Home /News /dharm-bhakti /

Numerology 31 May: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

Numerology 31 May: અંકશાસ્ત્ર પ્રમાણે જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ અને કઈ બાબતોનું રાખવું ધ્યાન

પ્રતિકાત્મક તસવીર

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions ) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1 - એક ઉત્તમ સંયોજન જ્યાં દિવસ બતાવશે કે સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે તમારું પોતાનું ભાગ્ય કેવી રીતે બનાવવું. પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ બંને એકદમ સરળ રહેશે. સ્પોર્ટ્સ અથવા રમતમાં જીતની શક્યતા. સાધનો, મશીનો, ટ્રાવેલ એજન્સીઓ, ફર્નિચર, પુસ્તકો, દવાઓ, ગ્લેમર અને વસ્ત્રોના વ્યવસાયમાં સરળ વળતર જોવા મળશે. રાજકારણીઓ અને પાઇલટ્સ શ્રેષ્ઠ પરિણામો સાથે નેતૃત્વ પ્રાપ્ત કરશે.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર – 1

  દાન- ગરીબોને ઘઉંનું દાન કરો.

  નંબર 2 - સ્ત્રીઓએ અન્ય સ્ત્રીઓ સાથે સાવચેત રહેવું જોઈએ અને ઘરેલું રાજકારણ ટાળવું જોઈએ. લોકો તમારી લાગણીઓ અને મહત્વાકાંક્ષાને દબાવવાનો પ્રયાસ કરશે. તમારી છબીના ભોગે કાનૂની પ્રતિબદ્ધતાઓ પૂર્ણ કરવામાં આવશે. તમે કોઈ એવી વ્યક્તિને મળશો જે તમારા આદરને ઠેસ પહોંચાડી શકે છે તેથી સાવચેત રહો. સ્ત્રીઓએ જીવનસાથીની સાવચેતીભર્યા સ્વભાવની અવગણના કરવી જોઈએ. સરકારી કરારને તોડવા માટે તમારા પાછલા સંબંધોનો ઉપયોગ કરવાનો આ દિવસ છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ બિઝનેસ અને રાજનેતાઓને નવી ઊંચાઇ જોવા મળશે.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 6

  દાન – મંદિરમાં તેલનું દાન કરો.

  નંબર 3 - તમારી વૈવિધ્યતા અને આકર્ષક વ્યક્તિત્વથી લોકોને તમારાથી ઈર્ષ્યા થઇ શકે છે. પરંતુ તમારો દિવસ સફળ રહેશે. તમારી એક્ટિંગ સ્કિલ પ્રદર્શિત કરવા માટેનો શ્રેષ્ઠ દિવસ. કાર્યસ્થળ પર તમારી ભરતી અંગે તમારું સ્વાગત કરાશે. જાહેર હસ્તીઓની સ્પીચ પ્રભાવિત કરી શકશે. તમામ નિર્ણયો તમારા પક્ષમાં રહેશે. આજે કરેલું રોકાણ તમને સારો નફો આપશે. પ્રેમના એકરાર માટે શ્રેષ્ઠ દિવસ. દિવસની શરૂઆત કરતા પહેલા તમારા ગુરુના નામનો જાપ કરવાનું અને કપાળ પર ચંદન લગાવવાનું ભૂલશો નહીં.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મહિલા હેલ્પરને કેસરનું દાન કરો.

  નંબર 4 - તમારે તમારા નિર્ણયો પ્રત્યે દ્રઢ નિશ્ચય કરવો જોઈએ કારણ કે તે ભવિષ્યમાં શ્રેષ્ઠ પરિવર્તન લાવશે. તમારે વારંવાર અભિપ્રાય બદલવાનું ટાળવું જોઈએ. ઉત્પાદકો અને ખેડુતો જો સંપત્તિ ખરીદે તો નિર્ણયને જાળવી રાખે. રાજકારણ અને મનોરંજન ઉદ્યોગના લોકો માટે મુસાફરી કરવા માટે અનુકૂળ દિવસ છે. મેડિકલ, સોફ્ટવેર, હેન્ડીક્રાફ્ટ, મેટલ, વૈજ્ઞાનિકો, એડવર્ટાઇઝિંગ સેક્ટરમાં સફળ ફેરફારો જોવા મળશે. માર્કેટિંગ ફિલ્ડના લોકો તેમના મહિનાના અંતના લક્ષ્યોને મેળવી શકે તેવી સંભાવના છે. શાકાહારી ભોજન લો અને મેડીટેશન કરો.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 9

  દાન – ગરીબોને ખાટા ફળોનું દાન કરવું

  નંબર 5 – ગ્લેમર અને મીડિયા ફિલ્ડના લોકો માટે આજે ગ્રોથની બહોળી શક્યતા છે. તમારી પર્સનલ લાઇફ રોમેન્સ અને કમિટમેન્ટ્સની ભરપૂર રહેશે. કોઇ જૂનો મિત્ર મદદ માંગી શકે છે. ડિઝાઇનર્સ, બ્રોકર્સ, પ્રોઅર્ટી ડીલર્સ, બેન્કર્સ, સ્પોર્ટ્સમેન અને રાજકીય નેતાઓ ખાસ નસીબ ભોગવશે. વિદ્યાર્થીઓને સારા માર્ક્સ મળશે.

  માસ્ટર કલર – સી ગ્રીમ

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – લીલા શાકભાજીનું દાન કરવું

  નંબર 6 – તમારો દિવસ રોમાન્સથી ભરપૂર અને તકોથી સંપન્ન રહેશે. બાળકો સાથે સમય વિતાવવા માટેનો દિવસ. વિઝા માટે લાંબો સમય રાહ જોવી પડી શકે છે. ઘર કે નોકરી શોધી રહેલા લોકો માટે સારો વિકલ્પ મળશે. એક્ટર્સ અને મીડિયા ફિલ્ડના લોકોને સફળતા મળશે. જીવન અંગે તમારી તમામ ગૂંચવણ અને મૂંઝવણો દૂર થશે.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોની દૂધની મીઠાઇનું દાન કરો

  નંબર 7 – સમયનો વ્યવ ન કરશો. તમારા કમ્ફર્ટ ઝોનમાં બહાર આવી નવી તકોને આવકારો. રમતગમત અને શૈક્ષણિકમાં તમને જીત મેળવવા માટે તમારા વડીલોના આશીર્વાદ મળશે. સંબંધ ખીલશે અને ગુરુ મંત્ર વાંચવો અને જપ કરવો જોઈએ. રાજકારણીઓ માટે તેમજ જાહેર સભાઓમાં ભાગ લેવા અને પક્ષના વરિષ્ઠોને પ્રભાવિત કરવા માટે એક સુંદર દિવસ. શેર બજારમાં મહિલાઓને નસીબનો સાથ મળશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – મંદિરમાં કુમકુમનું દાન કરશો

  નંબર 8 – ભૂતકાળમાં તમે કરેલી મહેનતનું ફળ મળશે. મોટા નિર્ણય લેતી સમયે સભાન રહેશો. સદ્ભાવના અને વ્યાપક સામાજિક નેટવર્કની મદદથી, દિવસના અંત સુધીમાં તમને સફળતાનો આનંદ મળશે. તમે ઉચ્ચ સ્તરનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં વધુ સમય પસાર કરશો. સેમિનારો આપતી વખતે ડોકટરોને પ્રશંસા મળશે. સાંજ સુધીમાં જાહેર હસ્તીઓને વધુ લોકપ્રિયતા મળશે.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન – ગરીબોને ખાટા ફળોનું દાન કરશો

  Numerology તમારા જૂના મિત્રો સાથે મુલાકાત થશે. પ્રોપર્ટી ડીલર્સ અને ડોકટરોને વિશેષ સફળતા પ્રાપ્ત થશે. પ્રેમમાં પડેલા લોકોએ સાવધાન રહેવું. અચાનક ધનની પ્રાપ્તિ થઇ શકે છે. બઢતી, ઇન્ટરવ્યુ અથવા ઓડિશન આપવા અને સરકારી આદેશો માટે ફાઇલિંગ માટે સંપર્ક કરવા માટે આજનો દિવસ શુભ. અભિનેતાઓ, સીએ, શિક્ષકો, સ્પોર્ટસમેન અને હોટેલિયરને સારા નસીબનો સાથ મળશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 9

  દાન – હેલ્પર અથવા ગરીબોને દાડમનું દાન કરો.

  31મી મેના રોજ જન્મેલી હસ્તીઓ: કૃષ્ણ દાસ, અહલ્યાબાઈ હોલકર, વીર દાસ, સુબ્રતો બાગચી, કલ્પના આઝમી
  First published:

  Tags: Astrology, Numerology, Numerology Suggestions

  આગામી સમાચાર