Home /News /dharm-bhakti /

Numerology Suggestions 7 August : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions 7 August : આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  નંબર 1- તમારે કામ માટે બહાર નીકળતા પહેલા વડીલની શુભેચ્છાઓ અને આશીર્વાદ લેવા જોઈએ. તમારી બુદ્ધિમત્તા અને સચોટ વિશ્લેષણથી તમે યોગ્ય નિર્ણયો લઈ શકો છો. નવી તકનો સ્વીકાર કરવા માટે તમારા હાથ અને આંખ હંમેશા ખુલ્લી રાખો. વૈજ્ઞાનિકો, થિયેટર કલાકારો, સુવર્ણકારો, વકીલો, સંરક્ષણ અધિકારીઓ, ટ્રેનર્સ અને આઈટી પ્રોફેશનલ્સને ઓફર મળે તો તેનો સ્વીકાર કરવો જોઈએ. આકર્ષણ વધારવા માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ ના કરવો જોઈએ. ભગવાન સૂર્યને જળ અર્પણ કરો અને ભગવાન સૂર્ય તથા શનિ મંત્રનો જાપ કરો.

  માસ્ટર કલર: પીળો

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3

  દાન: ગરીબોને અનાજનું દાન કરો

  નંબર 2 - ભાગીદારો વચ્ચે અવિશ્વાસ ઊભો થવાની શક્યતા છે. પૈસા અને સમય ખર્ચ કરતા સમયે સાવચેત રહેવાની જરૂરિયાત છે. વિકાસની ગતિ વધારવા માટે આજે ઓફિસમાં જવાબદારી લેવી જરૂરી છે. તમારા મનમાં કન્ફ્યૂઝ ઊભું થતું હોવાના કારણે તમારા રોમેન્ટીક ઈમોશન્સ જાળવી રાખો. બિઝનેસ કમિટમેન્ટ સરળતાથી પૂર્ણ થશે. રાજકારણીઓ અને રિટેઈલ વેપારીઓએ કાગળો પર સહી કરતા સમયે સાવચેત રહેવું જોઈએ.

  માસ્ટર કલર: ક્રીમ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને સફેદ ચોખાનું દાન કરો

  નંબર 3 - કોઈપણ ઈન્ડસ્ટ્રીના સેલ્સમેન માટે ડીલ કરવા અને ઉચ્ચ ટાર્ગેટ પૂરા કરવા આજે શ્રેષ્ઠ દિવસ છે. તમને નવું રિલેશન મળવાની સંભાવના છે. આજે તમને તમારું નસીબ સાથ આપશે. જ્યારે તમે મિત્રો સાથે હોવ ત્યારે આસપાસના માહોલથી ગેરમાર્ગે ના દોરાવું જોઈએ. મ્યુઝીકલ ઈન્ટ્રુમેન્ટ, કોસ્મેટીક્સ, હોટેલીયર્સ, ફાર્માસિસ્ટ, ડોક્ટર્સ, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, રાજકારણીઓ, અભિનેતાઓ, કલાકારો, ગૃહિણીઓ અને લેખકોની કારકિર્દીમાં વૃદ્ધિ થાય તે માટે વિશેષ જાહેરાત થવાની શક્યતા છે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને વાયોલેટ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: અનાથ આશ્રમમાં સ્ટેશનરીની વસ્તુઓનું દાન કરો

  નંબર 4 - તમારા મૂળ વિચારો સાથે જોડાયેલા રહો અને ઈમ્પ્રેસ થવાનું બંધ કરો. રાજકારણીઓએ વર્તમાન યોજનાઓને અમલમાં મુકવા માટે આજના દિવસનો ઉપયોગ કરવો જોઈએ. લગ્નજીવનમાં આવતી મુશ્કેલીઓ ઓછી થઈ શકે છે. ટ્રાવેલ કરવા અને લોકોને મળવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. આશ્રમોમાં કરિયાણાનું દાન કરવાથી સારું પરિણામ મળશે. સરકારી ઓર્ડર, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને બ્રોકર્સના બિઝનેસમાં આજે કરાર પર હસ્તાક્ષર ના કરવા જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: જરૂરિયાતમંદોને ચંપલ, ધાબળા અને ભોજનનું દાન કરો

  નંબર 5 - જો તમે કોઈપણ બાબતે શોર્ટકટ્સ લેવાનું બંધ કરો અને એકબીજાના વિશ્વાસને માન આપો તો આજે તમારો દિવસ સફળ થઈ શકે છે. આજે રિવોર્ડ મળશે અને તમારા પ્રદર્શનની ઓળખ ઊભી કરવાનો દિવસ છે. ટૂંક સમયમાં પ્રોપર્ટી, જ્વેલરી, વાહનો, મજબૂત સોશિયલ નેટવર્ક અને અન્ય સંપત્તિમાં રોકાણ કરવાની તક મળી શકે છે. પરીક્ષામાં સફળતા મળે તે માટે પીળા અને લીલા કલરના કપડા પહેરો. આજે ગણેશ ભગવાનના મંદિરે જઈને તેમને નમન કરો.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: વૃદ્ધાશ્રમમાં કાચા કેળાનું દાન કરો

  નંબર 6 - તમારી સર્જનાત્મક શક્તિના કારણે આજે તમને સફળતા મળી શકે છે, જેથી બિઝનેસના તમામ ક્ષેત્રે અરજી કરો. તમે કામ અને અંગત જીવનમાં હંમેશા પ્રમાણિક છો, પરંતુ બદલામાં તે પ્રકારનું ફળ મેળવવું મુશ્કેલ છે. વિશ્વસનીયતા અને કમિટમેન્ટ એ તમારા વ્યક્તિત્વની શક્તિ છે, અન્ય લોકો આ બાબતનો ફાયદો ના ઉઠાવે તેનું ધ્યાન રાખો. રોમાંસ અને વચનોની લાગણી આજે તમારા પર હાવી રહેશે, જેથી છેતરપિંડીથી સાવચેત રહો. તમારા જ્ઞાનને કારણે આસપાસના લોકો તમને માન આપે છે. બિઝનેસ અથવા નોકરીમાં પાર્ટનર પર વિશ્વાસ ના કરવો, તેઓ ગેરમાર્ગે દોરી શકે છે. હોટેલીયર, ટ્રાવેલર્સ, જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઝ અને ડોકટરો તેમની કુશળતાનું પ્રદર્શન કરે તો આજે તેમનું નસીબ તેમને સાથ આપી શકે છે. ભવિષ્ય માટે રમતગમતમાં કોચનું માર્ગદર્શન લેવાથી તમને સારું પરિણામ મળી શકે છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદોને દહીંનું દાન કરો

  નંબર 7 - આધ્યાત્મિકતાથી તમારી છઠ્ઠી ઇન્દ્રિયને જાગૃત કરવાનો શ્રેષ્ઠ દિવસ છે. અનેક રહસ્ય ઉકેલાવા લાગશે. તમારા જિદ્દી સ્વભાવને ભૂલીને અગાઉની ઓફરનો સ્વીકાર કરો. તમારી લીડરશીપ અને વિશ્લેષણાત્મક કૌશલ્ય એ તમારી સૌથી સારી બાબત છે. વિવાદોમાં પડવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી તમારી ઈમ્પ્રેશન ખરાબ થઈ શકે છે. લવ રિલેશનમાં બોન્ડિંગ મજબૂત થઈ શકે છે. આજે ડોક્યુમેન્ટ્સ પર વિશ્વાસ કરવાની જરૂર છે. કોર્ટ, થિયેટર, ટેક્નોલોજી, સરકારી ટેન્ડરો, રિયલ એસ્ટેટ, શાળાઓ, અનાજ ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જ્યાં સુધી તમે પાર્ટનરશીપમાં નહીં આવો ત્યાં સુધી બિઝનેસ રિલેશન સારા રહેશે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને લીલો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: જરૂરિયાતમંદોને પીળા અનાજનું દાન કરો

  નંબર 8 - આજે શનિદેવની પૂજા કરવી જોઈએ અને પ્રાણીઓની સેવા કરવી જોઈએ. નાની બ્રાન્ડ હોય કે મોટી બ્રાન્ડ તમારો વિકાસ થશે. વેપારમાં ટ્રાન્ઝેક્શન સફળ થશે, પરંતુ ભાગીદારો પર વિશ્વાસ કરતા પહેલા તમે વિચાર કરશો. કાઉન્સેલિંગ, કૌટુંબિક કાર્યો, પ્રેઝન્ટેશન, સરકારી કરાર અથવા ઇન્ટરવ્યૂમાં હાજરી આપવી જરૂરી છે. આજે પરિવાર સાથે સમય પસાર કરવો જરૂરી છે. ટ્રાવેલ કરવાની યોજના ટાળવી જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને લીલા કપડાનું દાન કરો

  નંબર 9 - દરરોજ સવારે સૂર્યનારાયણને જળ અર્પણ કરવું જરૂરી છે. માનવતા દાખવવાથી તમારું નસીબ તમને સાથ આપી શકે છે. મિડીયા, રમતગમત, બાંધકામ, તબીબી, રાજકારણ અને ગ્લેમર ઉદ્યોગના લોકોને ખ્યાતિ મળશે. શિક્ષણ અથવા ક્રિએટીવ આર્ટ સાથે સંકળાયેલા લોકોને આજે વળતર પ્રાપ્ત થઈ શકે છે. બિઝનેસ અથવા નોકરી માટે અપ્રોચ કરવો જરૂરી છે, તમને યોગ્ય રિપ્લાય મળી શકે છે. આજના દિવસે વોલેટમાં લાલ રૂમાલ રાખીને દિવસની શરૂઆત કરો.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9 અને 6

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  7 ઓગસ્ટના રોજ જન્મેલા જાણીતા લોકો: એમ એસ સ્વામીનાથન, માલવિકા મોહનન, સચિન જે જોશી, સુરેશ વાડેકર, રાજમોહન ગાંધી, દીપક ચહર
  First published:

  Tags: Horoscope

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन