Home /News /dharm-bhakti /

Numerology 9 August 2022: આ તારીખે જન્મેલા લોકો માટે રોકાણ વધારીને જોખમ સાથે નફો રળવાનો દિવસ છે

Numerology 9 August 2022: આ તારીખે જન્મેલા લોકો માટે રોકાણ વધારીને જોખમ સાથે નફો રળવાનો દિવસ છે

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1 (1, 20, 19 અને 28 તારીખે જન્મેલા લોકો) : આજનો દિવસ પ્રસિદ્ધિ કમાવવાનો દિવસ છે. આજે તમારી જાત પુરવાર કરવાના અનેક મોકા મળશે. યોદ્ધાની જેમ સ્પર્ધા જીતવામાં તમે સક્ષમ બનશો. જાહેર સ્થળોએ જવું જોઈએ અને માઈક હાથમાં લેવું જોઈએ. તમારી વાણીની રચનાત્મક શૈલી, અન્ય લોકો પર તેજસ્વી છાપ છોડશે. યુગલો સમૃદ્ધ બનશે અને પ્રેમ સંબંધોનો આનંદ માણશે. સરકારી અધિકારીઓ, ડૉક્ટરો, સંગીતકારો અને ગ્લેમર ઉદ્યોગને ભવ્ય લોકપ્રિયતા હાંસલ કરશે.

  મુખ્ય રંગો : નારંગી અને લીલો

  લકી દિવસ : રવિવાર અને મંગળવાર

  લકી નંબર : 1 અને 9

  દાન : દાડમનું દાન કરો

  નંબર 2 : (2જી, 11મી, 20મી અને 29મી તારીખે જન્મેલા લોકો) સામાજિક કાર્ય પ્રત્યેનું તમારું સમર્પણ આજે ઘણા બધા આશીર્વાદો અને શુભકામનાઓ અપાવશે. તમામ મોટા નિર્ણયો લેવા માટે તમારા હૃદયની વાત સાંભળો. તમે ખૂબ નિર્દોષ હૃદયના હોવાને કારણે દુઃખી સહેલાઈથી થશો. શેરબજારમાં રોકાણ અને એક્સપોર્ટ બિઝનેસ કરો. સંબંધોમાં રોમાંસ વધશે અને સમૃદ્ધિ મળશે પરંતુ આંધળા વિશ્વાસથી પરે રહેવું.

  મુખ્ય રંગ : પિંક

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 2 અને 6

  દાન : મંદિરમાં ચાંદીનો સિક્કો દાન કરો

  નંબર 3( 3જી, 12મી, 22મી અને 30મી તારીખે જન્મેલા લોકો) : મોટા પ્રમાણમાં લોકો સાથે જોડાવો અથવા સરકારી વિભાગો સાથે મજબૂત જોડાણ કરો. ઉત્તમ તકો તમારા માર્ગે આવશે. તમારો પાક લણવાનો અને તેમાંથી પૈસા કમાવવાનો આ સમય છે. તમારા પ્લાન અમલમાં મૂકવા માટે તૈયાર કરો. ખાસ કરીને રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ છે. ખરીદી કરવા, પ્રવેશ લેવા, ઘર અથવા વાહન ખરીદવા, કપડાં અથવા સાધન-સરંજામ માટે આ સારો દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે. આજના દિવસની શરૂઆત પીળા ચોખા ખાઈને કરજો તો ઉત્તમ પરિણામ મળશે.

  મુખ્ય રંગો : લાલ અને વાયોલેટ

  લકી દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 9

  દાન : મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો) : લાંબાગાળે બિઝનેસ અને ઘરની સમૃદ્ધિ આજે સંતોષ અપાવશે. આજે વ્યવસાયમાં નફો અને સફળતાના સુલભ સંયોગ છે. કાર્ય સરળતાથી પાર પાડવા માટે પર્સનલ કનેક્શનનો ઉપયોગ કરવાનો ઉત્તમ દિવસ છે. બિઝનેસ ડીલ વિલંબ વિના જ પાર પાડશે. ફાઇનાન્સ બુકમાં લેવાયેલા મુખ્ય નિર્ણયો ઘણો નફો અપાવશે. થિયેટર કલાકાર અથવા એક્ટર, એન્કર અને ડાન્સરોએ આજે લાભ મેળવવા ઓડિશન માટે અરજી કરવી આવશ્યક છે. મેટલના ઉત્પાદકો, બિલ્ડરો, ડિસ્ટ્રીબ્યુટર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ, આઈટી પ્રોફેશનલ, કપડાના કારોબારીઓ મોટો નફા રળશે. આજના દિવસનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા માટે લીલા પાંદડાવાળા શાકભાજી ખાઓ.

  મુખ્ય રંગ : જાંબલી

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: બાળકોને રોપા દાન કરો

  નંબર 5 ( 5મી, 14મી, 23મી તારીખે જન્મેલા લોકો) અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવેલા લોકો સાથે કામ કરવાની તમારી ક્ષમતા અનન્ય છે, જે તમારા માટે સરેરાશ કરતાં વધુ સિદ્ધિ હાંસલ કરવાનું સરળ બનાવે છે. રોકાણ વધારીને જોખમ સાથે નફા રળવાનો દિવસ છે. લાંબાગાળાની સમસ્યાઓ ઉકેલવા માટે પરિવાર અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આયાત-નિકાસમાં રોકાણ પર વળતર મળવાની સંભાવના છે. તમારે તમારી આંખો ખોલવાની અને તમારા જીવનસાથી દ્વારા આપવામાં આવેલા આદરને આવકારવાની જરૂર છે. આજે રાજકારણ, બાંધકામ, અભિનય, શેરબજાર, નિકાસ, સંરક્ષણ, પ્રસંગો, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઇન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ. તમારો જીવનસાથી આજે તમારો છે.

  મુખ્ય રંગો : લીલા અને નારંગી

  લકી દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન : ગરીબોને બ્રાઉન રાઇસ દાન કરો

  નંબર 6 (6, 15, 24 ના રોજ જન્મેલા લોકો) ગાયકો અને ફાઇનાન્સરો પર આજે ચાર હાથ હશે. આજનો દિવસ અતિવ્યસ્ત રહેશે પરંતુ આરામથી તમામ કાર્યો પૂર્ણ થશે. આજનો દિવસ જીવનની સમૃદ્ધિ અને સંપૂર્ણતા ભરેલો હશે. જીવનસાથી સાથેની સમસ્યાઓ ઉકેલવાનો અને ખરીદી માટે બહાર જવાનો યોગ છે. ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેંગેનીઝ, બ્રોકર્સ, શેફ, વિદ્યાર્થીઓને નવી એસાઈનમેન્ટ્સ પ્રાપ્ત થશે, જે વૃદ્ધિમાં વધારો કરશે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે.

  મુખ્ય રંગ : વોયલેટ

  લકી દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન : મહિલા સહાયકને સૌંદર્ય પ્રસાધનો (Cosmetics)નું દાન કરો

  નંબર 7 ( 7, 16 અને 25 તારીખે જન્મેલા લોકો) તમારી અંદરની લાગણીઓને શેર કરતા શીખો નહીંતર ગેરસમજ થશે. વકીલો, CA, સંરક્ષણ અધિકારીઓ, ટ્રાવેલર્સ, એન્જિનિયરો અને બિઝનેસ ટાયકૂન્સ આજે સમાજમાં ઉચ્ચ માન્યતા પ્રાપ્ત કરશે. સાથીદારો પર શંકા રાખવાનું બંધ કરો કારણ કે આજે બધું જ પરફેક્ટ થઈ રહ્યું છે. ઓફર કરેલા પડકારને સ્વીકારો કારણ કે તમારી વિશ્લેષણાત્મક કુશળતા દરેક બાબતે જીત અપાવી શકે છે. તમારા ખુલ્લા મને કાર્યસ્થળ પર અન્ય લોકોના સૂચનો સ્વીકારો. કોઈ વ્યક્તિ દ્વારા રજૂ કરાયે પ્રસ્તાવ નોકરી અથવા બિઝનેસ માટે આવકાર્ય હોવું જોઈએ કારણ કે તે ભવિષ્યમાં તમને જ ફાયદો કરાવશે. વકીલો, થિયેટર કલાકાર, CA, સોફ્ટવેર સાથે સંકળાયેલા લોકોને ભાગ્ય સાથ આપશે.

  મુખ્ય રંગ : બ્રાઉન

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 7 અને 9

  દાન : તાંબાના નાના ટુકડાનું દાન કરો

  નંબર 8 (8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો) તમારા ઘરના સહાયકો પર ગુસ્સો કરશો તો તે હાનિકારક હોઇ શકે છે, તેથી પરિસ્થિતિને કાબૂમાં રાખો. આજે તમે નિષ્ફળતા વિના સત્તા અને પૈસા બંને મેળવશો. નાણાકીય લાભ વધુ રહેશે અને મિલકત સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જોકે કાનૂની વિવાદો ઉકેલવા માટે પૈસાની માંગ થશે. મેન્યુફેકચર્સ, IT કર્મચારીઓ, સરકારી અધિકારીઓ, દલાલો અને જ્વેલર્સ, ડૉક્ટરો અને જાહેર વક્તાઓ સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ ઠંડુ રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબી ખાવી જરૂરી છે.

  મુખ્ય રંગ : ડીપ પર્પલ

  લકી દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન: જરૂરિયાતમંદોને કપડાં દાન કરો

  નંબર 9 (9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો) આજે ભાગ્ય તમારા પક્ષે છે, જેથી તમારે આજે ધંધામાં જોખમ લેવું જોઈએ. આજનો દિવસ નામ અને ખ્યાતિથી ભરેલો છે. તમે ઘણા લોકો માટે પ્રેરણા સમાન હશો તેથી લીડરની જેમ કામ કરો. પ્રેમ કરનારાઓ માટે લાગણીઓ લેખિત અથવા મૌખિક રીતે વ્યક્ત કરવા માટે સારો દિવસ છે. વ્યાપારી સંબંધો અને સોદા નવા આયામ સર કરશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકોને ખ્યાતિ મળશે અને રાજકારણીઓને આજે મોટી તકો સાંપડશે. ટ્રેનર્સ, બેકર્સ, હોટેલીયર્સ, સ્ટોક બ્રોકર્સ, ડિઝાઇનર્સ, ડૉક્ટર્સ, વકીલો, એન્જિનિયરો અને અભિનેતાઓ માટે સારો દિવસ છે.

  મુખ્ય રંગ : લાલ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન: લાલ મસૂરનું દાન કરો

  9 ઓગસ્ટના રોજ જન્મેલા જાણીતા લોકો: હંસિકા મોટવાણી, મહેશ બાબુ, પ્રીતમ મોટલ, કિશોર બિયાની, સાવન કુમાર ટાક
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन