Home /News /dharm-bhakti /Panchmahal: નવરાત્રિમાં પાવાગઢ જતા શ્રધાળુઓ આ સમયે કરી શકશે માં ના દર્શન

Panchmahal: નવરાત્રિમાં પાવાગઢ જતા શ્રધાળુઓ આ સમયે કરી શકશે માં ના દર્શન

નવરાત્રીના દિવસોમાં પાવાગઢ મંદિરનો મહિમા ખુબ વધી જતો હોય છે, આ વર્ષે નવરાત્રીમાં રોજના ૫ લાખથી વધુ માઈભક્તો પાવાગઢની મુલાકાત લેશે તેવો અંદાજ મૂકી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

નવરાત્રીના દિવસોમાં પાવાગઢ મંદિરનો મહિમા ખુબ વધી જતો હોય છે, આ વર્ષે નવરાત્રીમાં રોજના ૫ લાખથી વધુ માઈભક્તો પાવાગઢની મુલાકાત લેશે તેવો અંદાજ મૂકી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

    Prashant Samtani, Panchmahal:  તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા મહાકાળીના નવનિર્મિત શિખમંદિર પર ધ્વજારોહન કરી ભાવિભકતો માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. મંદિરના નવનિર્માણ બાદ જાણે ભક્તોની આસ્થા પહેલાથી બેવડાઈ ગઈ હોય તેમ લાખ્ખોની સંખ્યામાં દર્શન અર્થે ભાવિભકતો પાવાગઢની મુલાકાત લેવા આવી રહ્યા છે.નવરાત્રીના દિવસોમાં પાવાગઢ મંદિરનો મહિમા ખુબ વધી જતો હોય છે, આ વર્ષે નવરાત્રીમાં રોજના ૫ લાખથી વધુ માઈભક્તો પાવાગઢની મુલાકાત લેશે તેવો અંદાજ મૂકી તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

    પચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા પાવાગઢ માંકાળી મંદિર ૫૦૦ વર્ષ પછી શિખમંદિરનું નવનિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે. નવનિર્માણ થયા બાદ નવનિર્મિત મંદિરને નિહાળવા તેમજ માતાજીના દર્શેને આવતા શ્રધાળુઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે.



    હાલ શરુ થનાર નોરતા માં શ્રધાળુઓને દર્શન કરવામાં સરળતા રહે તેમજ કોઈ અવ્યવસ્થા ના સર્જાય તે માટે પાવાગઢ મંદિર ટ્રસ્ટ તેમજ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અગાઉની નવરાત્રી દરમિયાન ૧૦ થી ૧૨ લાખ શ્રધાળુઓ માતાજીના દર્શન કરવા આવતા હતા, પણ આ વર્ષે મંદિર ના નવનિર્માણ કાર્ય બાદ શ્રધાળુઓનો ઉત્સાહ અને મહાકાળી માતા પ્રત્યે નો ભક્તિભાવ જોઈ રોજના આશરે ૫ લાખ દર્શનાર્થીઓ પાવાગઢની મુલાકાત લેશે તેઓ અંદાજ મુકવામાં આવ્યો છે.



    આવો જાણીએ આસો નવરાત્રીમાં મહાકાળી મંદિરમાં માતાજીના દર્શનનો સમય:

    ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૨ થી ૧ ઓક્ટોબર ૨૦૨૨ સુધીના દિવસો દરમિયાન મંદિર ખુલવાનો સમય સવારના ૫ કલાકથી રાતના ૮ કલાક સુધી .

    ૨ ઓક્ટોબર ૨૦૨૨ અને ૩ ઓક્ટોબર ૨૦૨૨ ના દિવસો દરમિયાન મંદિર ખુલવાનો સમય સવારના ૪ વાગ્યા થી રાતના ૮ વાગ્યા સુધી

    ૪ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર ૨૦૨૨ સુધીના દિવસો દરમિયાન મંદિર ખુલવાનો સમય સવારના ૫ કલાકથી રાતના ૮ કલાક સુધી.

    ૯ ઓક્ટોબર પૂનમના રોજ મંદિર ખુલવાનો સમય સવારે ૩ કલાક થી રાતના ૮ કલાક સુધી.

    આ વર્ષે નવરાત્રીમાં અંદાજીત ૫૦ લાખથી વધુ શ્રધાળુઓ માતાજીના દર્શનાર્થે આવવાનો અંદાજ હોવાના ભાગરૂપે પાર્કિંગની વ્યવસ્થા નવરાત્રીમાં ડુંગર નજીક ઉભી કરવામાં આવશે.નવરાત્રી દરમિયાન તળેટીથી માંચી સુધી એસટી સેવા શરુ કરી યાત્રાળુઓને લઇ જવાની સુવિધા પણ કરવામાં આવનાર છે. પાવાગઢ ખાતે નવીન મંદિર,શિખર ધ્વજારોહન, કોરીડોર તથા માંચીમાં બનાવેલ ચાંચર ચોકમાં લોકો સરળતાથી ફરી શકે તે માટે રોપવે રાત્રી ના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નવરાત્રી દરમિયાન ભક્તોનો ઘસારો દર વર્ષ કરતા વધુ હોવાથી આ વર્ષે આશરે ૬૦ ટન સુખડી પ્રશાદ વેચવાનો અંદાજ લગાવામાં આવ્યો છે. પાવાગઢ મંદિરની આજુબાજુના વેપારીઓમાં પણ નવરાત્રીને લઈને સારો વેપાર થવાની શક્યતાઓ દેખાતા ખુશીનો માહોલ જોવા મળી શાહ્યો છે.
    Published by:Santosh Kanojiya
    First published:

    Tags: Celebrations, Devotees, Navratri 2022, Panchmahal

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन