Home /News /dharm-bhakti /

Numerology 5 August 2022: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

Numerology 5 August 2022: આજનો દિવસ કોના માટે છે શુભ અને કોને મળશે સફળતા?

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1- તમે આજે ખૂબ જ ઈન્ટ્રોસ્પેક્ટીવ છો, જેના કારણે તમે આજે ખૂબ જ સારા લીડર બની શકો છો. કારકિર્દીમાં આજે વિકાસ થશે, જેના કારણે તમારું ભવિષ્ય સુધરી જશે. લીડર્સ ફોલોઅર્સની સંખ્યામાં વધારો કરી શકશે અને વૈશ્વિક ઓળખ પણ ઊભી કરી શકશે. આજના દિવસે તમને ગિફ્ટ, પ્રપોઝલ અને તમારા અંગત વ્યક્તિ તરફથી સમર્થન મળશે, જેના કારણે તમે ખૂબ જ ખુશ રહેશો. જોખમ લઈને બિઝનેસ સાથે જોડાયેલા નિર્ણય કરી શકો છો અને આગળ વધી શકાય છે. વિદ્યાર્થીઓ, ડોકટરો, અભિનેતાઓ, મોડલ, રિટેઈલ વેપારી, ખેડૂતો, જ્વેલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સ્ટોક બ્રોકર્સ અને સ્પોર્ટ્સમેનને વિજય પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: લીલો અને પીળો

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 1 અને 5

  દાન: ગરીબોને કેળાનું દાન કરો

  નંબર 2- પ્રખ્યાત બ્રાન્ડ્સ સાથે કોલાબોરેશન અને મર્જ કરવાનો દિવસ છે. રાજનેતાઓને આજે પક્ષના સભ્યોનો ટેકો પ્રાપ્ત થશે અને મહિલાઓની સમાજમાં સારી છબી ઊભી થશે. લિક્વિડ અને મેડિસિન બિઝનેસમાં ઉચ્ચ વળતર પ્રાપ્ત થશે. માતાપિતાએ તેમના બાળકો વિશેના સપના પૂરા કરવા ધીરજ રાખવાનો આ સમય છે. યુગલો વચ્ચે સારો રોમાન્સ રહે તો સંબંધો વધુ મજબૂત થશે. મીટિંગ અને ઇન્ટરવ્યૂમાં ક્રીમ કલર પહેરવાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. મદદ લેવા માટે જૂના મિત્રો સાથે સમય પસાર કરો.

  માસ્ટર કલર: ક્રીમ અને ઓફ્ફ વ્હાઈટ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2 અને 6

  દાન: ગરીબોને સુગરનું દાન કરો

  નંબર 3- દિવસ સારો પસાર થાય તે માટે તુલસીને દીવો કરીને દિવસની શરૂઆત કરો. તમારા કામના અનુભવને શેર કરવા અને ઇન્ટરવ્યૂ ક્રેક કરવા માટે હાલમાં સારો સમય છે. વૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે નસીબ, સ્થિરતા, તક, ટેકો અને આકર્ષણ, આ તમામ બાબતો એકસાથે આવે છે. આજે તમે તમારી મૂંઝવણ દૂર કરશો તો સંબંધ વધુ મજબૂત થશે. લાઈફ પાર્ટનર સાથે વિવાદ થાય તો પણ વાતચીત કરતા રહો. ક્રિએટીવ લોકો પાસે રોકાણ અને વળતર માટે શ્રેષ્ઠ સમય હશે. શિક્ષણવિદો, કોચ, સરકારી અધિકારીઓ, સંગીતકારો અને રાજકારણીઓએ પ્રમોશન અને પ્રચાર કરવો. બપોરે ભોજન કર્યા બાદ બિઝનેસમેનને ક્લાયન્ટ મળશે અને ડીલ પણ પૂર્ણ કરશે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 1

  દાન: આશ્રમમાં બ્રાઉન રાઈસનું દાન કરો

  નંબર 4- સવારે રાહુ મંત્રનો જાપ કરો અને ગ્રહના આશીર્વાદ મેળવો. આજે તમને તમારું નસીબ સાથ આપી શકે છે. તમે જેવા છો તેવા જ રહો અને છેતરપિંડીથી દૂર રહો. વેચાણ અને માર્કેટિંગ સ્ટ્રેટેજી પર કાર્ય કરતા રહો અને નસીબને તેનું કામ કરવા દો. આજનો દિવસ બિઝી રહેશે. તમારે ઘરની જવાબદારીને ભૂલીને બિઝનેસ કરવા માટે બહાર જવું જોઈએ. કપલે તેમની પ્રેમની ફીલિંગને શેર કરવી જોઈએ. નોન વેજનું ભોજન ના કરશો અને કસરત કરો.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને સોલ્ટેડ લીલા ભોજનનું દાન કરો

  નંબર 5- આજના દિવસે તમને હીરોની જેમ સફળતા અને વિજય પ્રાપ્ત થશે. તમારે ક્યાય ખાસ હાજરી આપવાની હોય તો આજે લીલા રંગના કપડા પહેરો. આજે તમને તમારું નસીબ સાથ આપશે. આજે સંબંધો માણવા માટે સારો દિવસ છે. આજે તમે શોર્ટ ટ્રીપ પર જઈ શકો છો. આજો કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની સંભાવના છે. આજે તમારે જે જોઈએ છે, તેની ખરીદી કરો. આજે સ્ટોક અથવા પ્રોપર્ટીમાં રોકાણ કરવું જોઈએ, ચેલેન્જનો સ્વીકાર કરવો જોઈએ, જાહેર સભાઓમાં હાજર રહેવું જોઈએ, સ્પર્ધાઓમાં હાજરી આપવી જોઈએ અને બિઝનેસ માટે જોખમ લેવું જોઈએ. આજે તમારું પ્રમોશન મંજૂર થવાની સંભાવના છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: મિત્રને તુલસી માળા અથવા તુલસીના છોડનું દાન કરો

  નંબર 6- તમે ફ્લેક્સિબલ હોવાના કારણે કાર્યસ્થળે લોકો તમારો ફાયદો ઉપાડી શકે છે. આ કારણોસર તમારી કામ અંગેની પસંદગીનો ઉલ્લેખ કરવો જરૂરી છે. આજનો દિવસ આનંદ, પારિવારિક કાર્યો, પ્રસંગો, મિત્રોને મળવાનો અને ઘરેલું જવાબદારીઓથી ભરપૂર છે. વિજેતાની જેમ તમે તમામ લક્ષ્ય પ્રાપ્ત કરી શકશો. ગૃહિણીઓને દિવસભરના ભાગદોડથી થાક લાગી શકે છે. સરકારી અધિકારીઓને પ્રમોશન મળી શકે છે. કલાકાર સામૂહિક રીતે લોકોને ઈમ્પ્રેસ કરવા માટે સક્ષમ હશે. પ્રોપર્ટીના સોદા સરળતાથી પાર પાડવામાં આવશે. આજે તમને લગ્ન માટે પ્રપોઝલ મળી શકે છે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6 અને 2

  દાન: અનાથ આશ્રમમાં સ્ટીલના વાસણનું દાન કરો

  નંબર 7- તમે કોઈપણ સમસ્યાનો સામનો કરવા માટે સક્ષમ છો. આસપાસના લોકોના આશીર્વાદ પ્રાપ્ત થવાથી તમારા સપના પૂર્ણ થઈ શકે છે. આજે ભગવાન શિવની જરૂરથી પૂજા કરો. મોટી બ્રાન્ડને બદલે નાની બ્રાંડ સાથે કોલાબોરેશન કરીને કામ કરવાનું શરૂ કરવું જોઈએ. તમે તમારા ઓડિટર્સ પર વિશ્વાસ કરી શકતા ના હોવાને કારણે આજે લીધેલા કોઈપણ નિર્ણયોની નાણાકીય સમીક્ષા થવી જોઈએ. કાયદાકીય બાબતોમાં જીત મળી શકે છે, પરંતુ સમાધાન માટે પૈસાની જરૂર પડશે. ફક્ત શિસ્તબદ્ધ જીવનશૈલી અનુસાર રહો અને ઉદાર બનો.

  માસ્ટર કલર: પીળો અને લીલો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: ગરીબોને પીળા ફળનું દાન કરો

  નંબર 8- આજના દિવસે તમારી મહેનત ઘટી શકે છે અને તમને તમારું નસીબ સાથ આપી શકે છે. આજના દિવસના અંત સુધીમાં સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. આત્મવિશ્વાસની મદદથી આજે તમે કોઈપણ મુશ્કેલીમાંથી બહાર આવી શકો છો. પશુઓ માટે દાન કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. દંપતી વચ્ચેના સંબંધો સારા રહેશે. ડોકટરો, તેલના વ્યવસાય, બિલ્ડરો, સરકારી કોન્ટ્રાક્ટરો અને ઉત્પાદકોને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. મશીનરી ખરીદવા અને પ્રોપર્ટીમાં રોકાણ કરવા માટે આજે સારો દિવસ છે. શારીરિક તંદુરસ્તી માટે યોગ કરવાની જરૂર છે.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને મગની દાળનું દાન કરો

  નંબર 9- મંગળ ગ્રહની શક્તિ વધારવા માટે આજે બેગમાં લાલ રૂમાલ રાખો. જાહેર ક્ષેત્રની વ્યક્તિઓને આજે સફળતા પ્રાપ્ત થશે અને ભાગ્ય સાથ આપશે. પૈસા કરતા તમને સમાજ તરફથી સન્માન પ્રાપ્ત થશે. આજે યુવાનોને ઈમ્પ્રેસ કરી શકાય છે. સામૂહિક રીતે બોલવા, ઇવેન્ટમાં હાજરી આપવા, પાર્ટી હોસ્ટ કરવા, જ્વેલરીની ખરીદી કરવા અથવા સ્પર્ધાત્મક પરીક્ષા આપવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. અભિનેતાઓ, છૂટક વિક્રેતાઓ, રેસ્ટોરેટ્સ, ડિઝાઇનર્સ, બિલ્ડરો, ટ્રેનર, આઇટી પ્રોફેશનલ અને ડોકટરોને રોકાણ કરવા પર હાઈ રિટર્ન પ્રાપ્ત થશે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9 અને 6

  દાન: બાળકીને લાલ રૂમાલનું દાન કરો

  5 ઓગસ્ટના રોજ જન્મેલા લોકો: ભરત શાહ, કાજોલ, ગ્રીજલવા દેવી, જેનેલિયા ડિસોઝા, વેંકટેશ પ્રસાદ, વિક્રમાદિત્ય સિંહ.
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन