Home /News /dharm-bhakti /

Numerology 5 July 2022: આ લોકો માટે દિવસ રહેશે નવી તકોથી ભરપૂર, વિદ્યાર્થીઓ માણશે સફળતાનો આનંદ

Numerology 5 July 2022: આ લોકો માટે દિવસ રહેશે નવી તકોથી ભરપૂર, વિદ્યાર્થીઓ માણશે સફળતાનો આનંદ

પૂજા જૈન

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ. 1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1 – તમારા કરિયર માટે અમુક નવી તકો આવશે જે ભવિષ્યમાં શ્રેષ્ઠ સાબિત થશે. લાગણીઓ તમારી તરફેણ રહેતી જણાય. તમારા પ્રેમી કે નજીકના વ્યક્તિ પાસેથી સરપ્રાઇઝ, પ્રપોઝલ અથવા ગીફ્ટ મળી શકે છે. બિઝનેસ સંબંધિત જોખમ લેવા માટે શ્રેષ્ઠ દિવસ. વિદ્યાર્થીઓ અને રમતવીરોને સફળતા મળશે.

  માસ્ટર કલર – લીલો અને સફેદ

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 1 અને 5

  દાન – ગરીબોને કેળાનું દાન કરો.

  નંબર 2 – રાજકારણીઓને પાર્ટી મેમ્બર્સનો સહકાર મળશે. લિક્વિડ બિઝનેસમાં તેજી આવશે. માતાપિતા માટે બાળકોના સપના પૂર્ણ કરવાનો ઉત્તમ દિવસ. રોમાન્સ કપલના સંબંધને વધુ સારો બનાવી શકે છે. મહત્વની મીટિંગ અને ઇન્ટરવ્યૂમાં સફેદ કપડા પહેરવાથી શુભ ફળ મળશે. જૂના મિત્રો સાથે સમય વિતાવો. દિવસના અંતમાં તમારી લાગણીઓ પર કાબૂ રાખો.

  માસ્ટર કલર – એક્વા

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર - 2 અને 6

  દાન – ગરીબોને ખાંડનું દાન કરો

  નંબર 3 – ઇન્ટરવ્યૂ સફળ રીતે પાસ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. નસીબ, સ્થિરતા, તક અને સહકાર તમને એકસાથે પ્રોત્સાહન આપશે. ગેરસમજ દૂર કરવાથી સંબંધ મજબૂત બનશે. ક્રિએટિવ લોકો માટે રોકાણ અને વળતર મેળવવા યોગ્ય સમય. કોચ, સરકારી ઓફિસર, સંગીતકારો અને રાજકારણીઓને પ્રમોશન અને પબ્લિસિટી મળશે. બિઝનેસમેન ડિલ્સને સફળ બનાવી શકશે.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – આશ્રમમાં બ્રાઉન રાઇસનું દાન કરો

  નંબર 4 - મેનિપ્યુલેશન્સથી દૂર રહેવાનું યાદ રાખશો. વેચાણ અને માર્કેટિંગ આયોજનને એક્શન પર રાખો અને નસીબને તેની ભૂમિકા ભજવવા દો. દિવસ થોડો વ્યસ્ત રહેશે. બિઝનેસ માટે આગળ વધો. નોન વેજ ટાળશો અને કસરત કરશો.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 9

  દાન – ગરીબોને મીઠાવાળો લીલો ખોરાક દાનમાં આપો

  નંબર 5 – જો કોઇ ખાસ મીટિંગ કે મુલાકાત હોય તો લીલા વસ્ત્રો પહેરો. રીલેશનશિપમાં રોમેન્સ જળવાઇ રહે. ટૂંકો પ્રવાસ થવાની શક્યતા. ખાસ વ્યક્તિને મળી શકો છો. સ્ટોકમાં રોકાણ કરો. પડકારોનો સામનો કરો, પબ્લિક મીટિંગમાં જઇ શકો છો. પ્રમોશન અને અપ્રેઝલ મળી શકે છે. તમારા પ્રેમીને મળી શકો છો.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – લીલા છોડનું દાન કરો

  નંબર 6 – દિવસ આશીર્વાદ, આનંદ, ખુશી અને હાસ્યથી ભરપૂર રહેશે. નાણાંકીય લાભો થવાની પ્રબળ શક્યતા. તમારા તમામ ટાર્ગેટ આજે પૂર્ણ થશે. સરકારી ઓફિસરોને નવી પ્રોફાઇલ અથવા પ્રમોશન મળી શકે છે.

  માસ્ટર કલર – એક્વા

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6 અને 2

  દાન – અનાથાશ્રમમાં બાળકોને દૂધનું દાન કરો.

  નંબર 7 – ભૂતકાળના તમારા નિર્ણયો સફળ જણાશે. પીળા ભાતનું દાન કરવાનું ભૂલશો નહીં. નાની બ્રાન્ડ સાથે કોલોબ્રેશન કરવું હિતાવહ. આદર્શ જીવનશૈલી અનુસરો.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – ગરીબોને પીળા ફળોનું દાન કરો

  નંબર 8 - ઘણી બધી બાબતોમાં દિવસના અંત સુધીમાં સફળતા પ્રાપ્ત થશે. આત્મવિશ્વાસ આજે તમને કોઈપણ મુશ્કેલીમાંથી બહાર લાવવામાં મદદ કરશે. પશુઓને દાન કરવા માટે આ એક સારો દિવસ છે. યુગલો વચ્ચે પ્રેમ સંબંધો સારા રહેશે. ડોકટરો અને ઉત્પાદકોને નાણાંકીય લાભ મળશે. મશીનરી ખરીદવા અને સંપત્તિમાં રોકાણ કરવા માટે શ્રેષ્ઠ દિવસ. તણાવને કારણે શારીરિક તંદુરસ્તીને નુકસાન થઈ શકે છે, તેથી સૂતા પહેલા યોગ કરો.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને લીલા મગનું દાન કરો

  નંબર 9 - જાહેર હસ્તીઓને આજે સફળતા અને ભાગ્યનો સાથ મળશે. પૈસા કરતા વધારે તમે સમાજ તરફથી મળતા આદરથી સંતુષ્ટ થશો. તેમજ યુવાનો માટે પોતાના પાર્ટનરને ઇમ્પ્રેસ કરવા માટે દિવસ અનુકૂળ બની શકે છે. સામૂહિક વક્તવ્યનો આનંદ માણવા, કોઈ ઇવેન્ટમાં ભાગ લેવા, પાર્ટીનું આયોજન કરવા, ઘરેણા ખરીદવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટેનો શ્રેષ્ઠ દિવસ. અભિનેતાઓ, રિટેલર્સ, રેસ્ટોરન્ટ્સ, ડિઝાઇનર્સ, બિલ્ડર્સ, ટ્રાન્સર્સ, આઇટી પ્રોફેશનલ અને ડોક્ટર્સ નાણાં અને સમયના રોકાણ પર ઊંચું વળતર મળશે.

  માસ્ટર કલર – બ્રાઉન

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 6

  દાન – બાળકીને લાલ રૂમાલ દાનમાં આપો

  5 જુલાઇએ જન્મેલી હસ્તીઓ – રામ વિલાસ પાસવાન, પી વી સિંધુ, ઝયેદ ખાન, રાકેશ ઝુનઝુનવાલા, જાવેદ અલી, મુમતાઝ, ગુરૂ હરગોવિંદ સિંહ, ગીતા કપૂર
  First published:

  Tags: Gujarati Rashifal, Horoscope, Numerology, Numerology Suggestions, Rashi bhavishya, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन