Dassehra 2021: ઘરમાં નહીં ખૂટે ધન, દશેરાના દિવસે બસ આટલું કરો

દશેરાએ આ રીતે કરો પૂજા

આ તહેવાર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક તરીકે મનાવવામાં આવે છે. ભારતના દરેક રાજ્યમાં દરેક તહેવાર વિવિધતા સાથે મનાવવામાં આવે છે.

  • Share this:
Navratri 2021: 7 ઓક્ટોબરથી શરૂ થયેલ નવરાત્રિ (Navratri) 14 ઓક્ટોબરે પૂર્ણ થશે. નવરાત્રિના નવ દિવસ માં દુર્ગાના (Maa Durga) વિભિન્ન રૂપોની ધામધૂમથી પૂજા કર્યા બાદ 10માં દિવસે દશેરા(Dassehra) મનાવવામાં આવે છે. આ વર્ષે 15 ઓક્ટોબરે દશેરાનો તહેવાર (Dassehra Festival) આવશે. આ તહેવાર અસત્ય પર સત્યના વિજયના પ્રતિક તરીકે મનાવવામાં આવે છે. ભારતના દરેક રાજ્યમાં દરેક તહેવાર વિવિધતા સાથે મનાવવામાં આવે છે. તેવી જ રીતે દશેરાનો તહેવાર પણ દેશના દરેક રાજ્યમાં અલગ અલગ રીતે મનાવવામાં આવે છે. જેમ કે મહારાષ્ટ્રમાં દશેરાના દિવસે સોનું કે ચાંદિની વસ્તુ ખરીદવામાં આવે છે. જેથી વર્ષ દરમિયાન સંપન્નતા જળવાઇ રહે. આ ઉપરાંત દશેરાનો દિવસ યાત્રા માટે ખૂબ શુભ માનવામાં આવે છે. કારણ કે, આ દિવસે માં દુર્ગા(Maa Durga) ધરતી લોક પરથી પોતાના લોક તરફ પ્રયાણ કરે છે.

જ્યોતિષ અને તંત્ર-મંત્રના દ્રષ્ટિકોણથી પણ દશેરા ઉપાયો (Dassehra Remedies) અને ટોટકા(Dussehra Totke) કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. આ દિવસે કરવામાં આવેલા ઉપાય અને ટોટકા અનેક ગણા સફળ રહે છે અને ફળની પ્રાપ્તિ થાય છે.

દશેરા પર અવશ્ય કરો આ કામ

આ વર્ષે 15 ઓક્ટોબર, 2021ના રોજ દશેરા ઉજવાશે. જો તમે આખુ વર્ષ સુખ અને સમૃદ્ધિના પસાર કરવા માંગો છો તો આ દિવસે અહીં આપેલા અમુક ઉપાયો અવશ્ય કરો.

-દશેરાના દિવસે નીલકંઠ પક્ષીના દર્શન કરો. તેને ખૂબ શુભ માનવામાં આવે છે. નીલકંઠ જોવાથી આખું વર્ષ જીવન ખુશહાલ અને સમૃદ્ધ રહે છે.

-દશેરાના દિવસે શમીના વૃક્ષની પૂજા કરો. તેનાથી ઘરમાં સમૃદ્ધિ રહેશે. આ ઉપરાંત શમીનું વૃક્ષ વાવવા માટે દશેરાનો દિવસ અત્યંત શુભ માનવામાં આવે છે. કારણ કે, આ દિવસે કુબેરે રાજા રઘુને સોનાની મુદ્રાઓ આપવા માટે શમીના વૃક્ષના પાંદડાઓને સોનાના બનાવી દીધા હતા. તેથી દશેરાના દિવસે સોનાના પાન ખરીદવામાં આવે છે.

-દશેરાના દિવસે થોડા જ અંતર સુધી પરંતુ યાત્રા અવશ્ય કરો. તેનાથી સમગ્ર વર્ષ દરમિયાન યાત્રા કરવામાં કોઈ વિઘ્ન આવતું નથી.

આ પણ વાંચોMaha Astami: ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે તે માટે મહાઅષ્ટમીના રોજ કરો આટલું

-દશેરાના દિવસે માં દુર્ગાના ચરણોને નવા લાલ રંગના રૂમાલથી સાફ કરો અને તિજોરી અથવા પૈસા રાખવાની જગ્યા પર તે રૂમાલ રાખી દો. માં દુર્ગાના આશીર્વાદથી સમગ્ર વર્ષ દરમિયાન ઘરમાં સુખ-સમૃદ્ધિ જળવાઇ રહેશે.
Published by:kiran mehta
First published: