Home /News /dharm-bhakti /

ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે દક્ષિણાવર્તી શંખ, જાણો ઉપાય

ધનલક્ષ્મીને આકર્ષિત કરે છે દક્ષિણાવર્તી શંખ, જાણો ઉપાય

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.

    ધર્મ ડેસ્ક: આપણા ધર્મ શાસ્ત્રમાં એવી ઘણી વસ્તુઓ મંત્રો અને જાપ છે જેનાંથી ઘરની સુખ સમૃદ્ધી અને શાંતિ બરકરાર રહે છે. ક્યારેય કોઇ જ કમી ઘરમાં આવતી નથી. કે ન તો શત્રુઓની ખરાબ નજર ઘર પર રહે છે. તેવામાં અમે આપનાં માટે ઘરમાં ધન લક્ષ્મીને આકર્ષિત કરતો એક ઉપાય લઇને આવ્યા છે.

    લક્ષ્મી માતાનો ભાઇ છે શંખ
    કહેવાય છે કે માતા લક્ષ્મીનો ભાઇ શંખ છે. અને તેથી જે ઘરમાં શંખ હોય છે તે ઘરમાં માતા લક્ષ્મી નિવાસ અવશ્ય કરે છે.

    જ્યોતિષ શાસ્ત્રમાં દક્ષિણાવર્તી શંખનું વિશેષ મહત્વ છે. આ શંખને વિધિ-વિધાન પૂર્વક ઘરમાં રાખવાથી ઘણાં પ્રકારની મુશ્કેલીઓ દૂર થઇ જાય છે અને ધનની કમી ક્યારેય આવતી નથી. દક્ષિણાવર્તી શંખના અનેક લાભ છે, પરંતુ તેને ઘરમાં રાખતાં પહેલાં તેનું શુદ્ધિકરણ અવશ્ય કરવું જોઇએ.

    આ વિધિથી કરવું શુદ્ધિકરણઃ-
    લાલ કપડાંની ઉપર દક્ષિણાવર્તી શંખ રાખીને તેમાં ગંગાજળ ભરો અને કુશના આસન ઉપર બેસી આ મંત્રનો જાપ કરો ऊं श्री लक्ष्मी सहोदराय नम:

    આ મંત્રની ઓછામાં ઓછા 5 માળા જાપ કરો અને ત્યારબાદ શંખને પૂજા સ્થાન ઉપર સ્થાપિત કરી દો.



    મોતી શંખઃ-
    ઘણી વખત કેટલાંક લોકો સાથે એવું બને છે કે તેમની આવક સારી હોય છે પણ તેની પાસે પૈસા રહેતા હોતા નથી. જો તમારી સાથે પણ આ સમસ્યા હોય તો મોતીશંખ  તેનું શ્રેષ્ઠ નિદાન માનવામાં આવે છે.

    ઉપાયઃ-
    કોઈ બુધવારના સવારે સ્નાન કરી સાફ કપડામાં તમારી સામે એક શંખને રાખો અને તે પર કેસરથી સ્વસ્તિકનું ચિહ્મ બનાવો. આ બાદ श्रीं ह्रीं श्रीं महालक्ष्मयै नम:  મંત્રનો જપ કરો

    મંત્રનો જપ સ્ફટિક માળાથી કરો.મંત્રોચ્ચારની સાથે એક એક ચોખાનો દાણો શંખમાં નાખો.આ વાતનું ધ્યાન રાખો કે ચોખાના દાણા તુટેલા ન હોય. આ પ્રયોગ સતત  અગીયાર દિવસ સુધી કરો. નિયમિત 11 દિવસ સુધી એક માળાનો જપ કરવો. એ ચોખાને એક સફેદ રંગની થેલીમાં રાખો અને અગીયાર દિવસ પછી ચોખા સાથે  શંખને પણ તે થેલીમાં રાખી, તિજોરીમાં મુકી દો. આપ જોઈ શકો છો કે થોડાક જ દિવસમાં આપને ધન-વૈભવમાં વૃદ્ધિ થવા લાગશે. અને આવેલો પૈસો ટકશે પણ  ખરો.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Family, Happiness

    આગામી સમાચાર