Home /News /dharm-bhakti /Dattatreya Jayanti 2022: આ વર્ષે ક્યારે છે દત્તાત્રેય જયંતિ? જાણો કેવી રીતે થયો ભગવાન વિષ્ણુના અંશનો જન્મ

Dattatreya Jayanti 2022: આ વર્ષે ક્યારે છે દત્તાત્રેય જયંતિ? જાણો કેવી રીતે થયો ભગવાન વિષ્ણુના અંશનો જન્મ

રસપ્રદ છે દત્તાત્રેયની જન્મ કથા

Dattatreya Jayanti 2022 Date: દર વર્ષે ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ માગસર એટલે કે આઘાન માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દત્તાત્રેય જયંતિ 7 ડિસેમ્બર 2022, બુધવારે ઉજવવામાં આવશે.

  Dattatreya Jayanti 2022 Date:દર વર્ષે ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ માગસર એટલે કે આઘાન માસમાં શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે દત્તાત્રેય જયંતિ બુધવાર, 7 ડિસેમ્બર, 2022 ના રોજ ઉજવવામાં આવશે. ભગવાન દત્તાત્રેયને ત્રણેય દેવોના અવતાર માનવામાં આવે છે.

  કહેવાય છે કે ભગવાન દત્તાત્રેયમાં બ્રહ્મા, વિષ્ણુ, મહેશની શક્તિઓ સમાયેલી છે. તેને છ હાથ અને ત્રણ મુખ છે. તેમના પિતા ઋષિ અત્રિ અને માતા અનુસૂયા છે. એવું માનવામાં આવે છે કે સ્મરણ માત્રથી ભગવાન દત્તાત્રેય ભક્તોની મદદ કરે છે. ભગવાન દત્તાત્રેયની જન્મજયંતિ પર મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. આવી સ્થિતિમાં આવો જાણીએ ભગવાન દત્તાત્રેયની ખાસ વાતો...

  આ પણ વાંચો  :  સોમવારે આ 5 સફેદ વસ્તુઓનું દાન વિશેષ ફળદાયી, વરસશે ભોળેનાથની કૃપા

  રસપ્રદ છે દત્તાત્રેયની જન્મ કથા


  પૌરાણિક માન્યતા અનુસાર મહર્ષિ અત્રિ મુનિની પત્ની અનુસૂયાના પતિવ્રત ધર્મની ચર્ચા ત્રણેય લોકમાં થવા લાગી. જ્યારે નારદજીએ ત્રણેય દેવીઓ સમક્ષ અનુસૂયાના પતિવ્રત ધર્મની પ્રશંસા કરી. અનુસૂયાની પ્રશંસા સાંભળ્યા પછી, માતા પાર્વતી, લક્ષ્મી અને સરસ્વતીએ અનુસૂયાની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ત્રિદેવીઓની વિનંતી પર, ત્રણ દેવો બ્રહ્મા, વિષ્ણુ અને શિવ સતી અનસૂયાના પતિવ્રત ધર્મની કસોટી કરવા માટે પૃથ્વી લોક પહોંચ્યા.

  અત્રિ મુનિની ગેરહાજરીમાં, ત્રણેય દેવો ઋષિના વેશમાં અનુસૂયાના આશ્રમમાં પહોંચ્યા અને માતા અનસૂયા સમક્ષ ભોજનની ઈચ્છા વ્યક્ત કરી. દેવી અનુસૂયાએ અતિથિ સત્કારને પોતાનો ધર્મ માનતા પ્રેમથી તેમના માટે ભોજનની થાળી પીરસી. પરંતુ ત્રણેય દેવોએ માતાની સામે એક શરત મૂકી કે તેણીએ નિર્વસ્ત્ર થઇને ભોજન કરાવવું પડશે. આ વાત પર માતાને શંકા ગઈ. આ સંકટમાંથી બહાર નીકળવા માટે, જ્યારે તેણે પોતાના પતિ અત્રિ મુનિનું ધ્યાન કર્યું અને તેનું સ્મરણ કર્યું, ત્યારે તેમને સાધુના રૂપમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ દેખાયા.

  આ પણ વાંચો : Vivah Panchami 2022: ક્યારે છે વિવાહ પંચમી? જાણો આ દિવસે લગ્ન કરવા શા કારણે મનાય છે અશુભ

  જ્યારે દેવી અનુસૂયાએ અત્રિ મુનિના કમંડળમાંથી જળ કાઢીને ત્રણેય સાધુઓ પર છાંટ્યું ત્યારે તેઓ છ મહિનાના શિશુ બની ગયા. પછી માતાએ તેમને શરત મુજબ ભોજન કરાવ્યું. તે જ સમયે, ઘણા દિવસે સુધી પતિ વિયોગમાં ત્રણેય દેવીઓ પરેશાન થઈ ગઈ. પછી નારદ મુનિએ તેમને પૃથ્વી લોકનું વૃતાંત સંભળાવ્યું.  ત્રણેય દેવીઓ પૃથ્વી લોક પર પહોંચી અને માતા અનસૂયાની માફી માંગી. ત્રણેય દેવોએ પણ પોતાની ભૂલ સ્વીકારી અને માતાના ગર્ભમાંથી જન્મ લેવા વિનંતી કરી. આ પછી ત્રણેય દેવોએ દત્તાત્રેય તરીકે જન્મ લીધો. ત્રણેય દેવોને એક સાથે બાળ સ્વરૂપમાં દત્તાત્રેયના અંશમાં મેળવ્યા બાદ માતા અનુસૂયાએ તેમના પતિ અત્રિ ઋષિના ચરણોનું જળ ત્રણેય દેવતાઓ પર છાંટ્યું અને તેમને પૂર્વવત્ સ્વરૂપ આપ્યું.
  Published by:Bansari Gohel
  First published:

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन