Home /News /dharm-bhakti /

Numerology 3 July 2022: આવા લોકો માટે વડીલોના આશીર્વાદ ફળદાયી રહેશે, જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

Numerology 3 July 2022: આવા લોકો માટે વડીલોના આશીર્વાદ ફળદાયી રહેશે, જાણો આજનો દિવસ તમારા માટે કેવો રહેશે

અંકશાસ્ત્ર પરથી રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ. 1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1 - જો તમે તમારા શબ્દોને કઈ રીત વાપરવા તે જાણો છો તો તમે ભવિષ્યની તમામ ગેમ જીતી શકો છો. તમારે તમારા કોચ અથવા શિક્ષક પર સ્પર્ધા પહેલા વિશ્વાસ કરવો જોઇએ. આજે પ્રોપર્ટીની ખરીદી અને વેચાણ બંને થોડા ગૂંચવણી ભર્યા રહેશે. ગેમ્સ અને સ્પોર્ટ્સમાં જીત મળશે. આઇટી, કન્સ્ટ્રક્શન, એગ્રિકલ્ચર, બૂક્સ, મેડીસિન અને ફાઇનાન્સના કારોબારમાં સફળતા મળી શકે છે. તમારે ભગવાન સૂર્યની પૂજા કરવી જોઇએ અને ગુરૂમંત્રનો જાપ કરવો જોઇએ.

  માસ્ટર કલર – પીળો

  લકી દિવસ – રવિવાર

  લકી નંબર -1

  દાન – ભીખારીઓને કેળાનું દાન કરો

  નંબર 2 – આજે તમે મૂડ સ્વિંગ્સ અનુભવશો અને તમારે તમારી ભાષા પર કંટ્રોલ રાખવો જોઇએ. કાયદાકિય કાર્યો વિઘ્ન વગર જ પાર પડશે. તમારા સ્વાભિમાનને નુકસાન પહોંચાડનાર કોઇ વ્યક્તિ સાથે તમારી મુલાકાત થઇ શકે છે. મહિલાઓએ ઘરના વડીલોને સહકાર આપવો.

  માસ્ટર કલર – ક્રિમ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 6

  દાન – મંદિરમાં દૂધ અથવા તેલનું દાન કરો

  નંબર 3 – તમારુ ટેલેન્ટ, નોલેજ અને સ્કિલ્સ પ્રદર્શિત કરવા માટે આજે શ્રેષ્ઠ દિવસ છે. તમારા કાર્ય અને સ્પીચથી લોકો પ્રભાવિત થશે. આજે નિર્ણયો તમારા પક્ષમાં રહેશે. આજે કરેલા રોકાણમાં સારું વળતર મળશે. પ્રેમના એકરાર માટે બેસ્ટ દિવસ છે. તમારા ગુરૂના નામનો જાપ કરો અને માથા પર ચંદનનું તિલક કરો.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – ગુરૂવાર

  લકી નંબર – 3 અને 1

  દાન – મહિલા હેલ્પરને કેસરનું દાન કરો

  નંબર 4- આજે તમારા માટે ટાઇમ મેનેજમેન્ટ મહત્વનું રહેશે. તેથી તમારી તમામ અપોઇન્ટમેન્ટ્સ માટે તૈયાર રહો. ભવિષ્યના આયોજનો માટે આજથી જ તૈયારી શરૂ કરો. કન્સ્ટ્રક્શન અને સ્ટોક માર્કેટમાં આજે ધીમી ગતિ દેખાશે પરંતુ મેડિકલ અને એગ્રિકલ્ચરમાં સકારાત્મક વલણ જોવા મળશે. નોન વેજ ખાવાનું ટાળશો.

  માસ્ટર કલર – બ્લૂ

  લકી દિવસ – શનિવાર

  લકી નંબર – 9

  દાન – ભિક્ષુકોને બ્લેન્કેટનું દાન કરો

  નંબર 5 – તમારું સ્મિત તમારી આસપાસના લોકોને ખુશ કરશે. સારા પર્ફોમન્સ બદલ સરાહના મળશે. મિત્રો અથવા સંબંધીઓ મદદ માટે સંપર્ક કરી શકે છે. બેન્કર્સને ખાસ નસીબનો સાથે મળી શકે છે.

  માસ્ટર કલર – સી ગ્રીમ

  લકી દિવસ – બુધવાર

  લકી નંબર – 5

  દાન – લીલા શાકભાજીનું દાન કરો

  નંબર 6 – ટ્રાવેલિંગ, પ્રેઝન્ટેશન, માસ મીડિયા અને સફળતાને સેલિબ્રેટ કરવા માટે શ્રેષ્ઠ દિવસ છે. બાળકો સાથે સમય વિતાવવા માટે યોગ્ય દિવસ છે. તમારા વિઝા બાબતે સકારાત્મક સમાચાર આવી શકે છે. નવી ફેક્ટરી માટે પ્રોપર્ટી શોધી રહેલા લોકોને સારી જગ્યા મળી શકે છે.

  માસ્ટર કલર – ટીલ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન—ગરીબોને મીઠાઇનું દાન કરો.

  નંબર 7 – સ્પોર્ટ્સ અને શિક્ષણમાં સફળતા માટે વડીલોના આશીર્વાદ ફળદાયી રહેશે. સંબંધો સારા બનશે. ગુરૂ મંત્રનો જાપ કરો. મધુર અને દયાળુ શબ્દોનો ઉપયોગ તમને દરેક બાબતમાં જીત અપાવશે. રાજકારણીઓ માટે દિવસ સારો રહેશે.

  માસ્ટર કલર – ઓરેન્જ

  લકી દિવસ – સોમવાર

  લકી નંબર – 7

  દાન – મંદિરમાં કંકુનું દાન કરો

  નંબર 8 – મોટા નિર્ણયો લેતા પહેલા ફ્લેક્સિબલ બનશો. સફળતા મેળવવા માટે વધુ મહેનત કરવી પડે. દિવસના અંત સુધીમાં તમને સારું ફળ મળી શકે છે. સાંજ સુધીમાં પબ્લિક ફિગર્સને લાભ મળશે.

  માસ્ટર કલર – સી બ્લૂ

  લકી દિવસ – શુક્રવાર

  લકી નંબર – 6

  દાન - ભિક્ષુકોને ખાટા ફળોનું દાન કરો

  નંબર 9 – આજનો દિવસ વખાણ અને સફળતાથી ભરપૂર રહેશે. અચાનક સફળતા અને ધનની પ્રાપ્તિ થશે. સરકારી ઓર્ડર માટે પ્રયાસ કરવા માટે સારો દિવસ છે. એક્ટર, સીએ, શિક્ષકો, સ્પોર્ટ્સમેન અને હોટેલિયરને ખાસ નસીબનો સાથ મળશે.

  માસ્ટર કલર – લાલ અને ઓરેન્જ

  લકી દિવસ – મંગળવાર

  લકી નંબર – 3 અને 9

  દાન- ભિક્ષુકો અને હેલ્પરને દાડમનું દાન કરો.
  First published:

  Tags: Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन