Home /News /dharm-bhakti /કીર્તનની ધૂન પર હરણ નાચવા લાગ્યું, વીડિયો જોઇ તમે પણ કહેશો- આ તો કૃષ્ણમૃગ છે!
કીર્તનની ધૂન પર હરણ નાચવા લાગ્યું, વીડિયો જોઇ તમે પણ કહેશો- આ તો કૃષ્ણમૃગ છે!
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. (Pic -Twitter/susantananda3)
Blackbuck Video: કાળિયાર કીર્તનનો આનંદ લેતો વીડિયોઃ 27 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે મંજીરા વગાડતી વખતે બે કેટલાક લોકો સાથે બાળકોનું ગ્રુપ આનંદથી નાચી રહ્યું છે.
નવી દિલ્હી: તમે ક્યારેય હરણને ભજન કીર્તનની ધૂન પર નાચતા જોયું છે? જો ના જોયું હોય તો એકવાર આ વીડિયો જોય લો. જી હા આ વાયરલ વીડિયોને એક IFS ઓફિસરે પોસ્ટ કર્યો હતો અને લખ્યું હતું - એક કાળુ હરણ બાળકો સાથે કીર્તનનો આનંદ માણી રહ્યું છે. આ વીડિયોને ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
અધિકારીએ તેને વોટ્સએપ ફોરવર્ડ ગણાવ્યું છે. 27 સેકન્ડના આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે બે પુખ્ત વયના લોકો સાથે બાળકોનું એક ગ્રુપ મંજીરા વગાડતી વખતે આનંદથી ઝૂલી રહ્યું છે. ત્યાં જ તેની પાસે એક કાળુ હરણ ઊભું છે, જે તેની જગ્યાએ જોરજોરથી કૂદી રહ્યું છે.
આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર શેર કરવામાં આવી રહ્યો છે. જેને ભારતીય વન સેવા અધિકારી (IFS) સુશાંત નંદા દ્વારા ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવ્યો હતો - ભારતમાં કાળા હરણને કૃષ્ણમૃગ, કૃષ્ણનું હરણ તરીકે ઓળખવામાં આવે છે. હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, કાળિયાર ભગવાન કૃષ્ણના રથને ખેંચે છે. કદાચ આ જ કારણ છે કે તેઓ બાકીના ભક્તોની જેમ પૂરા દિલથી કીર્તનનો આનંદ માણી રહ્યા છે.
આ ક્લિપને અત્યાર સુધીમાં 64 હજારથી વધુ વ્યૂઝ અને 1800થી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ ઉપરાંત લોકો સતત તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. જેમ કે એક વ્યક્તિએ કહ્યું કે તે પાલતુ હરણ હશે, જ્યારે બીજાએ કહ્યું કે તે ખૂબ જ સુંદર વીડિયો છે.વીડિયો જોવા અહીં ક્લિક કરો...
It’s not without a reason that BlackBucks are called krishnasaar, krishna jinka, & krishna mriga in India…
According to Hindu mythology, the blackbuck draws the chariot of Lord Krishna.