Home /News /dharm-bhakti /

Numerology 8 July 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

Numerology 8 July 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન અપાવશે તમને લાભ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1:

  કાર્યસ્થળ પર પડકાર સ્વીકારો, ક્યારેય પણ કોઈપણ પ્રકારના પડકારથી છૂટકારો મેળવવાનો પ્રયક્ન ન કરો પણ તેનો સામનો કરો, દિવસનું લક્ષ્ય હાંસલ કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. રાજકીય નેતાઓ અને ટીમના નેતાએ ભાગીદારીમાં પડવુ જોઈએ નહી અને તેની અવગણના કરવી જોઈએ કારણ કે તે તમને મુશ્કેલીમાં મુકી શકે છે. આજના દિવસમાં ધન લાભ મધ્યમ છે પરંતુ વિવાદ વિના તમે તે ધન મેળવી શકશો. કોઈપણ કામમમાં જીત મેળવવા માટે વધુ સમય સુધી કાર્ય કરવુ પડી શકે છે. મેડિકલક્ષેત્રના લોકો, સ્પોર્ટ્સ કેપ્ટન, સોલાર બિઝનેસ, એન્જિનિયર્સ અને સરકારી ઓફિસર્સ માટે આજે એક ખાસ નવી ઓફર આવી શકે છે. ખેતી અને શિક્ષણ ઉદ્યોગ નફાકારક જણાય છે.

  માસ્ટર કલર: વાદળી, પીળો

  લકી ડે: રવિવાર

  લકી અંક: 9

  દાન: આશ્રમમાં ઘઉંનુ કાન કરો

  નંબર 2:

  મૂન સાયકલનુ પાલન કરો અને દિવસની સારી શરૂઆત કરવા માટે ભગવાન શિવનો અભિષેક કરો. દિવસ દરમ્યાનના તમારા ગોલ સુધી પહોંચવા માટે પ્રામાણિકતા અને સુગમતા જરૂરી છે. આજે તમારુ વિઝ્ડમ ઉચ્ચ રાખો કારણ કે લોકો તમારી નિર્દોષતાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરશે. મીલ અને ઓઈલ બિઝનેસ, એક્સપોર્ટ ઈમ્પોર્ટ, ડોક્ટર્સ, એન્જિનિયર્સ, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ, સ્ટોક માર્કેટ અને પાર્ટનરશિપ ફર્મ્સ સફળતાની ઉજવણી કરે છે. જીવનસાથી અથવા સાથીદારો દ્વારા ભાવનાત્મક રીતે નિરાશ થશો અને દુખ અનુભવશો.

  માસ્ટર કલર: વાદળી

  લકી ડે: સોમવાર

  લકી અંક: 2

  દાન: પશુઓને પાણીનુ દાન કરો

  નંબર 3:

  તમારી પ્રતિભાની અસીમ સંભાવના તમને કારકિર્દીની ટોચ પર રાખે છે. સવારે તમારા ગુરુની બધી ધાર્મિક વિધિઓ કરો. સર્જનાત્મક વિચારો અને જાદુઈ વાણી તમારા બોસને કામ પર અને પરિવારને ઘરે આકર્ષિત કરશે. તમે બધી પરિસ્થિતિઓમાં કામ કરવા માટે પૂરતા ફ્લેક્સિબલ રહેશો જેના કારણે તમે જલ્દી સફળતા મેળવશો. આજે તમારે પૈસા અને સામાનના વ્યવહારમાં સાવધાની રાખવી પડશે. ખ્યાતિ મેળવવા માટે સર્જનાત્મક લોકો અને સાર્વજનિક વ્યક્તિઓ સાથે વ્યવહારથી પ્રસિદ્ધિ મળી શકશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે સારો સમય છે. સવારે કપાળ પર ચંદનનુ તિલક ધારણ કરો.

  માસ્ટર કલર: કેસરી અને વાદળી

  લકી ડે: ગુરુવાર

  લકી અંક: 3 અને 9

  દાન: ગરીબોને સૂર્યમુખીના તેલનુ દાન આપો

  નંબર 4:

  જૂની પ્રતિબદ્ધતા પૂરી કરવામાં અને મિલકતમાં રોકાણ કરવા માટેનો સારો દિવસ છે. ઉચ્ચ હોદ્દા પરના લોકો વધુ પ્રગતિ મેળવશે. ભવિષ્યની યોજનાઓ જાહેર કરશો નહી, હાલ તેને ગુપ્ત રાખો. ફિટ અને ફાઇન રહેવા માટે ભોજનમાં સાઇટ્રસનો સમાવેશ કરો. વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ માટે અરજી કરવી જોઈએ જો અનુકૂળ હોય અને રસ હોય તો આજે આમા તમને સફળતા મળશે. લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન નસીબને વધારવામાં મદદ કરશે. સ્પોર્ટ્સમેન અને સર્જનોનો નાણાકીય લાભ વધુ છે અને સારા પ્રદર્શન માટે તમારી પ્રશંસા પણ થશે. તમે કુટુંબ અને મિત્ર સાથે સમય પસાર કરી શકશો. આજે ચેરિટી આવશ્યક છે.

  માસ્ટર કલર: વાદળી

  લકી ડે: મેગળવાર

  લકી અંક: 9

  દાન: ભિક્ષુકોને પગરખા દાન કરો

  નંબર 5:

  તમે ટીમ લીડરનું પદ પ્રાપ્ત કરશો અને પરિણામનો આનંદ માણશો. પાર્ટનરને તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ રહેશે. જમીનમાં રોકાણ કરવા, ગેધરિંગમાં હાજરી આપવા, મશીનરી ખરીદવા, મિલકત વેચવા, સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા તેમજ પ્રવાસ માટે બહાર જવા માટે ઉત્તમ દિવસ રહેશે. ન્યૂઝ એન્કર, એક્ટર્સ, હેન્ડીક્રાફ આર્ટિસ્ટ, એન્જીનીયર્સ દરેક જગ્યાએ સન્માન મેળવશે. ભોગવિલાસ ટાળવાનું યાદ રાખો કારણ કે તે તમને દુશ્મનો દ્વારા ફસાવવાની યુક્તિ હોઈ શકે છે

  માસ્ટર કલર: એક્વા

  લકી ડે: બુધવાર

  લકી અંક: 5

  દાન : અનાથાલયના બાળકોને લીલીફળોનુ દાન કરો

  નંબર 6:

  આજે તમારે વ્યાપારી જોડાણોનું નેટવર્ક બનાવવા માટે તમારાથી બને તેટલું સામાજિકરણ કરવું જોઈએ. તમામ વ્યવસાયિક જોડાણો તમારી વૃદ્ધિને ઝડપી ગતિએ વેગ આપશે. જો તમે લક્ષ્ય તરફ સખત મહેનત કરશો તો આ દિવસ સુખદ પરિણામો લાવશે. આજે તમારા સપનાને પૂરા કરવા માટે તૈયાર રહો. સમય આજે તમારા કાર્યોને સાથ આપે છે. આ દિવસે તમે દરેક પ્રકારની લક્ઝરીનો આનંદ માણશો. કૌટુંબિક સ્નેહ અને સહયોગ સમૃદ્ધિ લાવશે. જવાબદારીઓ નિભાવવામાં દિવસ પસાર થશે. છૂટક વિક્રેતાઓ, શિક્ષકો, જ્વેલર્સ, સૌંદર્ય પ્રસાધનોનો વ્યવસાય, ડિઝાઇનર્સ, વકીલો, તકનીકીઓ, રાજકારણીઓ અને અભિનેતાઓ વિશેષ મૂલ્યાંકન અને સ્થિરતાનો આનંદ માણી શકશે.

  માસ્ટર કલર: સ્કાય બ્લૂ

  લકી ડે: શુક્રવાર

  લકી અંક: 6 અને 9

  દાન: ગરીબોને દહીંનુ દાન કરો.

  નંબર 7:

  આજે તમારી ઉર્જા અને ઉત્સાહ અમર્યાદિત છે જે સફળતાને દૂર રાખી શકે છે. ટૂંક સમયમાં જ જીવનના તમામ ક્ષેત્રોમાં સંબંધો, કામગીરી અને નાણાકીય વૃદ્ધિનો આનંદ માણવાનો સમય આવે છે. ધંધામાં આજે સગા-સંબંધીઓ અને મિત્રોથી સાવધાન રહેવુ વધુ જરૂરી છે. ખેલાડીઓએ વધુ વિવાદ ટાળવા માટે સ્પર્ધકોથી દૂર રહેવું. વિજાતીય લોકો ભાગ્ય વધારવામાં મદદ કરશે. ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન શિવની આરાધના કરો.

  માસ્ટર કલર: લીલો

  લકી ડે: સોમવાર

  લકી અંક: 3

  દાન : દાળ- ભાતનુ દાન કરો

  નંબર 8:

  એકસાથે બનતી ઘણી ઘટનાઓને કારણે આજનો દિવસ વ્યસ્ત રહેશે. નેતૃત્વનો આનંદ માણવાનો સમય છે, કારણ કે આસપાસના બધા લોકો તમારા વફાદાર અનુયાયીઓ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને આસપાસની હરિયાળીમાં થોડો સમય પસાર કરવો જરૂરી છે. આજના દિવસે કરાયેલી ચેરિટી જાદુઈ ભૂમિકા ભજવશે. શાંતિ મેળવવા માટે ધ્યાન કરો. મિલકત અને કારકિર્દી સંબંધિત તમારા નિર્ણયો ભવિષ્ય માટે યોગ્ય રહેશે, ફક્ત તમારા માર્ગદર્શકનું માર્ગદર્શન લો અને પછી તેને ફોલો કરી તમારા નિર્ણયો કરો.

  માસ્ટર કલર: પર્પલ

  લકી ડે: શુક્રવાર

  લકી અંક: 6

  દાન: ગરીબોને છત્રીનું દાન કરો

  નંબર 9:

  આજે નસીબનો લાભ લેવા માટે લાલ વસ્ત્રો પહેરો. પ્રોપર્ટી ડીલર્સ, કપડા ઉત્પાદક, બેન્કર્સ, શેફ, હોટેલીયર્સ, ડોક્ટર્સ, હીલર્સ, ફાર્માસિસ્ટ, સર્જન, રાજકારણીઓ અને ખેલાડીઓ પુરસ્કારો અને ઓળખનો આનંદ માણશે. દિવસ ખ્યાતિ, આનંદ, ઊર્જા અને ઉત્સાહથી ભરેલો છે. તમારા ઉદ્દેશ્ય તરફ એક દિશામાં ચેનલાઇઝ કરવા માટે આનો ઉપયોગ કરો. નાણાંકીય લાભ અને મિલકતની નોંધણી આજે સરળતાથી થવાની સંભાવના છે. પરસ્પર વિશ્વાસને કારણે સંબંધ વધુ મજબૂત બને છે અને સમૃદ્ધિ મળે છે.

  માસ્ટર કલર: લાલ

  લકી ડે: મંગળવાર

  લકી અંક: 9

  દાન: ગરીબોને લાલ મસૂર દાન કરો

  8 જુલાઈના રોજ જન્મેલા પ્રખ્યાત વ્યક્તિત્વ: સૌરવ ગાંગુલી, રેવતી, વાય એસ રાજશેખર રેડ્ડી, નીતુ સિંહ, જ્યોતિ બસુ, મુહમ્મદ આઝમ શાહ.
  First published:

  Tags: Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन