બૃહસ્પતિ દેવ એટલે કે ગુરૂને પ્રસન્ન કરવા આ 5 વસ્તુઓથી કરો પૂજન

બ્રહસ્પતી દેવ

આ 5 વસ્તુથી પૂજા કરવાથી દેવ-ગુરુ બૃહસ્પતિ આપણી પર પ્રસન્ન થાય છે પીળાં ફૂલ, પીળા ચોખા, પીળાં કપડાં, પીળી ધાતુથી પૂજા કરવાથી દેવ-ગુરુ બૃહસ્પતિ આપણી પર પ્રસન્ન થાય છે.

 • Share this:
  ધર્મ ડેસ્ક : જ્યોતિષીઓની દષ્ટિએ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, બૃહસ્પતિ, શુક્ર, શનિ, રાહુ, કેતુ વગેરે ગ્રહો પૃથ્વી સાથે જોડાયેલી દરેક વ્યક્તિને અસર કરે છે. મનુષ્ય જ્યારે પોતાના જન્મસ્થાનમાં પ્રથમ શ્વાસ લે છે ત્યારથી જ ગ્રહોની ઊર્જા તેના ઔરા સાથે નિશ્ચિત રીતે જોડાઈ જાય છે. જ્યાં સુધી વ્યક્તિનું વર્તમાન શરીર આ પૃથ્વી પર નિવાસ કરે છે ત્યાં સુધી આ ઊર્જા તેની સાથે જોડાયેલી રહે છે. એટલે આપણું જીવન પર આ ગ્રહો પર આધાર રાખે છે. જુદા જુદા ગ્રહોની પૂજા કરવાથી તેમની પાસેથી જુદી જુદી શક્તિ-પુણ્ય મળે છે.

  આ બધા ગ્રહોમાંથી દેવોના ગુરુ બૃહસ્પતિને એક શુભ ગ્રહ માનવામાં આવે છે. ગુરુવારે ભગવાન વિષ્ણુ અને સાંઇબાબાનો દિવસ મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ અને સાંઇબાબા બંનેને પીળા રંગ ખૂબ જ
  પસંદ છે. જ્યોતિષીઓની દષ્ટિએ તમામ ગ્રહોની સરખામણીમાં બૃહસ્પતિને શુભ ગ્રહ માનવામાં આવે છે. તેઓ બીજા બધા ગ્રહોના ગુરુ તરીકે પણ ઓળખાય છે. ગુરુવારે પૂજામાં પીળા ફૂલ, હળદર, પીળા અનાજનો સમાવેશ કરવો જોઈએ. આમ કરવાથી ગુરુ બૃહસ્પતિ ખૂબ ખુશ થાય છે. તેઓ સાચા ભક્તોની દરેક પ્રાર્થના પૂરી કરે છે.

  ગુરુ બૃહસ્પતિની પાંચ પ્રિય વસ્તુઓ

  જાસ્મિનનું ફૂલ- જ્યોતિષવિદ્યા મુજબ, દેવ-ગુરુ બૃહસ્પતિનું સ્થાન સૌથી ઊંચું છે, એથી બધા ગ્રહોમાં તેમનું પ્રથમ સ્થાન છે. તેમનું પ્રિય ફૂલ જાસ્મિન છે. આ ફૂલથી પૂજા કરવાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે.

  પીળો રંગનાં કપડાં અને ખાવાની મીઠાઈ- આ દિવસે પીળા રંગની ખાવાની વસ્તુ અને પહેરવાની વસ્તુઓથી આપણને ખૂબ લાભ થાય છે. આ દિવસે પીળા રંગની મીઠાઈ જરૂર ખાઓ. આનાથી તમારું આરોગ્ય સારું રહેશે, આર્થિક
  સ્થિતિ સારી રહેશે અને સફળતા પ્રાપ્ત થશે. બુદ્ધિનો વિકાસ પણ ઝડપથી થશે, સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધશે. જે પુરુષો અને સ્ત્રીઓને લગ્નમાં વિધ્ન આવતા હોય છે તેઓ પીળા રંગના દાગીના અને કપડા પહેરે તો તેમને લાભ થશે.

  ચણાની દાળ- ગુરુ બૃહસ્પતિની પૂજામાં ચણાની દાળ અત્યંત મહત્વની માનવામાં આવે છે. આ દિવસે ચણાની દાળ અને ચોખા ભેગા કરી ખીચડી બનાવી એનો ભોગ ગુરુ બૃહસ્પતિ ધરાવવાથી અને એનો પ્રસાદ ખાવાથી પુણ્ય મળે છે.

  પીળા રંગનો ઇન્દ્રનીલ મણિ- બહુમૂલ્ય હીરા, જવેરાતોમાં પીળા રંગના ઇન્દ્રનીલ મણિ ગુરુ બૃહસ્પતિને ખૂબ પ્રિય છે. આ દિવસે એને ધારણ કરવાથી સુખ-સમૃદ્ધિમાં વધારો થાય છે.

  પ્રિય ધાતુ- ગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે સોના, તાંબું અને કાંસાની ધાતુઓની ખરીદી કરવાથી અને એનું દાન કરવું શુભ માનવામાં આવે છે.
  Published by:Margi Pandya
  First published: