વાત છેક સુધી આવીને અટકી જાય છે? તો કરો શીઘ્ર વિવાહના ઉપાયો

News18 Gujarati
Updated: April 27, 2018, 10:51 AM IST
વાત છેક સુધી આવીને અટકી જાય છે? તો કરો શીઘ્ર વિવાહના ઉપાયો
મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાં

મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાં

  • Share this:
ધર્મડેસ્ક: ઘણી વખત એવું બને છે કે લગ્ન વાત છેક સુધી આવીને અટકી જાય. આપણને લાગે કે આ પાત્ર સાથે તો હવે મેળ પડી જ ગયો છે પણ એવાં કંઇક સમય  સંજોગ અને પરિસ્થિતિ સર્જાઇ જાય છે કે વાત લગ્ન સુધી પહોંચતી જ નથી. લગ્નમાં વિલંબ, સગાઇભંગ જેવા પ્રશ્નો જીવનમાં આવતા રહે છે. ઘણી વખત યુવક યુવતી ગમે તેટલાં સંપૂર્ણ હોય, સર્વગુણ સંપન્ન હોય છતા પણ તેમનો વિવાહ નક્કી થવામાં સમય લાગે છે.

એવામાં લાલ કિતાબમાં લખેલા આ ઉપાયો તમને શીઘ્ર વિવાહ થાય તે માટે  મદદ કરશે..

-મંગળવારના દિવસે સાબુદાણા અને મસુરની દાળ શિવમંદિરમાં દાન કરવી.

-ગરીબોને વસ્ત્ર તથા મીઠાઈનું દાન કરવું.
-મંગળવારના દિવસે સિદ્ધ કુંજનિકા સ્તોત્રનો પાઠ કરવો.
-અમાસના દિવસે પિતૃઓનું પૂજન કરવું.-પોતાના પૈતૃક ઘરમાં દરરોજ સવારે પાણિયારે ઘીનો દીવો કરવો.
- ખેરનાં લાકડાંના ૧૦૮ નાના ટુકડા કરવા. આ લાકડાં અને ગાયના ઘીની આહુતિ યજ્ઞામાં નીચેનો મંત્ર બોલતાં બોલતાં આપવાથી લગ્નસંબંધી પ્રશ્નોનું નિરાકરણ
આવી જશે. મંત્રઃ હ્રીં મહા માયાયૈ નમઃ ।
-મંગળવારના દિવસે લાલ કપડું લેવું. કપડામાં ૧૧ સોપારી મૂકવી અને ‘ૐ ગં ગણપતયે નમઃ ।’ મંત્રના જાપ કરવા. દરરોજ અગિયાર કે એકવીસ માળા જાપ કરવાથી લાભ થાય છે.
-શનિવારના દિવસે એક પાત્ર લેવું. તેમાં તેલ ભરવું અને પોતાનું પ્રતિબિંબ જોવું. ત્યારબાદ તેલના પાત્ર સહિત હનુમાનજીના મંદિરે દાન કરવું.
-બીલી વૃક્ષનું મૂળ ‘ૐ નમઃ શિવાય ।’ મંત્રની માળા કરી અભિમંત્રિત કરી ગળામાં ધારણ કરવું.
First published: April 27, 2018, 10:51 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading