Home /News /dharm-bhakti /Swapna Shastra: સ્વપ્નમાં પોતાનું અથવા પ્રિયજનનું મૃત્યુ દેખાવું શુભ છે કે અશુભ? અહીં જાણો શું છે તેનો અર્થ
Swapna Shastra: સ્વપ્નમાં પોતાનું અથવા પ્રિયજનનું મૃત્યુ દેખાવું શુભ છે કે અશુભ? અહીં જાણો શું છે તેનો અર્થ
સ્વપ્નમાં પોતાનું અથવા પ્રિયજનનું મૃત્યુ શું સૂચવે છે?
રામાયણ કાળમાં પણ ભગવાન રામે પોતાના પિતા દશરથના મૃત્યુ સમયે અશુભ સ્વપ્ન જોઈને કંઈક ખરાબ થવાનું અનુમાન (Dream Astrology) લગાવ્યું હતું. આ ઉપરાંત રાવણને મૃત્યુ પહેલા સપનામાં પણ અશુભ સંકેત મળ્યા હતા. ત્યારે મૃત્યુ સાથે જોડાયેલા સપના (Death in Dream) વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
લોકોને સારા અને ખરાબ એમ બંને રીતના સપના આવતા હોય છે. સપના ભવિષ્યમાં બનનારી ઘટના અંગે સંકેત આપતા હોવાનું કહેવાય છે. સ્વપ્નશાસ્ત્ર (Swapna Shastra Signs) અનુસાર, સપના ભવિષ્ય વિશે ચેતવણી આપે છે. વર્ષોથી સપનાને ભવિષ્યની ઘટનાઓ સાથે જોડવામાં આવ્યા છે.
રામાયણ કાળમાં પણ ભગવાન રામે પોતાના પિતા દશરથના મૃત્યુ સમયે અશુભ સ્વપ્ન જોઈને કંઈક ખરાબ થવાનું અનુમાન (Dream Astrology) લગાવ્યું હતું. આ ઉપરાંત રાવણને મૃત્યુ પહેલા સપનામાં પણ અશુભ સંકેત મળ્યા હતા.
ત્યારે મૃત્યુ સાથે જોડાયેલા સપના (Death in Dream) વિશે અહીં જાણકારી આપવામાં આવી છે.
મૃત્યુના સુખદ સ્વપ્નો
સ્વપ્નશાસ્ત્ર મુજબ જરૂરી નથી કે મૃત્યુનું સપનું હંમેશા ખરાબ જ હોય. આ સપના ક્યારેક શુભ સંકેતો પણ આપે છે. તમે સપનામાં તમારા મૃત્યુને જુઓ તો તે શુભ માનવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમને ટૂંક સમયમાં ભાગ્યનો સાથ મળશે. બીજી તરફ જો કોઈ બીમાર વ્યક્તિ સપનામાં પોતાના મૃત્યુને જુએ છે તો તેનો અર્થ એ છે કે તેની સ્થિતિમાં સુધારો થવાનો છે.
આ સિવાય જો કોઈ વ્યક્તિ પોતાના મૃત્યુના સપનામાં ઉડતી વખતે મૃત્યુને જુએ તો તેનો અર્થ એ છે કે તમારી ચિંતાઓ દૂર થવાની છે. બીજી બાજુ સપનામાં પ્રિયજનનું મૃત્યુ જોવુ હોય તો તેનો અર્થ એ છે કે તેમનું જીવન લાંબુ હશે. આ સિવાય સપનામાં પૈસા જોવાનો અર્થ એ છે કે તમને ધનલાભ થવાનો છે.
જો તમે સપનામાં કોઈ મૃત વ્યક્તિને જુઓ તો તેનો અર્થ એ છે કે તે વ્યક્તિ પોતાની અધુરી ઇચ્છાઓ પૂરી કરવા માંગે છે. આ સિવાય સપનામાં કોઈ મૃત વ્યક્તિ સાથે વાત કરવાનો અર્થ એ છે કે, તમારી કોઈ ઈચ્છા પૂરી થવાની છે અથવા તમને વેપારમાં લાભ મળી શકે છે. મૃત પરિવારને સળગતો જોવાનો અર્થ એ છે કે તમારી મુશ્કેલીઓ ટૂંક સમયમાં સમાપ્ત થવાની છે.
મૃત્યુના અશુભ સપના
સ્વપ્ન શાત્ર અનુસાર, સપનામાં આત્મહત્યા જોવી અશુભ માનવામાં આવે છે, તેનો અર્થ એ છે કે તમે કોઈ મુશ્કેલીમાં પડવા જઈ રહ્યા છો અથવા તમને કોઈ બીમારી થઈ શકે છે. આ ઉપરાંત સપનામાં ભૂત જોવું પણ ભવિષ્યમાં આવનારી કોઈ મોટી સમસ્યાના સંકેત છે.
હત્યા થતી જુઓ તો શું થાય?
સપનામાં કોઈની હત્યા થતી જોવાનો અર્થ એ છે કે તમારી કોઈ ખાસ વ્યક્તિ દ્વારા તમે છેતરાઈ શકો છો. આ સાથે જ સપનામાં કપાયેલું માથું જોવું પણ સારું માનવામાં આવતું નથી, તેનો અર્થ એ છે કે તમારા પર કોઈ મોટી સમસ્યા આવવાની છે.
સપના થકી પીડાનો સંકેત
સ્વપ્નશાસ્ત્ર અનુસાર, સપનામાં પોતાનું મુંડન કરાવતા જોવું સારું માનવામાં આવતું નથી. આ સ્વપ્નને પરિવારમાં કોઈના મોતનો સંકેત માનવામાં આવે છે. આ સિવાય સપનામાં તેલ લગાવવું અને પોતાને ગધેડા પર બેઠેલી જોવી એ ભવિષ્યમાં મૃત્યુ જેવી પીડાની નિશાની છે. વારંવાર મોત કે સ્મશાનનું સ્વપ્ન પણ ભારે યાતનાની નિશાની છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર