Home /News /dharm-bhakti /Dev Diwali 2022: દેવ દિવાળી પર અજમાવો આ ચાર વાસ્તુ ટીપ્સ, નાણાં સબંધિત કામોમાં થશે લાભ

Dev Diwali 2022: દેવ દિવાળી પર અજમાવો આ ચાર વાસ્તુ ટીપ્સ, નાણાં સબંધિત કામોમાં થશે લાભ

દેવ દિવાળી પર કરો આ ઉપાય

Dev Diwali 2022: આ વર્ષે દેવ દિવાળી 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે દેવ દિવાળીના દિવસે દેવતાઓ દિવાળી ઉજવવા દેવલોકથી પૃથ્વી પર આવે છે. જો આ દિવસે પાંચ ખાસ ઉપાય કરવામાં આવે તો તમને ધન-વ્યવસાયના મોરચે ઘણો લાભ મળી શકે છે.

વધુ જુઓ ...
દેવ દિવાળીનો તહેવાર દર વર્ષે કારતક માસની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. દેવ દિવાળી પર પવિત્ર નદીઓમાં સ્નાન અને દાનનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. એવું કહેવાય છે કે આ દિવસે દેવતાઓ દિવાળી મનાવવા કાશીના ગંગા ઘાટ પર ઉતરે છે. એટલા માટે આ દિવસે કાશીમાં ગંગા નદીના ઘાટોને દીવાઓથી શણગારવામાં આવે છે. આ વખતે દેવ દિવાળીનો તહેવાર 8 નવેમ્બરે ઉજવવામાં આવશે. આ ખૂબ જ સંયોગની વાત છે કે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ પણ આ દિવસે જ થવાનું છે. દેવ દિવાળીને ભારતમાં ખાસ કરીને ઉત્તર ભારતમાં ખુબ જ ધામધૂમથી ઉજવાય છે. કાર્તકી પૂર્ણિમા તરીકે પણ આ દિવસ પ્રચલિત છે. દરેક સમાજના લોકો પોતપોતાની આગવી રીતે આ તહેવાર ઉજવે છે.

ચાલો તમને દેવ દિવાળી માટે એવી પાંચ ટીપ્સ જણાવીએ, જેનાથી તમને નોકરી-વ્યવસાયમાં ઘણો ફાયદો થઈ શકે છે.

માટીના દીવામાં લવિંગ નાંખો


લવિંગ કોઈપણ પૂજા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દેવ દિવાળીના દિવસે લોટ કે માટીનો દીવો બનાવી તેમાં 7 લવિંગ નાંખીને પ્રગટાવો. આ ઉપાય કરવાથી તમારા ઘરમાં સુખ-શાંતિ બની રહેશે.

આ પણ વાંચો: ચંદ્ર ગ્રહણના કારણે બદલાઇ જશે દેવ દિવાળીની તારીખ, આ છે સાચી તિથિ અને શુભ મુહૂર્ત

ઘરમાં તુલસીનો છોડ લગાવો


તુલસી હિન્દૂ ધર્મમાં સૌથી પવિત્ર છોડ ગણાય છે. તેને દરરોજ પૂજવાનું મહત્વ પણ છે. દિવાળીના દિવસે ઘરમાં કે ઘરની આસપાસ તુલસીનો છોડ લગાવવો પણ ખૂબ જ ફાયદાકારક કહેવાય છે. ભગવાન વિષ્ણુને તુલસી ખૂબ જ પ્રિય છે. આ મહિનામાં તુલસી-શાલિગ્રામના વિવાહ પણ કરવામાં આવે છે, જે વિષ્ણુનું સ્વરૂપ છે.

વિષ્ણુની પ્રતિમા પર 11 તુલસીના પાન ચડાવો


દેવ દિવાળીના દિવસે ભગવાન વિષ્ણુની મૂર્તિ પર 11 તુલસીના પાન બાંધો. આ ઉપાય કરવાથી તમારા જીવનમાં ચાલી રહેલી તમામ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે.

આ પણ વાંચો: Dev Uthani Ekadash: દેવઉઠી અગિયારસ પર કરો આ પાંચ સરળ ઉપાય, લક્ષ્મીની કૃપાથી વધશે સુખ સમૃદ્ધિ

તુલસી પર પીળું કપડું બાંધવું


દેવ દિવાળીના દિવસે તુલસીના છોડ પર પીળું કપડું બાંધવાથી વેપાર અને નોકરીમાં પ્રગતિની સંભાવનાઓ છે. આ ઉપાયો કરવાથી કરિયર, બિઝનેસમાં ધનલાભ થવાની સંભાવના વધે છે.


દીપ દાનનું મહત્વ


દેવ દિવાળી પર ગંગા નદી અથવા અન્ય પવિત્ર નદીઓમાં દીપ દાન કરવાનું પણ ઘણું મહત્વ છે. એવી માન્યતાઓ છે કે આ દિવસે ગંગા નદીના કિનારે દીવો કરવો એ દેવતાઓ સાથે દિવાળી મનાવવા સમાન છે. અન્ય નદીઓ પર પણ આ દિવસે દીવો પ્રગટવવાનું મહત્વ છે.
Published by:Damini Patel
First published:

Tags: Dev diwali, Dharm Bhakti, Vastu tips

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन