Home /News /dharm-bhakti /

Numerology 6 August 2022: આજે કોને મળશે સફળતા અને કોને રહેવું પડશે સાવચેત

Numerology 6 August 2022: આજે કોને મળશે સફળતા અને કોને રહેવું પડશે સાવચેત

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1- આજ ઘરેથી કામ કરવું જોઈએ, તમારા ગુસ્સા અને ખર્ચ પર કાબૂ રાખો. અન્ય લોકોની બાબત પર ધ્યાન રાખવા માટે સતત નજર રાખો. તમારી કાયદાકીય અથવા ઓફિશિયલ સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરી શકે તેવા સંબંધી સાથે મુલાકાત થશે. અભિનેતાઓ, જ્વેલર્સ, વૈજ્ઞાનિકો, ડિઝાઇનર્સ અને હાર્ડવેરના વેપારીઓને ઓફર મળી શકે છે અને તેનો સ્વીકાર કરવો જોઈએ. આકર્ષિત કરવા માટે ચામડાની વસ્તુઓનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. પર્સનલ લાઈફમાં તમને સંતોષ નહીં મળે જેથી ધીરજ રાખો.

  માસ્ટર કલર: ઓફ્ફ વ્હાઈટ અને સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: આશ્રમમાં સૂર્યમુખીના તેલનું દાન કરો

  નંબર 2- ભગવાન ચંદ્રની કૃપા મેળવવા માટે ઘરમાં ભીની જગ્યાઓ સાફ રાખો. તમારા મનમાં મેલ ના હોવાના કારણે લોકો તમારી તરફ આકર્ષિત થાય છે. ઓફિસમાં જવાબદારી લેવાનો, નવો વ્યવસાય શરૂ કરવાનો અને સુંદરતા માટે પૈસા ખર્ચ કરવાનો દિવસ છે. તમારી ફીલિંગ્સને વાસ્તવિકતામાં ફેરવવા માટે આજે રોમેન્ટિક દિવસ છે. સોશિયલાઈઝ થવાની કોશિશ કરો. રાજકારણીઓએ પ્રતિસ્પર્ધીઓથી સાવચેત રહેવું જોઈએ અને ટ્રાવેલ કરવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2 અને 6

  દાન: ગરીબોને મિઠાઈ અને દહીંનું દાન કરો

  નંબર 3- લોકોને ભોજન પસંદ આવે તે માટે ભોજનમાં હંમેશા હળદર નાખો. કોઈપણ ક્ષેત્રના કલાકારની તેમના કાર્ય માટે પ્રશંસા થઈ શકે છે. ટૂંક સમયમાં રિલેશનમાં બંધાઈ શકો છો. તમારું ભાગ્ય સાથ આપશે પરંતુ સંબંધો ભવિષ્યમાં સાથ આપતા હોવાથી સંબંધો અંગે ગંભીર થવું જરૂરી છે. રાજકારણીઓ, સરકારી અધિકારીઓ, સંગીતકારો, ડિઝાઇનર્સ, વિદ્યાર્થીઓ, ન્યૂઝ એન્કર, અભિનેતાઓ, નર્તકો, રેસ્ટોરન્ટ માલિકો, ગૃહિણીઓ, હોટેલીયર્સ અને લેખકો કારકિર્દીમાં આગળ વધે તે માટે જાહેરાત થવાની સંભાવના છે.

  માસ્ટર કલર: ઓરેન્જ અને પીચ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: જરૂરિયાતમંદોને કાચી હળદરનું દાન કરો

  નંબર 4- તમારા અગાઉના સારા કર્મોને કારણે તમારું ભાગ્ય તમને સાથ આપી શકે છે. દેશભક્તિની લાગણીને કારણે આજે તમારી માનસિકતા બદલાઈ શકે છે. તમને સમાજ માટે કામ કરવાનું અને અન્ય લોકોની મદદ કરવાની ઈચ્છા થશે. તમે જ્ઞાન અને દયાથી ભરપૂર છો, આજે ભોજનનું દાન કરવું તે ચમત્કારિક સાબિત થઈ શકે છે. બાંધકામ, મશીનરી, મેટલ્સ, સોફ્ટવેર અને બ્રોકર્સ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ કરાર પર હસ્તાક્ષર કરવાનું ટાળવું જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને ભોજન અને કપડાનું દાન કરો

  નંબર 5- દર બુધવારે ભગવાન ગણેશના મંત્રનો જાપ કરો અને આજે મંદિરમાં લીલા પાંદડા અર્પણ કરો. પર્સનલ લાઈફમાં પૂર્ણતા પ્રાપ્ત કરવાનો દિવસ છે. તમારે તમારા ભાગીદારોની લાગણીઓને માન આપવું જોઈએ. ટૂંક સમયમાં પ્રોપર્ટી અથવા શેરમાં રોકાણ કરવાનો દિવસ આવી શકે છે, જેનાથી તમને નાણાકીય લાભ થવાની સંભાવના છે. સ્પોર્ટ્સમેન, ફિલ્મ ડાયરેક્ટર, જ્વેલર્સ, ફાઇનાન્સર્સ, નિકાસકારો, છૂટક વેપારી અને પ્રવાસીઓને આજે શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થશે. મીટિંગમાં લીલા કપડા પહેરવાથી ફાયદો થઈ શકે છે. તમે જેને પ્રેમ કરો છો તમારે આજે તેને પ્રપોઝ કરવું જોઈએ.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ આશ્રમમાં દૂધનું દાન કરો

  નંબર 6- આજે તમે ભાવનાત્મક રીતે કોઈના પર નિર્ભર રહી શકો છો. આજનો દિવસ રોમાંસ અને વચનથી ભરપૂર છે, જેના કારણે તમે તમારા કાર્ય પર પ્રભુત્વ ધરાવો છો. આજે તમે તક, વૈભવ, સમૃદ્ધિ, સન્માન અને શક્તિનો આનંદ લઈ શકશો. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે અને સંતાનોને માતા-પિતાના આશીર્વાદ મળશે. તમારા ખભા પર ઘણી બધી જવાબદારીઓ ના લેવી જોઈએ, તમે તમામ લોકોને ખુશ કરી શકો નહીં. જ્વેલર્સ, અભિનેતાઓ, જોકીઝ અને ડોકટરો તેમની સ્કિલ દર્શાવી શકે છે અને તેમનું નસીબ તેમને સાથ આપી શકે છે. પિતા બાળકોને તેમના જીવન માટે યોગ્ય માર્ગદર્શન આપે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને બંગડીનું દાન કરો

  નંબર 7- બિઝનેસમાં જોખમ લઈને તમારી યોજના અનુસાર આગળ વધી શકો છો. આજનો દિવસ નાણાંકીય નિર્ણયો સાથે સંકળાયેલ છે. ઓફિસમાં બોસ અથવા વડીલ સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ. તમારી પ્રામાણિકતાની સામે તમને વિશ્વાસ અને સન્માન આપવામાં આવશે. લોયલ્ટીના આધારે તમે આજે તમામ દસ્તાવેજો પર વિશ્વાસ કરી શકો છો. સરકારી ટેન્ડર, રિઅલ એસ્ટેટ, શાળાઓ, ઈન્ટીરિયર્સ ક્ષેત્રે કામ કરતા લોકો માટે આજે શુભ દિવસ છે. બિઝનેસ કરતા સમયે ઈમોશન્સને સાઈડમાં જ રાખવા જોઈએ.

  માસ્ટર કલર: ઓરેન્જ અને બ્લ્યૂ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: મંદિરમાં તાંબાના સિક્કાનું દાન કરો

  નંબર 8- પરિવારના અન્ય સભ્યોને જવાબદારી આપવાનો સમય છે. બિઝનેસમાં લેવડ-દેવડ કરવાથી સફળતા મળશે, પરંતુ આરોગ્ય સ્વસ્થ રહે તે માટે ખુદને સમય આપવો પણ જરૂરી છે. પરિવાર સાથે સમય પસાર કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવશે. આજે બહાર ખાવાનું ટાળવું જોઈએ. નાણાકીય સ્થિતિ મદબૂત થાય અને લવ રિલેશન જળવાઈ રહે તે માટે આજે શ્રેષ્ઠ દિવસ છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: પશુઓને લીલા અનાજનું દાન કરો

  નંબર 9- ગ્લેમર અને મેડિકલ ઈન્ડસ્ટ્રીના લોકોને સફળતા પ્રાપ્ત થશે. ક્રિએટીવ આર્ટ સાથે સંકળાયેલા લોકોને આજે સિદ્ધિ પ્રાપ્ત થશે. જૂના મિત્રો સાથે મુલાકાત કરવા માટે આજે શુભ દિવસ છે. આજના દિવસની શરૂઆત લાલ કપડા પહેરીને કરો. મેટલ ક્ષેત્રમાં ડીલ કરતાં લોકોએ જવાબદારીનો સ્વીકાર કરવો જોઈએ, જેનાથી ભવિષ્યમાં નફો થવાની સંભાવના છે.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9 અને 6

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  6 ઓગસ્ટના રોજ જન્મેલા લોકો: દીપિકા કક્કર, આદિત્ય નારાયણ, અભિષેક કપૂર, ધન્યા બાલાકૃષ્ણ, સાયરસ સાહુકર, રાજેન્દ્ર સિંહ, જી પરમેશ્વર.
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन