Home /News /dharm-bhakti /

Numerology 9 June 2022: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

Numerology 9 June 2022: જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1: આજે તમામ પરિસ્થિતિઓમાં હીરોની જેમ તમારી જીતવાની ઉચ્ચ સંભાવના છે. યોદ્ધાની જેમ સ્પર્ધા જીતવામાં તમે સક્ષમ રહેશો. તમારે ગેટ ટુ ગેધરમાં જવું જોઈએ અને ત્યાં બોલવા અંગેની આગેવાની કરવી જોઈએ. તમારી વાણીની રચનાત્મક શૈલી અન્ય લોકો પર તેજસ્વી છાપ પાડશે. દંપતી સમૃદ્ધ રહેશે અને પ્રેમ સંબંધોનો આનંદ માણી શકશો. સરકારી અધિકારીઓ, ડૉક્ટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગને ભવ્ય લોકપ્રિયતા હાંસલ કરવા માટે એક સારો દિવસ રહેશે. તમારા મંતવ્યો અને નિર્ણયો પર અડગ રહો કારણ કે તમારો ચુકાદો સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવશે.

  માસ્ટર કલર- કેસરી

  શુભ દિવસ- રવિવાર અને મંગળવાર

  શુભ અંક- 1 અને 9

  દાન: ગરીબોને ફળોનુ દાન કરો

  નંબર 2: રોમેન્ટિક લાગણીઓ આજે તમારા મન પર રાજ કરશે, તેથી બહાર જાઓ અને દિવસનો આનંદ માણો. આજે તમારા ઈન્ટ્યુશન તેની ઊંચાઈ પર છે, તેથી આંખો બંધ કરી તમે તમામ મોટા નિર્ણયો લેવા માટે તમારા દિલની વાત સાંભળો. ઉપરાંત તમે ખૂબ નિર્દોષ હોવાને કારણે દુઃખ પણ મેળવી શકો છો. શેરબજારમાં રોકાણ અને નિકાસ વેપાર સોદા માટે એક સારો દિવસ. સંબંધોમાં રોમાંસ વધશે અને સમૃદ્ધિ સુધી પહોંચશે પરંતુ આંધળા વિશ્વાસથી સંયમ રાખવો.

  માસ્ટર કલર- પિંક

  શુભ દિવસ- સોમવાર

  શુભ અંક- 2

  દાન: ભિક્ષુકોને દૂધનુ દાન કરો

  નંબર 3: આજે કોઈપણ ક્ષેત્રના સર્જનાત્મક લોકો અને કલાકારોને સમર્પિત દિવસ છે. તમારો પાક લણવાનો અને તેમાંથી પૈસા કમાવવાનો આ સમય છે. નામ અને ખ્યાતિ તમારી સાથે જોડાવા માટે આવે છે, પરંતુ તમારા ગુરુને માન આપવાનું ન ભૂલશો. તમારા ગુરુ અથવા ભગવાન માટે દીપ પ્રગટાવો. ખાસ કરીને રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ રહેશે. ખરીદી કરવા, પ્રવેશ કરવા, મકાન કે વાહન ખરીદવા, કપડાં કે ડેકોર માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે. કૃપા કરીને તમારા દિવસની શરૂઆત પીળા ભાત ખાઈને કરો.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ અંક: 3 અને 9

  દાન: મંદિરમાં ચંદનનુ દાન કરો

  નંબર 4: લાંબી મહેનત પછી આ એક સરળ, નસીબદાર, વૈભવી, નફાકારક અને સફળ દિવસ બની રહેતો દેખાય છે. વ્યક્તિગત કનેક્શનની શક્તિનો ઉપયોગ કરવા માટેનો ઉત્તમ દિવસ. આની મદદથી કામ સરળતાથી પૂર્ણ થઈ શકે છે. બિઝનેસ ડિલ વિલંબ વિના ક્રેક થશે. ફાઇનાન્સ બુકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો ઘણો નફો પ્રદાન કરે છે. થિયેટર કલાકાર અથવા એક્ટર્સ, એન્કર અને ડાન્સર્સે આજે ​​લાભ મેળવવાની ઉજ્જવળ તકો તરીકે ઓડિશન માટે અરજી કરવી આવશ્યક છે. ધાતુના ઉત્પાદકો, બિલ્ડરો, વિતરકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઈટી પ્રોફેશનલ, કપડા મોટા નફા સાથે દિવસનો અંત લાવવાનો દિવસ. દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.

  માસ્ટર કલર: પર્પલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9

  દાન: બાળકોને છોડનુ દાન કરો

  નંબર 5: તમારા શંકાસ્પદ સ્વભાવમાં ઘટાડો થશે અને તમે આજે આરામ અનુભવશો. તમને લાંબા સમયની સમસ્યાઓ ઉકેલવા માટે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નિકાસ આયાતમાં રોકાણ પર વળતર મળવાની સંભાવના છે, તમારે તમારી આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલા આદરને આવકારવાની જરૂર છે. આજે રાજકારણ, બાંધકામ, અભિનય, શેરબજાર, નિકાસ, સંરક્ષણ, પ્રસંગો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ. તમારા જીવનસાથી સાથે આજે તમે સારો સમય વ્યતિત કરશો.

  માસ્ટર કલર: લીલો અને કેસરી

  શુભ દિવસ: બુધવાર

  શુભ અંક: 5

  દાન: ગરીબોને બ્રાઉન રાઈસનુ દાન કરો

  નંબર 6: તમારા સપના પૂરા કરવા અને જીવનનો ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે આ દિવસનો ઉપયોગ કરી શકો છો. એક વૈભવી દિવસ જે અંતે જીવનમાં સમૃદ્ધિ અને પૂર્ણતા લાવે છે. જીવનસાથી સાથેની સમસ્યાઓ ઉકેલવાનો અને ખરીદી માટે બહાર જવાનો સમય છે. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવી સોંપણીઓ પ્રાપ્ત થશે જે વૃદ્ધિમાં વધારો કરે છે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે

  માસ્ટર કલર: જાંબલી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: સફેદ હાથરૂમાલનુ દાન કરો

  નંબર 7: આજે તમે પરિવાર અને મિત્રો તરફથી વિશેષ સમર્થન અને માર્ગદર્શન મેળવશો. વકીલો, CA, સંરક્ષણ અધિકારીઓ, પ્રવાસીઓ, એન્જિનિયરો અને બિઝનેસ ટાયકૂન્સ જેવા લોકો માટે સારો દિવસ. સમાજમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત થશે. સાથીદારો પર શંકા રાખવાનું બંધ કરો કારણ કે આજે બધું જ પરફેક્ટ થઈ રહ્યું છે. ઓફર કરેલા પડકારને સ્વીકારો કારણ કે તમારી વિશ્લેષણાત્મક કુશળતા તમને દરેક ક્ષેત્રે જીત અપાવશે. તમારા હાથ ખોલો અને કાર્યસ્થળ પર વિજાતીય લોકો દ્વારા આપવામાં આવેલા સૂચનો સ્વીકારો. કોઈ વ્યક્તિ પ્રસ્તાવ, કર્મચારી અથવા વ્યવસાય ઓફર કરે છે, તે આવકાર્ય હોવું જોઈએ કારણ કે ભવિષ્યમાં તમને લાભ થશે. વકીલો, થિયેટર કલાકાર, CA, સોફ્ટવેર સાથે જોડાયેલા લોકોને ખાસ નસીબનો લાભ મળશે.

  માસ્ટર કલર: કેસરી

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 7 અને 9

  દાન: કોપર મેટલનુ કાન કરો

  નંબર 8: અતિ મહત્વાકાંક્ષી બનવા પર નિયંત્રણ રાખો કારણ કે તે તમારા અંગત જીવન અને સ્વાસ્થ્યને અસર કરશે. નાણાકીય લાભ વધુ રહેશે અને મિલકત સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જો કે કાનૂની વિવાદો ઉકેલવા માટે પૈસાની માંગ કરાશે. ઉત્પાદકો, IT કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, દલાલો અને ઝવેરીઓ, ડૉક્ટરો અને જાહેર વક્તાઓ સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. પાર્ટનર સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ ઠંડુ રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબી ખાવી જરૂરી છે.

  માસ્ટર કલર: ડીપ પર્પલ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: જરૂરિયાતમંદને છત્રીનુ દાન કરો

  નંબર 9: તમને જીવનસાથી તરફથી ઉચ્ચ લાભ પ્રાપ્ત થશે અને બદલામાં ભાગીદારને પણ લાભ થશે. આજનો દિવસ નામ અને ખ્યાતિથી ભરેલો છે. તમે ઘણા લોકો માટે પ્રેરણા સમાન રહેશો તેથી એક નેતાની જેમ કામ કરો અને તમારા વ્યક્તિત્વનો આનંદ માણો. પ્રેમ કરનારાઓ માટે તેમની લાગણીઓ લેખિત અથવા મૌખિક રીતે વ્યક્ત કરવા માટે એક અદ્ભુત દિવસ છે. વ્યાપાર સંબંધો અને સોદા ઊંચાઈને સ્પર્શશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો મેળવશે. તેથી જાહેર વ્યક્તિઓએ આ દિવસનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. ટ્રેનર્સ, બેકર્સ, હોટેલીયર્સ, સ્ટોક બ્રોકર્સ, ડિઝાઇનર્સ, ડોકટરો, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ શ્રેષ્ઠ લોકપ્રિયતાનો આનંદ માણશે.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ : મંગળવાર

  શુભ અંક: 9

  દાન: મસૂરનુ દાન કરો

  9મી જૂને જન્મેલા પ્રખ્યાત વ્યક્તિત્વ: સોનમ કપૂર, કિરણ બેદી, અમીષા પટેલ, અનિલ માનભાઈ નાઈક, અનુષ્કા શંકર
  First published:

  Tags: Astrology, Numerology, Numerology Suggestions, Zodiac signs

  આગામી સમાચાર