ્ણુની સોના, ચાંદી, પીત્તળ અથવા તાંબાની મૂર્તિને પિતાંબરથી સજાવી સફેદ વસ્ત્રથી સજેલા તકીયા તથા પથારી બનાવી એક નાના પલંગ પર શયન કરાવો. આ સાથે જ કેટલીક ખાસ મનોકામનાઓ પૂર્તિ માટે આ મહિનામાં કેટલીક ચીજ વસ્તુના ત્યાગનું વ્રત લો.

    2 - દેવશયની એકાદશી પર દક્ષિણાવર્તી શંખમાં ગંગાજળ ભરીને તેનાથી ભગવાનનો અભિષેક કરો.

    3 - દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને ખીર, પીળા ફળ અથવા પીળા રંગની મિઠાઈનો ભોગ લગાવો.

    4 - જો તમે ધન લાભ ઈચ્છતા હોય તો, આ દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીની પૂજા કરો.

    5 - એકાદશીની સાંજે તુલસીની સામે ગાયના શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવો અને તુલસીના છોડને પ્રણામ કરો.

    6 - દેવશયની એકાદશી પર ગાયના કાચા દૂધમાં કેસર મિલાવી ભગવાન વિષ્ણુનો અભિષેક કરો

    7 - પીપળમાં ભગવાન વિષ્ણુનો વાસ માનવામાં હોય છે. તેથી એકાદશી પર પીપળના ઝાડ પર જળ ચઢાવો.

    8 - વિષ્ણુ ભગવાનના મંદિરમાં જઈ અન્ન (ઘઉં, ચોખા વગેરે) દાન કરો. બાદમાં તે ગરીબોને વહેંચી દો.

    9 - મધુર સ્વર માટે ગોળ, લાંબા આયુષ્ય માટે સરસોનું તેલ, શત્રુ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે સરસોનું તેલ અને મીઠુ તેલ, સંતાન પ્રાપ્તિ માટે દૂધ, પાપ મુક્તિ માટે ઉપવાસ.

    10 - સવારે-સવારે ઘરની સાફ-સફાઈ પશ્ચાત મુખ્ય દ્વાર પર હળદળવાળુ પાણી અથવા ગંગાજળનો છંટકાવ કરો. “ॐ नमो नारायणाय” અથવા “ॐ नमो भगवते वसुदेवाय नम:” મંત્ર 108 વખત અથવા એક તુલસીની માળાનો જાપ કરો. ઘરમાં ધન-ધાન્ય તથા લક્ષ્મી પ્રાપ્તી માટે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીને કેસર ભેળવેલા દૂધનો અભિષેક કરો.
    Published by:kiran mehta
    First published:

    Tags: 11 remedies, Devshayani ekadashi, Lord Vishnu, Make, Puja-vidhi

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन