Home /News /dharm-bhakti /

Numerology 4 August 2022: કોના માટે છે આજે શુભ દિવસ અને કોને મળશે સફળતા?

Numerology 4 August 2022: કોના માટે છે આજે શુભ દિવસ અને કોને મળશે સફળતા?

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  Numerology 4 August 2022: કોના માટે છે આજે શુભ દિવસ અને કોને મળશે સફળતા?આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો.

  નંબર 1- આજનો દિવસ એક્શનથી ભરપૂર છે. આજે નવા સંબંધ બની શકે છે અને બિઝનેસ પાર્ટનરશીપ શરૂ થઈ શકે છે. સુંદર થવા માટે ખર્ચ કરવો તે તમારો અધિકાર છે. તમારી આસપાસ સ્વચ્છતા જાળવો. મશીનો અને ખેતીની જમીન જેવી સંપત્તિ ખરીદવાથી હાઈ રિટર્ન મળશે. ફાર્માસ્યુટિકલ, મશીનરી, મેન્યુફેક્ચરિંગ, કોસ્મેટિક્સ, હેન્ડીક્રાફ્ટ કન્સ્ટ્રક્શન, એગ્રીકલ્ચર પુસ્તક, દવાઓ અને ફાઇનાન્સના બિઝનેસમાં સારું પર્ફોર્મન્સ જોવા મળશે. બાળકોને શિક્ષકો અથવા કોચ તરફથી અપ્રિસિએટ કરવામાં આવશે. કોઈના મનને હાનિ ના પહોંચે તે માટે તમારી સ્પીચમાં હળવા શબ્દોનો પ્રયોગ કરો.
  માસ્ટર કલર: બ્રાઉન
  શુભ દિવસ: મંગળવાર અને શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: ગરીબોને બ્રાઉન ચોખાનું દાન કરો

  નંબર 2- વાદ - વિવાદનો ઉકેલ આવી શકે છે. જો તમે તમારા બોસને મહત્વપૂર્ણ અથવા ગોપનીય માહિતી ઈમેલ કરવા ઈચ્છો છો તો કોઈપણ પ્રકારના પરિણામોથી ડરશો નહીં અને મેઈલ કરી દો. કાયદાકીય કમિટમેન્ટ વિલંબ સાથે પૂર્ણ થશે. તણાવ દૂર કરવા માટે તમારે આજે દૂધ અને પાણીથી સ્નાન કરવું જોઈએ. આજે પૈસાનો ઉપયોગ જૂનું દેવુ ચૂકવવા અને કાયદાકીય વિવાદોનું નિવારણ કરવાનો રહેશે. મેટલ, લિક્વિડ દવાઓ, એન્જિનિયરિંગ આયાત નિકાસ, કેમિકલ ક્ષેત્રે સંકળાયેલા લોકો અને બિલ્ડરો તથા રાજકારણીઓને સફળતા મળશે.
  માસ્ટર કલર: સ્કાય બ્લ્યૂ અને પીચ
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 6
  દાન: મંદિરમાં દહીનું દાન કરો

  નંબર 3- આજે અંગત સંબંધોમાં સ્પષ્ટતા જોવા મળશે. સરકારી નોકરી કે કોન્ટ્રાક્ટ જોબ શરૂ કરી શકાય છે. રાજકારણીઓએ તેમનું ટેલેન્ટ, જ્ઞાન, કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. લોકો તમારા જ્ઞાનની સાથે-સાથે વાણીથી પણ પ્રભાવિત થશે. આજે લેવામાં આવેલ તમામ નિર્ણયો ખાસ કરીને રાજકારણીઓ, સંગીતકારો, ઈલેક્ટ્રોનિક મીડિયા, ઓટોમોબાઈલ બિઝનેસમેન અને લેખકોના પક્ષમાં આવશે. આજે કરેલા રોકાણમાં વધુ વળતર મળશે. પ્રેમ કરનારાઓએ ખુલ્લા દિલે તેમની લાગણી રજૂ કરવી જોઈએ. સરકારી અધિકારીઓને તેમનું નસીબ સાથ આપશે. નસીબ સાથ આપે તે માટે તમારા ગુરુના નામનો જાપ કરો અને પીળા કપડા પહેરો.
  માસ્ટર કલર: પીળો અને ઓરેન્જ
  શુભ દિવસ: ગુરુવાર
  શુભ નંબર: 3 અને 1
  દાન: ઘરકામમાં મદદ કરતી મહિલાને કેસરનું દાન કરો

  નંબર 4- સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને ભગવાન શિવને દૂધનો અભિષેક કર્યા બાદ દિવસની શરૂઆત કરો. ખેતી, ઉત્પાદન, હસ્તકલા, દિશા, કોચિંગ, રમતગમતની વસ્તુઓ, બેંકિંગ અને સૌર ઊર્જાના ક્ષેત્રે પૈસા કમાવવા માટે આજનો દિવસ શુભ છે. તમારે ફક્ત શિસ્ત અને પરફેક્શન પર ધ્યાન આપવાની જરૂર છે. આજના દિવસે ભવિષ્ય માટેના કામની શરૂઆત કરો. રાજનીતિ અને મનોરંજન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો માટે આજનો દિવસ બિઝી રહેશે. મેડિકલ અને કૃષિ ક્ષેત્રે સકારાત્મક પરિવર્તન જોવા મળશે. વિદ્યાર્થીઓએ ગૃપમાં અભ્યાસ કરવો અને આગળ વધવા માટે જે વિદ્યાર્થીઓને સારા માર્ક્સ આવે તેમની મદદ લો. આજે નોન વેજ ખાવાનું ટાળવું જોઈએ.
  માસ્ટર કલર: બ્લ્યૂ
  શુભ દિવસ: શનિવાર
  શુભ નંબર: 9
  દાન: ભિખારીને કાચા કેળાનું દાન કરો

  નંબર 5- ભગવાનના આશીર્વાદ મેળવવા માટે ભગવાન ગણેશે લીલું અનાજ અર્પણ કરો. આજે મહેનતને ચતુરાઈથી અમલમાં મૂકીને નસીબનો ઉપયોગ કરવાનો દિવસ છે. તમારું ચુંબકીય વ્યક્તિત્વ આસપાસના તમામ લોકોને પ્રભાવિત કરશે. સ્પોર્ટ્સમેન, ડિરેક્ટર્સ, ડિઝાઇનર્સ, એન્જિનિયર્સ, સ્ટોકીસ્ટ, રિટેલર્સ અને બેન્કર્સને નસીબ સાથ આપશે. વિદ્યાર્થીઓ પણ આજે તેમની શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત થશે.
  માસ્ટર કલર: લીલો
  શુભ દિવસ: બુધવાર
  શુભ નંબર: 5
  દાન: પશુઓને લીલા પાનનું દાન કરો

  નંબર 6- આજે તમારો દિવસ છે અને તમે ઘણા લોકો માટે વૃદ્ધિના સર્જક બનશો. પ્રપોઝ કરવા, કમિટમેન્ટ કરવા, લક્ઝરીનો આનંદ માણવા, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા, ટ્રાવેલ કરવા, પ્રેઝન્ટેશન આપવા, મિડીયાનો સામનો કરવા, વિજયની ઊજવણી કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. પરિવાર સાથે સમય પસાર કરવા અને નવી તકો પ્રાપ્ત કરવા માટે શુભ દિવસ છે. વિઝાની રાહ જોઈ રહેલાને સારો જવાબ મળી શકે છે. પ્રોડક્શન યુનિટ સ્થાપવા માટે મિલકત શોધી રહેલા લોકોને આજે સારો વિકલ્પ મળી શકે છે. અભિનેતાઓ અને મિડીયા ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળશે.
  માસ્ટર કલર: બ્લ્યૂ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: ઘરના કામકાજમાં મદદ કરતી વ્યક્તિને વાસણનું દાન કરો
   
  નંબર 7- કૂલ રહેવા માટે આજે મેડિટેશન કરવું જરૂરી છે. આજનો દિવસ બિઝી હોવા છતાં, કાયદાના દાવપેચ રમવા માટે તમારી બુદ્ધિમતાની જરૂરિયાત છે. તમારા વડીલો અને પૂર્વજોના આશીર્વાદથી જ રમતગમત, કાયદાકીય કેસ, બિઝનેસ ડીલ, ઇન્ટરવ્યૂ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારી જીત મળી શકે છે. ગુરુ મંત્રનું વાંચન અને જાપ જરૂરથી કરો અને તમારા ગુસ્સાના સ્વભાવને નિયંત્રણમાં રાખો. નરમ અને સારા શબ્દોથી તમે આજે બાજી જીતી શકો છો. તમારે તમાકુ કે દારૂની ખરાબ લત્તથી દૂર રહેવું જોઈએ અને સાદુ તથા વેજિટેરિયન ભોજનનું જ સેવન કરવું જોઈએ.
  માસ્ટર કલર: લીલો
  શુભ દિવસ: સોમવાર
  શુભ નંબર: 7
  દાન: મંદિરમાં તેલનું દાન કરો
   
  નંબર 8- મનની શાંતિ જળવાઈ રહે તે માટે તમારું ઘર અને ઓફિસ સ્વચ્છ હોવા જોઈએ. મોટા નિર્ણયો લેતી વખતે તમામ બાબતોએ વિચારણા કરવી જોઈએ. સફળતા મેળવવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે, પરંતુ તમારી બ્રાન્ડ અને શાખની મદદથી તમને દિવસના અંત સુધીમાં લાભ થશે. નફો મેળવવા માટે દાન અને વાણીમાં નરમાશ રાખવી જરૂરી છે. સેવાઓ આપતી વખતે ડોકટરોને પ્રશંસા મળશે. જાહેર જીવન સાથે સંકળાયેલી વ્યક્તિઓને સાંજ સુધીમાં નાણાકીય લાભ પ્રાપ્ત થશે. દાન અને કસરત કરવામાં સમય પસાર કરો. સવારે ઉઠ્યા પછી ધાબળો જરૂરથી વાળો.
  માસ્ટર કલર: બ્લ્યૂ
  શુભ દિવસ: શુક્રવાર
  શુભ નંબર: 6
  દાન: ભિક્ષુકોને ચંપલનું દાન કરો

  નંબર 9- આજે આખો દિવસ રોમાંસ અને પૂર્ણતાની લાગણી જળવાઈ રહેશે. આજે અચાનક ધન કે સફળતા મળી શકે છે. સરકારી આદેશો માટે સંપર્ક કરવા આજે શ્રેષ્ઠ દિવસ છે. આજે શુભ દિવસ હોવાથી સ્પોર્ટ્સમેન અને વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટેશનમાં આગળ વધવું જોઈએ. જાહેર વક્તાઓ, શેફ, મિડીયા ક્ષેત્ર સાથે સંકળાયેલ લોકો, અભિનેતાઓ, CA, શિક્ષકો, રમતવીર અને હોટેલીયરને આજે તેમનું નસીબ સાથ આપી શકે છે.
  માસ્ટર કલર: જાંબલી
  શુભ દિવસ: મંગળવાર
  શુભ નંબર: 3 અને 9
  દાન: ઘરના કામકાજમાં મદદ કરતી વ્યક્તિને લાલ બંગડીનું દાન કરો

  4 ઓગસ્ટના રોજ જન્મેલા લોકો: અરબાઝ ખાન, કિશોર કુમાર, ઉદયપુર સિંહ, શશીકલા, વિશાલ ભારદ્વાજ, શ્રુતિ મર્ચન્ટ
  Published by:ankit patel
  First published:

  Tags: Astrology, DharmaBhakti, Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन