દેવ દિવાળીઃ આ છે દીવો પ્રગટાવવાની સાચી રીત, બાળકો અને સ્વાસ્થ્ય માટે લાભદાયી

News18 Gujarati
Updated: November 11, 2019, 11:28 PM IST
દેવ દિવાળીઃ આ છે દીવો પ્રગટાવવાની સાચી રીત, બાળકો અને સ્વાસ્થ્ય માટે લાભદાયી
પ્રતિકાત્મક તસવીર

પ્રદોષ કાળ દરમિયાન ભગવાનની પૂજા થાળીમાં દીવો પ્રગટાવીને કરો. દેવ દિવાળીના દિવસે ઘીના દીવા અથવા તલના તેલના દીવા પ્રગટાવવાનો નિયમ છે.

 • Share this:
ન્યૂઝ18ગુજરાતીઃ કારતક માસ અમાસે મનાવાતી મુખ્ય દિવાળીના 15 દિવસ બાદ દેવ દિવાળીનો (Dev Diwali) તહેવાર આવે છે. જે કારતક મહિનાની પૂનમના (Poonam) દિવસે મનાવવામાં આવે છે. માન્યતા અનુસાર દેવઉઠી અગિયારસના ચાર મહિના બાદ ભગવાન વિષ્ણુ નિન્દ્રાથી જાગે છે, અને તેનાથી જ પ્રસન્ન થઇને બધા દેવી દેવતાઓ સ્વર્ગથી આવીને શિવજીની પ્રિય નગરી કાશીમાં ગંગા મૈયાના તટ પર દીવો પ્રગટાવીને ઉત્સવ મનાવે છે. પરંતુ અહીં તમને જણાવીશું કે દીવો કેવી રીતે અને ક્યાં પ્રગટાવવો. સાચી રીતે દીવો પ્રગટાવવાથી કેવાં ફાયદા થાય છે એ પણ અહીં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ-દેવ દિવાળીઃ આટલી બાબતોનું અચૂક ધ્યાન રાખવાથી વધુ પુણ્ય મળશે, જાણો પૂજાનું મૂહુર્ત

કેવી રીતે અને ક્યાં દીવો પ્રગટાવશો?


 • પ્રદોષ કાળ દરમિયાન ભગવાનની પૂજા થાળીમાં દીવો પ્રગટાવીને કરો.

 •  દેવ દિવાળીના દિવસે ઘીના દીવા અથવા તલના તેલના દીવા પ્રગટાવવાનો નિયમ છે. આવું કરવું સારું છે.
 • કાર્તિક પૂર્ણિમા ઉપર દીવો પ્રગટાવતી વખતે દીવો પૂર્વ તરફ હોવો જોઈએ. ધ્યાનમાં રાખો કે દીવો પ્રગટાવતી વખેત, માથા ઉપર કોઈ કાપડ ન મૂકશો.

 • દિવાળીના દિવસે જે કોઈપણ છ મુખી દીવો પ્રગટાવે તે ગુણવત્તાયુક્ત બાળકો મેળવે છે. તેનું બાળક સંસ્કારી અને આજ્ઞાકારી બને છે.


આ પણ વાંચોઃ-આ 4 સરળ ટિપ્સ જે પથરીની સમસ્યાથી આપશે છુટકારો

 • ત્રિમુખી દીવો પ્રગયાવવાની કોઈની આંખોમાં નુકસાન થતું નથી.

 • દેવ દિવાળીના દિવસે ગંગા સ્નાનનું વિશેષ મહત્વ છે

 • આ દિવસે ઘરમાં તુલસીના છોડ પાસે દીવો કરવો શુભ માનવામાં આવે છે.

 • આ દિવસે શિવલિંગ ઉપર દીવો કરવો જોઈએ. કારણકે આમ કરવાથી વ્યક્તિને ભગવાન શિવના આશીર્વાદ મળે છે અને જીવન પીડા મુક્ત બને છે.

 • દેવદિવાળીના દિવસે પૂજા કરવાથી એક સાથે તેત્રીસ કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અને જન્મ જન્માંતરના પાપનો નાશ થાય છે.


આ પણ વાંચોઃ-ડાયટિંગ કર્યા વગર જ ઓછું થશે વજન, આ બાબતોનું નિયમિત રીતે પાલન કરો

મુહૂર્તનો સમયઃ-
તારીખ 12-11-2019ના રોજ દેવદિવાળીના દિવસે સવારે પ્રદોષ કાળ મુહૂર્ત 5:11- 7:48 મિનિટ સુધી રહેશે. ધાર્મિક રીતે આ તહેવાર હિન્દુઓ માટે મહત્વનો ગણવામાં આવે છે.
First published: November 11, 2019, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading