Home /News /dharm-bhakti /

Numerology 7 June 2022: આ લોકોના બિઝનેસ કમિટમેન્ટ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે

Numerology 7 June 2022: આ લોકોના બિઝનેસ કમિટમેન્ટ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે

અંકશાસ્ત્ર પ્રમાણે જાણો લકી દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1-
  તમારા નાણાકીય નિર્ણયો સાથે સંબંધિત તમારુ એનેલિસિસ એકદમ યોગ્ય પ્રકારે ચાલી રહ્યું છે. હંમેશા નવા અવસરોને આવકાર આપો. તમને એક એવું કનેક્શન મળશે જેના કારણે સંપત્તિ વિવાદોના મુદ્દાનું સરળતાથી સમાધાન આવી શકે છે. થિયેટર કલાકાર, સુથાર, વકીલ, સંરક્ષણ અધિકારીઓ, તાલીમાર્થીઓ અને IT પ્રોફેશનલને જે પણ ઓફર પ્રાપ્ત થાય તે તેમણે સ્વીકારી લેવી જોઈએ. આકર્ષણ જમાવવા માટે ચામડાઓની વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. સૂર્યદેવને રોજ સવારે જળ અર્પણ કરો અને મંત્રોચ્ચાર કરો.

  માસ્ટર કલર: ઓરેન્જ

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 1 અને 3

  દાન: ગરીબોને નારંગીનું દાન કરો

  નંબર 2:
  આજના દિવસે કોઈને પૈસા ઉધાર આપવા નહીં અને દેવું કરવું નહીં. કરિઅરમાં આગળ વધવા માટે ઓફિસમાં જવાબદારી લઈ લેવી જોઈએ. કન્ફ્યુઝન અને સંદેહની લાગણીઓમાંથી પસાર થવાને કારણે રોમેન્ટીક ભાવનાઓ પર નિયંત્રણ રાખવું જોઈએ. બિઝનેસમાં કરેલ કમિટમેન્ટ ખૂબ જ જલ્દી પૂર્ણ થશે. નાના પાયાની બ્રાન્ડ સાથે પાર્ટનરશીપ કરો. કોઈપણ ડોક્યુમેન્ટ પર સહી કરતા સમયે રાજનેતાઓથી સાવધાન રહેવું જોઈએ.

  માસ્ટર કલર: એક્વા

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 2 અને 6

  દાન: ગરીબોને દહી ભાતનું દાન કરો

  નંબર 3:
  માતા પિતા સાથે તમારા સંબંધ મજબૂત થશે અને જીવનભર તેમના શુભ આશિષ તમારી સાથે રહેશે. તમને તમારા જીવનમાં એક નવું સાથી મળી શકે છે. તમારું ભાગ્ય હંમેશા તમારી સાથે રહેશે પરંતુ, જ્યારે તમે તમારા મિત્રો સાથે રહે ત્યારે વ્યક્તિગત બાબતોની ચર્ચા ના કરવી જોઈએ. કોસ્મેટીક્સના બિઝનેસમેન, ફાર્માસિસ્ટ, ડૉકટર, મ્યુઝીશિયન, ડિઝાઈન, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજનેતા, એક્ટર, ગૃહિણીઓ તથા લેખકના કરિઅરનો વિકાસ થશે.

  માસ્ટર કલર: લાલ

  લકી દિવસ: ગુરુવાર

  લકી નંબર: 3 અને 1

  દાન: ગરીબોને લેમન રાઈસનું દાન કરો

  નંબર 4:
  બ્યુરોક્રેટ્સ, વૈજ્ઞાનિકો, રમતવીરો, રાજનેતાઓ અને અભિનેતાઓએ આજના દિવસે વર્તમાન યોજનાઓને અમલમાં મૂકવી જોઈએ. ટ્રાવેલ કરવા માટે અને લોકોને મળવા માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજના દિવસે ધાબળાઓનું દાન કરવાથી તમારા કાર્યો પૂર્ણ થઈ શકે છે. મશીનરી, મેટલ, સોફ્ટવેર અને બ્રોકરોએ આજના દિવસે કોઈ કરાર ના કરવો જોઈએ. પ્રોફેશનલોને આજે ખૂબ જ સારો અનુભવ થશે અને માતા પિતાને તેમના બાળકો પર ગર્વ થશે.

  માસ્ટર કલર: વાદળી

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન: જરૂરિયાતમંદ વ્યક્તિઓને ધાબળા અને ચંપલનું દાન કરો

  નંબર 5:
  તમારે વ્યક્તિગત સંબંધોમાં વિશ્વાસ કેળવતા શીખવું જોઈએ. આજના દિવસે તમને તમારા સારા પર્ફોર્મન્સ માટે પુરસ્કાર અથવા માન્યતા મળી શકે છે. સંપત્તિ અને શેરમાં રોકાણ કરવા માટેનો દિવસ ખૂબ જ નજીક આવી રહ્યો છે. ખેલાડીઓને ટ્રાવેલર્સને ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત થશે. પરીક્ષામાં સર્વોત્તમ પરિણામ મેળવવા માટે લીલા અથવા પીળા રંગના કપડા પહેરો. આજના દિવસે ભગવાન ગણેશના મંદિરે જઈને તેમના આશીર્વાદ મેળવો.

  માસ્ટર કલર: લીલો

  લકી દિવસ: બુધવાર

  લકી નંબર: 5

  દાન: વૃદ્ધાશ્રમમાં છોડનું દાન કરો

  નંબર 6:
  હંમેશા પ્રેક્ટીકલ બનો અને પોતાના ઈમોશન પર નિયંત્રણ રાખો. જો તમારી સાથે ખૂબ જ ચીટિંગ થઈ રહી છે તો, તમે આજે ખૂબ જ હર્ટ થઈ શકો છો. વિશ્વસનીયતા અને પ્રતિબદ્ધતા તમારા વ્યક્તિત્વની તાકાત છે, જેનો અન્ય લોકો ફાયદો ના ઉઠાવે તેવી કાળજી રાખવી જોઈએ. રોમાન્સ આજે તમારા મગજ પર હાવી થઈ જશે પરંતુ, આજે તમારે સાવચેત રહેવાની જરૂરિયાત છે. તમારા જ્ઞાનને કારણે આસપાસના લોકો તમારું ખૂબ જ સમ્માન કરે છે. વેપાર અને નોકરીમાં સાથીઓ પર બિલ્કુલ પણ ભરોસો ના કરો. હોટેલના વ્યવસાયી, ટ્રાવેલર્સ, જ્વેલર, એક્ટર અને ડૉકટર આજે પોતાની સ્કીલ દર્શાવે તો તે તેમના માટે લાબદાયી સાબિત થઈ શકે છે. ભવિષ્યની રમતો માટે તાલીમાર્થી પાસેથી માર્ગદર્શન મેળવો.

  માસ્ટર કલર: વાદળી

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને ખાંડનું દાન કરો

  નંબર 7:
  અન્ય લોકો પર વધુ પડતો ભરોસો ના કરો અને તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો. આજે તમને નુકસાન પણ થઈ શકે છે. તમારું નેતૃત્વ અને વિશ્લેષણ કરવાનું કૌશલ્ય તમારા વ્યક્તિત્વની સંપત્તિ છે. ધન સંબંધિત નિર્ણયો આજે લઈ લેવા જોઈએ. આજે વિવાદોમાં બિલ્કુલ પણ ના પડવું જોઈએ જેનાથી તમારી ખરાબ છાપ ઊભી થઈ શકે છે. પ્રેમસંબંધમાં તમારું અપમાન થઈ શકે છે અને તમે હર્ટ થઈ શકો છો. આજના દિવસે ઓડિટની કરવાની જરૂરિયાત છે. કોર્ટ, થિયેટર, ટેકનોલોઝી, સરકારી ટેન્ડર ,રિઅલ એસ્ટેટ, સ્કૂલ ઈન્ટીરિયરમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

  માસ્ટર કલર: નારંગી અને વાદળી

  લકી દિવસ: સોમવાર

  લકી નંબર: 7

  દાન: પીળા કાપડનું દાન કરો

  નંબર 8:
  આજના દિવસે તમે ખૂબ જ વ્યસ્ત રહેશો. આજે તમારે આરોગ્ય પર ધ્યાન આપવાનો અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો દિવસ છે. બપોરના ભોજન બાદ બિઝનેસમાં લેવડ દેવડ કરવાથી તે સફળ સાબિત થશે. કાઉન્સેલિંગ, પારિવારક સમારોહ, પ્રેઝન્ટેશન, સરકારી કરાર અને ઈન્ટરવ્યૂમાં ભાગ લેવો જોઈએ. આજના દિવસે પરિવાર સાથે સમય વિતાવવો જરૂરી છે. ટ્રાવેલ કરવાનું ન વિચારવું.

  માસ્ટર કલર: વાદળી

  લકી દિવસ: શુક્રવાર

  લકી નંબર: 6

  દાન: ગરીબોને લીલા કપડાનું દાન કરો

  નંબર 9:
  તમારા જીવનમાં નવો વળાંક આવી શકે છે. મીડિયા, સ્પોર્ટ્સ, કન્સ્ટ્રક્શન, રાજનીતિ અને ગ્લેમર ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલ વ્યક્તિઓને પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે. શિક્ષણ અને ક્રિએટીવ આર્ટમાં સફળતા પ્રાપ્ત થઈ શકે છે તથા ધન પ્રાપ્તિ પણ થઈ શકે છે. વેપારમાં સફળતા મેળવવા અને નોકરીમાં વિકાસ કરવા માટે આ એક ખૂબ જ સારો દિવસ છે. દિવસની શરૂઆતમાં તમારા પાકીટમાં એક લાલ રૂમાલ જરૂરથી રાખવો જોઈએ.

  માસ્ટર કલર: લાલ

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9 અને 6

  દાન: મહિલાઓને નારંગી રંગના કપડાનું દાન કરો

  7 મી જૂને જન્મેલા સેલિબ્રિટીઝ: એકતા કપૂર, મહેશ ભૂપતિ, અમૃતા રાવ, જ્યોર્જ ક્લૂની, નિર્મલા દેવી
  First published:

  Tags: Astrology, Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  આગામી સમાચાર