Home /News /dharm-bhakti /

Numerology 8 August: ક્રિએટીવ લોકો અને જાહેર ક્ષેત્રની વ્યક્તિઓને ખ્યાતિ પ્રાપ્ત થશે, જાણો આજનો દિવસ કેવો રહેશે?

Numerology 8 August: ક્રિએટીવ લોકો અને જાહેર ક્ષેત્રની વ્યક્તિઓને ખ્યાતિ પ્રાપ્ત થશે, જાણો આજનો દિવસ કેવો રહેશે?

આજનો દિવસ કેવો રહેશે

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1 - હાલ સમય તમારી વિરુદ્ધ ચાલી રહ્યો હોવાને કારણે તમારા માટે આજનો દિવસ પડકારજનક દિવસ રહેશે. ડીલ યોગ્ય લાગતી ના હોવાને કારણે રાજકીય નેતાઓ અને સ્પોર્ટ્સ સ્ટાર્સે ઓફરનો અસ્વીકાર કરવો જોઈએ. સંપત્તિના મામલામાં વિલંબ થશે, વિવાદ વગર નાણાકીય લાભ થઈ શકે છે. માનસિક આરોગ્ય સ્વસ્થ રહે તે માટે મોડે સુધી કામ ના કરશો. મેડિકલ ક્ષેત્રે સંકળાયેલ લોકો, સ્પોર્ટ્સ કેપ્ટન, સોલાર બિઝનેસ, એન્જિનિયર્સ અને સરકારી ઓફિસર્સને આજે એક ખાસ નવી ઓફર મળી શકે છે.

  માસ્ટર કલર: વાદળી અને પીળો

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 9

  દાન: આશ્રમમાં ઘઉંનું દાન કરો

  નંબર 2 - માનસિક આરોગ્ય જળવાઈ રહે તે માટે ભોજનમાં સફેદ મિઠાઈનો સમાવેશ કરો. તમારી નિષ્ઠા અને પ્રામાણિકતાથી વિજય પ્રાપ્ત થશે. લોકો તમારી નિર્દોષતાનો દુરુપયોગ કરવાનો પ્રયાસ કરશે, આ કારણોસર લોકો સાથે ચાલાકીથી કામ લો. આયાત નિકાસ, ડોક્ટર્સ, એન્જિનિયર, બ્રોકર્સ, ટ્રાવેલ એજન્સીઓ, સ્ટોક માર્કેટ અને ભાગીદારી પેઢીઓને સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: પશુઓને પાણીનું દાન કરો

  નંબર 3 - જે લોકો તમારી ઈર્ષ્યા કરે છે તેને અવગણીને આગળ વધો. અમર્યાદિત ઊર્જાને કારણે તમે કારિકર્દીમાં ટોપ પર પહોંચી શકો છો. ક્રિએટીવ વિચારો અને મધુર વાણીને કારણે ઓફિસમાં તમારા બોસ અને પરિવાર આકર્ષિત થશે. તમે દરેક પરિસ્થિતિમાં કામ કરવા માટે પૂરતા ફ્લેક્સિબલ રહેતા હોવાથી ટૂંક સમયમાં સફળતા પ્રાપ્ત થશે. આજે તમારે પૈસા અને સામાન સાચવવામાં સાવધાની રાખવી પડશે. ક્રિએટીવ લોકો અને જાહેર ક્ષેત્રની વ્યક્તિઓને ખ્યાતિ પ્રાપ્ત થશે. બાંધકામ અને કૃષિ ક્ષેત્રે રોકાણ માટે હાલનો સમય ખૂબ જ સારો છે. દરરોજ સવારે કપાળ પર ચંદન લગાવો.

  માસ્ટર કલર: ઓરેન્જ અને બ્લ્યૂ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 9

  દાન: મંદિરમાં લાકડાની વસ્તુનું દાન કરો

  નંબર 4 - પૈસા કમાવવાનો હવે વિચાર કરવો જોઈએ. તંદુરસ્ત ભોજનનું સેવન કરો અને શિસ્તબદ્ધ જીવનશૈલી પસાર કરો. જે લોકો હાઈ પોઝીશન પર છે તેમને પ્રમોશન મળી શકે છે. પૈસાના મામલે યોજનાઓ કોઈપણ વ્યક્તિની સાથે શેર ના કરવી જોઈએ. વિદ્યાર્થીઓએ સરકારી નોકરીઓ માટે અરજી કરવી જોઈએ. લીલા પાંદડાવાળા શાકભાજીનું દાન કરવાથી નસીબ સાથ આપી શકે છે. સ્પોર્ટ્સમેન અને સર્જનોને નાણાકીય લાભ થઈ શકે છે અને તેમના પર્ફોર્મન્સ માટે તેમની પ્રશંસા પણ થઈ શકે છે. તમે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવામાં વ્યસ્ત રહેશો, આ કારણોસર તેમની ફરિયાદ સાંભળવી જોઈએ અને તેમને માન આપવું જોઈએ. આજે દાન જરૂરથી કરવું જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 6

  દાન: ભિખારીઓને ચંપલનું દાન કરો

  નંબર 5 - શોર્ટકટથી પૈસા કમાવાનું અને તે અંગે વિચાર કરવાનો બંધ કરી દો અને પરિશ્રમ કરીને આગળ વધો. જે પ્રસંગોમાં તમે લીડરની ભૂમિકા ભજવશો તે પ્રકારના પ્રસંગોમાં આજનો દિવસ પસાર થશે. આજે લાઈફ પાર્ટનર સામે તમારી લાગણીઓ રજૂ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. મશીનરી ખરીદવા, મિલકત વેચવા, સત્તાવાર દસ્તાવેજો પર સહી કરવા, ટ્રાવેલ માટે આજે સૌથી સારો દિવસ છે. ન્યૂઝ એન્કર, અભિનેતાઓ, હેન્ડીક્રાફ્ટ કલાકાર, એન્જિનિયરોની તેમના કામ માટે સરાહના કરવામાં આવશે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ આશ્રમમાં બાળકોને લીલા ફ્રુટનું દાન કરો

  નંબર 6 - નાણાકીય સમસ્યાઓના ઉકેલ માટે સોશિયલ નેટવર્કનો સહારો લો. શુક્રની શક્તિને મજબૂત કરવા માટે તમારે શુક્ર પૂજા કરવી જોઈએ. આજે નવી તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરવો જોઈએ. જો તમે લક્ષ્ય મેળવવા માટે મહેનત કરશો તો આજે સારું પરિણામ મળશે. આજે તમને તમારું નસીબ સાથ આપતું હોવાને કારણે આજે સપના પૂરા કરવા માટે તૈયાર રહો. આ દિવસે તમને દરેક પ્રકારનો વૈભવ પ્રાપ્ત થશે. કૌટુંબિક સ્નેહ અને સહયોગથી સમૃદ્ધિ આવશે. આજનો દિવસ જવાબદારીઓ નિભાવવામાં પસાર થશે. રિટેલર્સ, શિક્ષકો, જ્વેલર્સ, સૌંદર્ય પ્રસાધનોનો વ્યવસાય, ડિઝાઇનર્સ, વકીલો, રાજકારણીઓ અને અભિનેતાઓને ખાસ તક પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 9 અને 6

  દાન: ઘરના કામકાજમાં મદદ કરતી વ્યક્તિને બંગડીનું દાન કરો

  નંબર 7 - ઘરની આજુબાજુ સ્વચ્છતા જાળવો અને કેતુ મંત્રનો જાપ કરો. તમારે લોકોને ચતુરાઈથી પસંદ કરવા જોઈએ અને તમારી જવાબદારી બીજાઓને સોંપવાનું બંધ કરવું જોઈએ. ટૂંક સમયમાં જ જીવનના તમામ ક્ષેત્રોમાં સંબંધો, કામગીરી અને નાણાકીય વૃદ્ધિનો આનંદ માણવાનો સમય આવી શકે છે. બિઝનેસમાં આજે સગા-સંબંધીઓ અને મિત્રોથી સાવધાન રહો. સ્પોર્ટ્સમેને વિવાદોથી બચવા માટે સ્પર્ધકોથી દૂર રહેવું જોઈએ. ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે ભગવાન શિવની આરાધના કરવી જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 3

  દાન: દાળ ભાતનું દાન કરો

  નંબર 8 - આજે જૂના દેવાની ચૂકવણી થઈ શકે છે. તમારો દિવસ એક પછી એક અલગ અલગ પ્રવૃત્તિઓમાં પસાર થશે. આસપાસના તમામ લોકો તમારા વફાદાર ફોલોઅર્સ હોવાના કારણે આજે લીડરશીપનો આનંદ માણવાનો સમય છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. આજે દાન કરવાથી સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. બગીચા અને ઝાડ છોડવાની આસપાસ સમય પસાર કરો. તમારા કારકિર્દી સંબંધિત નિર્ણયો ભવિષ્ય માટે યોગ્ય સાબિત થશે, માત્ર તમારા મેન્ટરનું માર્ગદર્શન લો અને તે અનુસાર કાર્ય કરો.

  માસ્ટર કલર: જાંબલી

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને છત્રીનું દાન કરો

  નંબર 9 - બિઝનેસને આગળ વધારવા અને ખ્યાતિ મેળવવા માટે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગનો ઉપયોગ કરો. બેન્કર્સ, શેફ, હોટેલીયર્સ, ડોક્ટર્સ, હીલર્સ, ફાર્માસિસ્ટ, સર્જન, રાજકારણીઓ અને સ્પોર્ટ્સમેનને પુરસ્કાર પ્રાપ્ત થઈ શકે છે. આજનો દિવસ ખ્યાતિ, આનંદ, ઊર્જા અને ઉત્સાહથી ભરપૂર છે. આજે સરળતાથી નાણાકીય લાભ અને મિલકતની નોંધણી થવાની સંભાવના છે. પરસ્પર વિશ્વાસને કારણે સંબંધ વધુ મજબૂત બને છે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને લાલ મસૂર દાળનું દાન કરો

  8 ઓગસ્ટના રોજ જન્મેલા જાણીતા લોકો:કપિલ સિબ્બલ, ફહાદ ફસિલ, અબુ આઝમી, દાદા કોંડકે, પૈંટલ, દિલીપ સરદેસાઈ, રાજીવ મહર્ષિ.
  Published by:kiran mehta
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन