Devshayani Ekadashi 2022: દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે. દેવશયની એકાદશીથી આવતા 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ નિદ્રામાં રહે છે. ત્યારપછી ભગવાન વિષ્ણુ કારતક માસની શુક્લની એકાદશી તિથિ એ જાગે છે. 4 મહિનાના આ સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે.
ધર્મ ભક્તિ ડેસ્ક: દેવશયની એકાદશી અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશી તિથિએ (Devshayani Ekadashi 2022) આવે છે. આ વખતે દેવશયની એકાદશી 10મી જુલાઈ 2022ના (10th July 2022) રોજ છે. એવામાં દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ શરૂ થાય છે. દેવશયની એકાદશીથી આવતા 4 મહિના સુધી ભગવાન વિષ્ણુ નિદ્રામાં રહે છે. ત્યારપછી ભગવાન વિષ્ણુ કારતક માસની શુક્લની એકાદશી તિથિ એ જાગે છે. 4 મહિનાના આ સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે.
આ સમય દરમિયાન લગ્ન, મુંડન, જનોઈ વગેરે જેવા શુભ કાર્યો કરી શકાતા નથી.
શુ તમે જાણો છો કે ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી સુઈ કેમ જાય છે? આવો જાણીયે તેનાથી સબંધિત રહસ્ય.
ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી કેમ ઊંઘે છે?
ચાતુર્માસને વર્ષાઋતુ માનવામાં આવે છે. આ સમય દરમિયાન સમગ્ર વિશ્વ પૂરની સમસ્યાનો સામનો કરી રહ્યું હોય છે.આ સમયે વિશ્વમાં વાર્ષિક આપત્તિ છે, અને વિશ્વ પોતાને નવેસરથી તૈયાર કરી રહ્યું છે. તેમજ આ સમય દરમિયાન સૂર્ય દક્ષિણ તરફ આગળ વધે છે અને કર્ક રાશિમાં પ્રવેશ કરે છે. કર્ક રાશિનું ચિન્હ કરચલો છે. એવું માનવામાં આવે છે કે કરચલો સૂર્યપ્રકાશ ખાય છે, જેના કારણે દિવસો ઓછા થવા લાગે છે.
એવું પણ માનવામાં આવે છે કે આ સમયે દુનિયામાં અંધકાર છવાયેલો રહે છે. ભગવાન વિષ્ણુ આ ગરબડને સંભાળવામાં એટલા થાકી જાય છે કે તેઓ 4 મહિના સુધી સૂઈ જાય છે. આ દરમિયાન ભગવાન વિષ્ણુ વિશ્વને સંભાળવાનું તમામ કાર્ય તેમના જુદા જુદા અવતારોને સોંપે છે.
ભગવાન વિષ્ણુ અષાઢ મહિનાની એકાદશીથી કારતક મહિનાની એકાદશી સુધી નિદ્રામાં રહે છે. આ ચાર મહિનામાં પૃથ્વીની ફળદ્રુપતા ઘટી જાય છે. ભગવાન વિષ્ણુ જેટલા દિવસ નિદ્રામાં રહે છે, એટલા દિવસ તેમનો અવતાર સમુદ્રમાં સંજીવની જડીબુટ્ટી તૈયાર કરે છે. જેથી પૃથ્વીને ફરીથી ફળદ્રુપ બનાવી શકાય.
ચાતુર્માસમાં કોઈ શુભ કાર્ય કેમ કરવામાં આવતું નથી?
અષાઢ મહિનાથી વરસાદની મોસમ શરૂ થાય છે. આ દરમિયાન લોકોને વરસાદ અને પૂરનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં શુભ કાર્ય કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. વરસાદની ઋતુને કારણે રોગોનું જોખમ નોંધપાત્ર રીતે વધી જાય છે. લોકોની બીમારીઓ સામે લડવાની ક્ષમતા ઘણી ઓછી થઈ જાય છે.
એવું માનવામાં આવે છે કે આ ચાર મહિનામાં નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઘણો વધી જાય છે અને સકારાત્મક શક્તિઓ નબળી પડવા લાગે છે. જેના કારણે કોઈ શુભ કાર્ય થઈ શકતું નથી.
દેવશયની એકાદશી પર ભગવાન વિષ્ણુને આ રીતે કરાવો શયન
આ દિવસે ભગવાન વિષ્ણુને શયન કરાવવા માટે પંચામૃતથી સ્નાન કરાવવામાં આવે છે. આ પછી અગરબત્તી અને દિવાથી પૂજા કરી ભગવાન વિષ્ણુને સુવડાવવા માટે પલંગ તૈયાર કરવો. સૂવા માટે પીળા રંગનું કપડું લાવીને ભગવાન વિષ્ણુને ઓઢાડવું. સાવન, શારદીય નવરાત્રી, કરવા ચોથ, દીપાવલી અને છઠ પૂજા જેવા ઉપવાસ અને તહેવારો ભગવાન વિષ્ણુના સૂવાના સમયે આવે છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર