ભારત સિવાય આ પાંચ દેશમાં પણ ધામધૂમથી મનાવવામાં આવી રહી છે જન્માષ્ટમી

વિદેશમાં જન્માષ્ટમીની ધામધૂમથી ઉજવણી

ભગવાન શ્રીકૃષ્ણની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં. પરંતુ અન્ય કેટલાએ દેશોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને અહીં કૃષ્ણ મંદિર પણ છે

 • Share this:
  જન્માષ્ટમી હિંદુઓના પ્રમુખ તહેવારમાંથી એક છે. પૂરા દેશના ખૂણે-ખૂણામાં તેને ધૂમ-ધામથી મનાવવામાં આવે છે. પરંતુ, શું તમને ખબર છે કે ભગવાન શ્રીકૃષ્ણની લોકપ્રિયતા માત્ર ભારત જ નહીં. પરંતુ અન્ય કેટલાએ દેશોમાં પણ ભગવાન શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવે છે અને અહીં કૃષ્ણ મંદિર પણ છે.

  ન્યૂઝિલેન્ડ : ન્યૂઝિલેન્ડના ઓકલેન્ડ શહેરમાં ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાનું લોકપ્રિય મંદિર સ્થિત છે. જન્માષ્ટમીના દિવસે તેની સુંદરાત જોવા જેવી છે. જન્માષ્ટમીએ મધ્યરાત્રીએ મંદિરની રોશની, પ્રાર્થના અને ભક્તિ સંગીત કાર્યક્રમ થાય છે. ન્યુઝિલેન્ડમાં રહેતા ભારતીયોમાં સૌથી વધારે લોકો ઓકલેન્ડ શહેરમાં જ રહે છે. વર્તમાનમાં આ દેશની 4 ટકા આબાદી ભારતીય છે.

  કેનેડા : કેનેડામાં સૌથી વધારે ભારતીય રહે છે. અહીં સ્થિત રિચમંડ હિલ હિન્દુ મંદિરમાં, તમે જન્માષ્ટમી એટલે કે આજે તહેવાર સંબંધીત સંગીત સમારોહનો આનંદ લઈ શકો છો. અડધી રાત્રે અહીંની શંખ ધ્વની અને ફૂલોની મનમોહક સુગંધ તમને એક અલગ જ દુનિયામાં લઈ જશે.  મલેશિયા : મલેશિયાના કુઆલાલમ્પુરમાં ભારતીય સમુદાયના લોકો ડ્રામા, નાચ ગાન સાથે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવી રહ્યા છે. આજે પૂજા બાદ મળનારો પ્રસાદ ખાઓ તો તમે આંગળી ચાટતા રહી જાઓ.

  પેરિસ : સિટી ઓફ લાઈટ્સ પેરિસમાં જન્માષ્ટમીનો ઉત્સવ! કોઈને વિચાર પણ ન આવે. પરંતુ તમને જણાવી દઈએ કે, જન્માષ્ટમીના દિવસે આ શહેરમાં સ્થિત રાધા પેરિસીસવારા મંદિરમાં ખૂબ ધામધૂમથી ભગવાન શ્રીકૃષ્ણનો જન્મદિવસ મનાવવામાં આવી રહ્યો છે.

  સિંગાપુર :સિંગાપુરના માર્કેટમાં જ્યારે તમને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિઓ હિંચકામાં ઝૂલતી, વાંસળી વગાડતી દેખાય તો તમને વિશ્વાસ જ ન થાય કે તમે કોઈ બીજા દેશમાં છો. અહીં સ્થિત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરમાં જન્માષ્ટમીના દિવસે ગજબની રોનક જોવા મળે છે.
  Published by:kiran mehta
  First published: