Home /News /dharm-bhakti /

Numerology 6 July 2022: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યાવસાયિક જીવન

Numerology 6 July 2022: જાણો આજે કેવો રહેશે તમારો દિવસ અને વ્યાવસાયિક જીવન

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ. 1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1- સમૃદ્ધ જીવનશૈલી ભવિષ્ય માટે મુશ્કેલીનું કારણ બની શકે છે, તેથી તમારા ખર્ચનું એક બજેટ બનાવો. કાનૂની જટિલતાઓના કારણે તણાવ વધી શકે છે. લંચમાં પીળા આહારને સામેલ કરો. શુભ ફળ માટે લેધરની વસ્તુઓ વાપરવાનું ટાળો. અંગત જીવનમાં થોડી ચિંતાઓ રહે પરંતુ મનને શાંત રાખો.

  માસ્ટર કલર – પીળો અને બ્લૂ

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 9

  દાન – આશ્રમમાં પીળા ફળનું દાન કરો

  નંબર 2 – કંઇક સારી વસ્તુ તમારા કામ અને અંગત જીવનમાં શાંતિ લાવશે. બિઝનેસમાં અડચણો આવી શકે છે. પાર્ટનરશિપ શરૂ કરી શકો છો પરંતુ ફ્રોડ અને કોઇ ચાલથી બચવું. વિદ્યાર્થીઓને સફળતા મળશે.

  માસ્ટર કલર – સ્કાય બ્લૂ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 2 અને 6

  દાન – ગરીબોને સફેદ મીઠાઇનું દાન કરો

  નંબર 3- ઘરેલું જવાબદારીઓ પૂર્ણ કરવા માટે યોગ્ય દિવસ અને તમારા પરીવાર સાથે સમય વિતાવો. નસીબનો સાથ મળશે. સંબંધમાં કાળજી જાળવશો. નેતાઓ, સરકારી કર્મચારીઓ, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, એન્કર, એક્ટર્સ, ડાન્સર્સ, રેસ્ટોરન્ટ માલિક, ગૃહિણીઓ અને લેખકોને કરિયરમાં નવી તક મળશે.

  માસ્ટર કલર – લાલ અને બ્લૂ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – જરૂરિયાતમંદોને કેળાનું દાન કરો

  નંબર 4 – તમારા વ્યક્તિત્વમાં મોટુ પરીવર્તન આવશે, જે દેશ પ્રત્યે તમને વધુ જવાબદાર બનાવશે. સામાજીક કાર્યો કરો અને દાન કરો. બાંધકામ, મશીનરી, ધાતુ, સોફ્ટવેર અને દલાલો જેવા વ્યવસાયોએ આજે કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – ગરીબોને ખોરાક અને કપડાનું દાન કરો

  નંબર 5 - તમારા જીવનસાથી પર પ્રભુત્વ રાખવા પર નિયંત્રણ રાખો. તમારે તમારા જીવનસાથીની ભાવનાઓનો આદર કરવો જોઈએ. પુરસ્કારો મેળવવા અને તમારા પ્રદર્શનની ઓળખ મેળવવાનો દિવસ. સંપત્તિ અથવા મશીનરીના રોકાણો કરવા માટેનો દિવસ. સ્પોર્ટસમેન, ફિલ્મ દિગ્દર્શકો, જ્વેલર્સ, ફાઇનાન્સર્સ, નિકાસકારો, રિટેલ બિઝનેસમેન અને મુસાફરોને શ્રેષ્ઠ પરિણામ મળશે. મીટિંગમાં જવા માટે લીલો રંગ પહેરો.

  માસ્ટર કલર – સી ગ્રીન

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – અનાથને દૂધનું દાન કરો.

  નંબર 6 – માતા લક્ષ્મીની પૂજા કરો અને તેના આશીર્વાદ મેળવો. તમને અવગણેલા માણસનો સહકાર મળશે. અનેક તકો મળશે. માતાપિતાને બાળકોનો સપોર્ટ મળશે. વધારે પડતી જવાબદારીઓ લેવાનું ટાળો.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ -શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – આશ્રમમાં સ્ટીલનું વાસણ દાન કરો

  નંબર 7- છેતરપિંડી અને દગો કરવાથી બચો. વડીલો કે બોસ સાથે વિવાદ ટાળો. તમારા તમામ દસ્તાવેજો ખાસ ચકાસો. બિઝનેસ સંબંધો વધુ સારા બનશે.

  માસ્ટર કલર – પીળો અને બ્લૂ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – પીળા કાપડના ટૂકડાનું દાન કરો

  નંબર 8 – દિવસની શરૂઆત પહેલા શનિદેવ અને ભગવાન શંકરની પૂજા કરો. બિઝનેસમાં સફળતા મળશે. સ્વાસ્થ્ય અને પરીવાર પર ધ્યાન આપશો. બહાર જમવાનું ટાળશો.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – પશુઓને લીલા ધાનનું દાન કરો

  નંબર 9 – આર્ટિસ્ટ અને ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં કામ કરતા લોકોને અને મેડિકલ પ્રેક્ટિસ કરતા લોકોને કામમાં ગ્રોથ અને સારી તક મળશે. દિવસ દરમિયાન અનેક સફળતા મળશે. જૂના મિત્રોને મળવાનો દિવસ. દિવસની શરૂઆત લાલ રંગના કપડા પહેરીને કરો.

  માસ્ટર કલર – લાલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર - 9 અને 6

  દાન- ગરીબોને ઓરેન્જનું દાન કરો

  6 જુલાઇએ જન્મેલી હસ્તીઓ – રણવીર સિંહ, 14th દલાઇ લામા, સિદ્ધાંત કપૂર, સચિન બંસલ, શ્વેતા ત્રિપાઠી
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन