Home /News /dharm-bhakti /

Numerology 9 July 2022: અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

Numerology 9 July 2022: અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1:- કોઈપણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો અંક 1 હોય છે. આજનો દિવસ અનેક પ્રકારના ઉતાર ચઢાવ સાથે સામાન્ય દિવસ બની રહેશે. જૂના બિઝનેસ ઓર્ડરની ચુકવણી આજે પ્રાપ્ત કરવામાં તમે સક્ષમ રહેશો, પરંતુ નવા ઓર્ડર ધીમે ધીમે મળતા થશે. તમારે ગેધરિંગમાં સામેલ થવું જોઈએ અને સ્ટેજ પર જઈ તમારી ક્રિએટિવ સ્પીચ અને સ્ટાઈલનો ઉપયોગ કરવો જોઈએ. તમારી વાણીની રચનાત્મક શૈલી અન્ય લોકો પર તેજસ્વી છાપ પાડશે. કપલ ભાવનાત્મક રીતે એકબીજા સાથે જોડાયેલા રહે છે પરંતુ સાથે સમય પસાર કરવો મુશ્કેલ લાગે છે. સરકારી અધિકારીઓ, ડોકટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગ લક્ષ્ય હાંસલ કરવા. તમારા મંતવ્યો અને નિર્ણયો પર અડગ રહો કારણ કે તમારો ચુકાદો સાર્વત્રિક રીતે સ્વીકારવામાં આવે છે.

  માસ્ટર કલર- કેસરી

  લકી દિવસ- રવિવાર અને મંગળવાર

  લકી નંબર- 1 અને 9

  દાન- ખાટા ફળોનુ દાન કરો

  નંબર 2:- કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો અંક 2 હોય છે. અન્ય લોકો સાથે લાગણીઓ શેર કરતી વખતે સાવચેત રહો, કારણ કે લોકો તમારી ભાવનાઓનો દુરુપયોગ કરી શકે છે. તમારા ઈન્ટ્યુશન્સ તેની ઊંચાઈ પર છે, તેથી આંખ બંધ કરીને વિશ્વાસ કરી શકો છો. આજના દિવસે તમામ મોટા નિર્ણયો લેવા માટે તમારા દિલની વાત સાંભળો. તમે ખૂબ જ નિર્દોષ છો જેના કારણે તમને ઇજા પહોંચાડવી પણ ખૂબ જ સરળ છે. શેરબજારમાં રોકાણ અને નિકાસની બિઝનેસ ડીલ સારી રીતે કરી શકો છો. સંબંધોમાં રોમાંસ વધશે અને સમૃદ્ધિ સુધી પહોંચશે પરંતુ આંધળો વિશ્વાસ કરવાથી બચો.

  માસ્ટર કલર - પિંક અને સ્કાય બ્લૂ

  લકી દિવસ - સોમવાર

  લકી નંબર - 2

  દાન - ભિક્ષુકને ચોખાનુ દાન કરો

  નંબર 3:- કોઈપણ મહિનાની 3,12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો અંક 3 ગણાય છે. તમારી રીચ ઈમેજિનેશન તમને લેસ પ્રેક્ટિકલ બનાવી શકે છે, તેથી સ્વપ્નની દુનિયામાંથી બહાર આવવાનો અને તમને મળતી ઑફરોનો સ્વીકાર કરો. ભૂતકાળના પ્રદર્શનથી ફળ મેળવવાનો અને તેમાંથી પૈસા કમાવવાનો પણ દિવસ છે. પુરસ્કારો અને સામાજિક સ્થિતિ તમારી સાથે જોડાવા માટે સામે આવે છે, પરંતુ તમારા ગુરુને ચોકક્સથી માન આપો. તમારા ગુરુ અથવા ભગવાન માટે દીપ પ્રગટાવો. ખાસ કરીને રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ રહેશે. ખરીદી કરવા, પ્રવેશ લેવા, ઘર અથવા વાહન ખરીદવા, કપડાં અથવા સરંજામ માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે. કૃપા કરીને તમારા દિવસની શરૂઆત પીળા ભાત ખાઈને કરો.

  માસ્ટર કલર - લાલ

  લકી દિવસ - ગુરુવાર

  લકી નંબર - 3 અને 9

  દાન - મંજિરમાં પીળા સરસવનુ દાન કરો

  નંબર 4:- કોઈપણ મહિનાની 4,13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોનો અંક 4 ગણાય છે. આજનો દિવસ તમારી માટે થોડો દિવસ કપરો અને તણાવપૂર્ણ છે. પૈસાની શક્તિ અને પૈતૃક જોડાણોનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે, કામ કરવા માટે ઉત્તમ દિવસ છે. મહત્વની બિઝનેસ ડીલ વિલંબ વિના ક્રેક થશે. ફાઇનાન્સ બુકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો ઘણો નફો કરી શકે છે. થિયેટર કલાકાર અથવા અભિનેતાઓ, એન્કર અને ડાન્સર્સે ઓડિશન માટે અરજી કરવી જોઈએ સફળત્ મળી શકે છે. આજે લાભ મેળવવાની તકો છે. ધાતુના ઉત્પાદકો, બિલ્ડર્સ, વિતરકો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઈટી પ્રોફેશનલ, કપડા સાથે સંકળાયેલા લોકો મોટા નફા સાથે દિવસનો અંત કરશે. લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.

  માસ્ટર કલર - પર્પલ

  લકી દિવસ - મંગળવાર

  લકી નંબર - 9

  દાન - આશ્રમમાં બ્લેન્કેટનુ દાન કરો

  નંબર 5:- કોઈપણ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો અંક 5 ગણાય છે. મૂંઝવણનો અંત આવશે અને તમને પૈસા અને ઉચ્ચ લોકપ્રિયતા પ્રાપ્ત કરવા માટે એક નવી રીતનો માર્ગ ખુલતો દેખાશે. લાંબા સમયથી આવતી સમસ્યાઓ ઉકેલવા માટે તમને કુટુંબ અને મિત્રોનો સંપૂર્ણ સમર્થન પ્રાપ્ત થશે. મુસાફરી, શેરબજાર, રમતગમત, છૂટક અને નિકાસ આયાત વ્યવસાયમાં રોકાણ પર વળતર મેળવવાની સંભાવના છે. તમારે તમારી આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલા આદરને આવકારવાની જરૂર છે. આજે રાજકારણ, બાંધકામ, અભિનય, શેરબજાર, નિકાસ, સંરક્ષણ, પ્રસંગો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ. તમારો જીવનસાથી આજે તમારી સાથે છે.

  માસ્ટર કલર- ગ્રીન અને ઓરેન્જ

  લકી દિવસ- બુધવાર

  લકી નંબર- 5

  દાન- ગરીબોને અને પશુઓને લીલા શાકભાજીનુ દાન કરો

  નંબર 6:- કોઈપણ મહિનાની 6,15 અને 24મ તારીખે જન્મેલા લોકોનો અંક 6 હોય છે. ભવિષ્યમાં તમારા લાભ માટે આવનારા લોકો સાથે તમારું સામાજિક વર્તુળ વધુ મોટું થઈ રહ્યું છે. આજનો દિવસ એક લગ્ઝુરિયસ દિવસ જે અંતમાં જીવનમાં સમૃદ્ધિ અને સંપૂર્ણતા લાવે છે. સંબંધીઓ સાથે વિવાદ ઉકેલવાનો અને ખરીદી માટે બહાર જવાનો સમય છે. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવી સોંપણીઓ પ્રાપ્ત થશે જે ગ્રોથને વધારે છે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર- વોયલેટ

  લકી દિવસ- શુક્રવાર

  લકી નંબર-6

  દાન- આશ્રમમાં ખાંડનુ દાન કરો

  નંબર 7:- કોઈપણ મહિનાની 1, 16 અને 25મી તારીખે જન્મેલા લોકોનો આંક 7 હોય છે. અન્યોના નિર્ણય લેવાનું બંધ કરો અને નવી તકો માટે આશાવાદી રહો. આજનો દિવસ વિવિધ સફલતાના કાર્યોનો ઉપયોગ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. વકીલો, CA, સંરક્ષણ અધિકારીઓ, પ્રવાસીઓ, એન્જિનિયરો અને બિઝનેસ ટાયકૂન્સ વગેરે સમાજમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત કરી શકસે. સાથીદારો પર શંકા રાખવાનું બંધ કરો. ઓફર કરાયેલ પડકારને સ્વીકારો કારણ કે તમારી વિશ્લેષણાત્મક કુશળતા તમને જીત અપાવી શકે છે. કાર્યસ્થળ પર વિજાતીય લોકોના સૂચનો સ્વીકારો. કોઈ વ્યક્તિ પ્રસ્તાવ, કર્મચારી અથવા વ્યવસાય ઓફર કરે છે, તે આવકાર્ય હોવું જોઈએ કારણ કે ભવિષ્યમાં તમને ફાયદો થશે. વકીલો, થિયેટર કલાકાર, CA, સોફ્ટવેર મિત્રોને ખાસ નસીબનો આનંદ માણશે.

  માસ્ટર કલર - ઓરેન્જ

  લકી દિવસ - સોમવાર

  લકી નંબર- 7 અને 9

  દાન- આશ્રમમાં વાસણનુ દાન કરો

  નંબર 8:- કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો અંક 8 હોય છે. તમે ખૂબ મહત્વાકાંક્ષી છો જે કારણવશ તમે સ્વાસ્થ્યની અવગણના કરો છો. થોડા દિવસો માટે ટ્રાવેલિંગ અને શારીરિક શ્રમ પર નિયંત્રણ રાખો. નાણાકીય લાભ વધુ રહેશે અને મિલકત સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જો કે કાનૂની વિવાદો ઉકેલવા માટે પૈસાની માંગનો સામનો કરવો પડશે. ઉત્પાદકો, IT કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, દલાલો અને ઝવેરીઓ, ડૉક્ટરો અને જાહેર વક્તાઓ સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ શાંત રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબી ખાવી જરૂરી છે.

  માસ્ટર કલર- ડીપ પર્પલ

  લકી દિવસ- શુક્રવાર

  લકી નંબર- 6

  દાન- જરૂરિયાતમંદને કપડાનુ દાન કરો

  નંબર 9:- કોઈપણ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો અંક 9 હોય છે. પ્રેમમાં રહેલા લોકો માટે અને ભાગીદારીના સાહસોમાં લોકો માટે જીતની સ્થિતિ છે. દિવસ નામ અને ખ્યાતિથી ભરેલો છે. તમે ઘણા લોકો માટે પ્રેરણા સમાન દેખાશો તેથી એક નેતાની જેમ કામ કરો અને તમારા વ્યક્તિત્વનો આનંદ માણો. પ્રેમ કરનારાઓ માટે તેમની લાગણીઓ લેખિત અથવા મૌખિક રીતે વ્યક્ત કરવા માટે એક અદ્ભુત દિવસ છે. વ્યાપારી સંબંધો અને સોદા ઊંચાઈને સ્પર્શશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી કરશે. તેથી જાહેર વ્યક્તિઓએ આ દિવસનો ઉપયોગ સહયોગ અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ. ટ્રેનર્સ, બેકર્સ, હોટેલીયર્સ, સ્ટોક બ્રોકર્સ, ડિઝાઇનર્સ, ડૉક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ શ્રેષ્ઠ લોકપ્રિયતાનો આનંદ માણે છે.

  માસ્ટર કલર- લાલ અને કેસરી

  લકી દિવસ- મંગળવાર

  લકી નંબર- 9

  દાન- ગરીબોને તરબૂચનું દાન કરો

  9 જુલાઈના રોજ જન્મેલા પ્રખ્યાત વ્યક્તિત્વ: સંગીતા બિજલાણી, સંજીવ કુમાર, સુખબીર સિંહ બાદલ, કે બાલા ચંદર, ગુરુ દત્ત, ગુરુ કૃષ્ણમૂર્તિ
  Published by:ankit patel
  First published:

  Tags: Horoscope, Numerology, Numerology Suggestions, Rashi, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन