Home /News /dharm-bhakti /Taurus: વૃષભ રાશિના જાતકોએ જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ?
Taurus: વૃષભ રાશિના જાતકોએ જીવનસાથીની પસંદગી કેવી રીતે કરવી જોઈએ?
વૃષભ રાશિ
Taurus Astrology Horoscope: રાશિચક્ર (zodiac)માં બીજા ક્રમનું ચિહ્ન છે અને શુક્ર (Venus) તેનો સ્વામી છે. જેથી કામુકતા તેમનામાં સ્વાભાવિક રીતે જ આવે છે.
ધર્મભક્તિ ડેસ્કઃ રાશિચક્રમાં વૃષભ (Taurus) આકર્ષક અને મહેનતુ એમ બંને હોય છે. તે રાશિચક્ર (zodiac)માં બીજા ક્રમનું ચિહ્ન છે અને શુક્ર (Venus) તેનો સ્વામી છે. જેથી કામુકતા તેમનામાં સ્વાભાવિક રીતે જ આવે છે. આ રાશિના જાતકોને પ્રામાણિકતા અને વફાદારી ખૂબ ગમે છે. તેઓ ક્યારેક જિદ્દી અને માથાભારે હોય શકે છે. વૃષભ ભૌતિક સંપત્તિ અને આનંદના બીજા ઘરના શાસકો છે. તેઓ આળસુ હોય શકે છે પરંતુ જરુરિયા મુજબ આળસ ખંખેરી જાણે છે.
ઘણા બધા ગુણો હોવાને કારણે વૃષભની અપેક્ષાઓમાં વધારો થાય છે, ખાસ કરીને જ્યારે ડેટિંગની વાત આવે ત્યારે અપેક્ષા ખૂબ વધુ હોય છે. આમ તો આ યાદી લાંબી છે પણ વૃષભ રાશિના જાતકોએ અમુક સામાન્ય ગુણો સામેની વ્યક્તિમાં જોવા જોઈએ. ત્યારબાદ જ આગળ વધવું જોઈએ.
વફાદારીની કદર કરતી વ્યક્તિ વૃષભ રાશિના જાતકો સંપૂર્ણ ઈમાનદારી અને નિષ્ઠાની શોધમાં સંબંધમાં આગળ વધારે છે. તેઓ ફ્લિંગ્સથી સંતુષ્ટ હોય અને સંબંધની શરૂઆતથી જ તેમના ભાગીદારો પાસેથી કેટલીક નિર્ભરતાની અપેક્ષા રાખે તેવા લોકો નથી. તુલા અને ધનુ જેવી રાશિઓ ઘણીવાર ઝડપથી કમિટેડ થતી નથી અને તેથી વૃષભ રાશિના જાતકો તે ટાળવા માંગતા હોય છે. કમિટમેન્ટને વળગી રહેવા માટે સક્ષમ હોય તેવી રાશિ શોધવી જોઈએ. જેમ કે વિશ્વસનીય કન્યા રાશિ અથવા તો વૃષભ રાશિ.
રોમેન્ટિક વ્યક્તિ વૃષભ રાશિના જાતકો કામુક સ્વભાવના હોય છે. પ્રયોગ કરતા રહે છે અને જીવનની સુંદર વસ્તુઓની કદર કરે છે. તેમનો સ્વામી શુક્ર હોવાથી તેઓ લલચાવવાનું પસંદ કરે છે. તેમના રોમેન્ટિક સ્વભાવને શાંત કરવો જરૂરી છે. તેઓએ રાશિચક્રમાં રોમેન્ટિક્સ રાશિ શોધવી જોઈએ. તુલા રાશિ અને સિંહ રાશિના જાતકો અત્યંત રોમેન્ટિક હોય છે, પણ તેઓ વૃષભ રાશિના જાતકોની અપેક્ષાઓ સાથે મેળ ખાતા નથી. જેથી મીન અથવા વૃષભ રાશિના જાતક વધુ હિતાવહ છે. તેઓ રોમેન્ટિક હોવાની સાથે કમિટેડ અને વિશ્વસનીય છે.
સુસ્ત ન હોય એવી વ્યક્તિ વૃષભ આળસુ હોઈ શકે છે, તે સંપૂર્ણ સાચું હોતું નથી. તેઓ પોતાના સમય મુજબ આળસ કે આરામમાં રહે છે. જ્યારે કંઈક કામ કરવાનું હોય ત્યારે તે કામ પતાવવા વૃષભથી વધુ સારું કોઈ નથી. કામની વાત આવે છે ત્યારે તેઓ ખૂબ જ સક્રિય હોય છે. તેઓ આ બાબતે પોતાના જેવા પાર્ટનર શોધે છે. આવું ન થાય તો ઘર્ષણ થઈ શકે છે. આવી સ્થિતિમાં વૃશ્ચિક અથવા કન્યા રાશિ તેમના માટે એકદમ યોગ્ય છે. કારણ કે આ બંનેમાં કાર્ય પ્રત્યે નૈતિકતા છે.
વધુ દબાણ ન કરે તેવી વ્યક્તિ વૃષભ ખૂબ સંતુષ્ટ રાશિ છે, તેઓ પોતાની પાસે જે છે તેનાથી સંતોષ અનુભવે છે. તેઓ જે હોય તેમાં ખુશ રહે છે ને બદલવાની રાહ જોતા નથી. આવી સ્થિતિમાં તેઓને પરિવર્તન માટે વધુ દબાણ ન કરે તેવા પાર્ટનર શોધવા જોઈએ. મિથુન અને ધન રાશિને સતત પરિવર્તન ગમે છે અને તેથી વૃષભ રાશિ સાથે સ્થાયી થવું ખૂબ મુશ્કેલ બનશે. તેના બદલે કન્યા રાશિ અથવા વૃષભ સ્વીકાર્ય છે.
ચલાવી લે તેવી વ્યક્તિ વૃષભ ખૂબ જ જિદ્દી રાશિ છે. તેઓ માથાભારે હોય છે. વૃષભ રાશિના લોકો જાણે છે કે તેઓ શું ઇચ્છે છે અથવા શું નથી ઇચ્છતા અને કંઇપણ ઓછું મળે તો સમાધાન કરવાનો ઇનકાર કરે છે. તેઓ પોતાની મનમાની કરે છે જેથી તેઓ જેવા છે તેવા સ્વીકારે તેવા કોઈની જરૂર હોય છે. તેમના જેવી જ મજબૂત મનની વ્યક્તિ સાથે તેઓ અવારનવાર સંઘર્ષ પર ઉતરી જશે. મીન રાશિના જાતકો આ સંદર્ભમાં તેમના માટે યોગ્ય રહેશે કારણ કે તેઓ વૃષભ રાશિના લોકો જેટલા મજબૂત મનના નથી. મીન રાશિનો પ્રશંસાત્મક અને પ્રેમાળ સ્વભાવ વૃષભ રાશિને પોતાની જાતને ઓછી ગંભીરતાથી લેવાનું શીખવામાં મદદ કરશે.
સ્થિરતાની ગમતી હોય તેવી વ્યક્તિ વૃષભ રાશિનને સ્થિરતા ગમે છે. તેઓ તેના તરફ ખૂબ આકર્ષિત થાય છે. તેઓ સ્થિરતા ગમતી હોય એવી વ્યક્તિની શોધમાં હોય છે. ઘણા કારણોથી તેમને કુંભ, ધનુ કે મેષ રાશિ પસંદ નહીં આવે. તેના બદલે તેઓએ કન્યા, મકર અથવા વૃશ્ચિક રાશિ જેવી સ્થિર રાશિ પસંદ કરવો જોઈએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર