Home /News /dharm-bhakti /

Numerology 29 July: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે બિઝનેસમાં સફળતા?

Numerology 29 July: આજનો દિવસ કોના માટે રહેશે શુભ અને કોને મળશે બિઝનેસમાં સફળતા?

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ જાતકો

  નંબર 1-

  આજે મોટા ગ્રુપ સાથે તમારું એસોસિએશન સફળ થઈ શકે છે. આજે નવી માર્ગદર્શિકા અથવા માર્ગદર્શકને મળવાની સંભાવના રહેલી છે. આજનો દિવસ શોપિંગ, કોન્ટ્રાક્ટ કરવા, ફેમિલી ગેટ ટુ ગેધરમાં હાજર રહેવા, શોર્ટ ટ્રીપ અરેન્જ કરવામાં અથવા ઇન્ટરવ્યૂની તૈયારીમાં પસાર થશે. આજે તમે તમામ લક્ઝરીનો આનંદ માણી શકશો, પરંતુ અંગત સંબંધોમાં અવિશ્વાસ ઊભો થશે. આજે ભોજનમાં પીળી મીઠાઈનો સમાવેશ કરવો જરૂરી છે. ગ્રાહકો અને સંબંધીઓ સાથે સારા સંબંધો ઊભા કરવા અને તેમનો વિશ્વાસ પ્રાપ્ત કરવા માટે આજે સારો દિવસ છે. તમારે આજે ડિપ્લોમેટીક ન બનવું જોઈએ અને સીધી વાત કરવી જોઈએ. નવા ક્ષેત્રે રોકાણ માટે તમારા જ્ઞાનનો સફળતાપૂર્વક અમલ કરવામાં આવશે. સોલાર એનર્જી, ઇલેક્ટ્રોનિક્સ, શિક્ષણ અને પુસ્તકોના વ્યવસાયમાં ઉચ્ચ વળતર મળવાની સંભાવના છે.

  માસ્ટર કલર: ક્રીમ

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 3

  દાન: મંદિરમાં દિવેલનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2-

  લગ્નનો વિચાર કરવાનો આજે સૌથી સારો દિવસ છે. આજનો દિવસ ટ્રાવેલ પ્લાન અને શોપિંગ સાથે શરૂ કરો. સરકારી કરાર કરવા માટે આજે સૌથી સારો દિવસ છે. અંગત જીવનમાં ડિપ્લોમેસી અને ડાયરેક્ટ કમ્યુનિકેશન મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. પ્રિયજનો સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે સારો દિવસ છે. તમારી ભવિષ્યની યોજનાઓ વાસ્તવિકતામાં પરિણમી હોવાથી તૈયાર રહો અને ઘરે પરત ફરતી વખતે ખુશ રહો. આજે ઇન્ટરવ્યૂ, ઓડિશન, પ્રેઝન્ટેશન, સ્પર્ધાઓ અને સેમિનારમાં સ્કાય બ્લ્યૂ કપડા પહેરવાથી લાભ થવાની સંભાવના છે. આજે તમારું નસીબ તમારો સાથ આપતું હોવાથી મિત્રો અને બોસનું સમર્થન મળશે, આ કારણોસર સફળતાનો આનંદ લો.

  માસ્ટર કલર: પીચ

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિખારીઓ અને પશુઓને ભોજનનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3-

  આજનો દિવસ ઓરલ કમ્યુનિકેશન અને સેલ્ફ એક્સપ્રેશનથી ભરપૂર છે. તમારા કોચ પર વિશ્વાસ રાખો. તમામ બિનજરૂરી ડ્રામા ભૂલીને શ્રેષ્ઠ દિવસ બનાવવા માટે સાચું બોલો. તમારા મિત્રોને ઈમ્પ્રેસ કરવાનો અને સોશિયલાઈઝ થવા માટે સારો દિવસ છે. જો તમે ઉચ્ચ અભ્યાસ, ડાન્સ, રસોઈ, ડિઝાઇનિંગ, એક્ટિંગ, શિક્ષણ અથવા ઓડિટિંગમાં સારા છો તો ટેલેન્ટ દર્શાવવાનો સમય છે. નાણાંકીય ક્ષેત્રે સંકળાયેલા લોકો, વૈજ્ઞાનિક, રાજકારણીઓ, લેખકો, ચિત્રકારો ઉચ્ચ નાણાકીય લાભ મળવાની સંભાવના છે.

  માસ્ટર કલર: ગુલાબી

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 9

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4-

  અનેક મૂંઝવણો દૂર થતાં આજે તમને રાહત થઈ શકે છે. આજના દિવસે ભવિષ્ય માટેનું આયોજન થઈ શકે છે, આ કારણોસર હાલમાં વધુ પ્રેશર આપવાનું ટાળવું જોઈએ. ક્લાયન્ટનું પ્રેઝન્ટેશન ખૂબ જ સારું અને પ્રશંસાપાત્ર હશે. મોટાભાગનો સમય કાઉન્સેલિંગ અને માર્કેટિંગમાં પસાર કરવો જોઈએ. જો મશીનો સાથે કામ કરવાનું હોય તો મશીનરીમાં સુધારો કરવાની જરૂર છે. ઠંડક જાળવવા માટે કેસરની મિઠાઈનું સેવન કરો અને આસપાસના મિત્રો સાથે સમય પસાર કરો.

  માસ્ટર કલર: વાદળી

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 6

  દાન: ગરીબોને લીલા અનાજનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5-

  આજે તમારું નસીબ તમારો સાથ આપે છે, જેથી તેનો આનંદ લો. ઈમોશન્સને તમારા નિર્ણયો પર હાવી ન થવા દો. એક્વા કલરના કપડા પહેરવાથી મીટિંગમાં લાભ થશે. લંચ પહેલાં ઇન્ટરવ્યૂ અને પ્રેઝન્ટેશનનું કામ પૂર્ણ કરો. આજે સંપત્તિ સંબંધિત નિર્ણયો યોગ્ય નિર્ણય લેવામાં આવશે. ટ્રાવેલ લવર ફરવા માટે ભારતની બહાર જઈ શકે છે અને ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે. આજે જૂના મિત્રોને મળવાનો દિવસ છે.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથ આશ્રમમાં લીલા ફળનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6-

  આજનો દિવસ નસીબ, વૈભવી, સુખ અને સંપૂર્ણતાથી ભરપૂર છે. શુક્ર ગ્રહથી સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. આજે તમને પરિવાર, મિત્રો, ફોલોઅર્સ અને સહકર્મીઓનો સાથ મળશે જેથી તમે ધન્યતા અનુભવશો. આજે ઓફિસમાં પ્રમોશન મળી શકે છે અને પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરો. વ્યવસાય સંબંધિત સફળતાના નિર્ણયો લેવા માટે તમારી પાસે યોગ્ય ક્ષમતા છે. સૌંદર્ય પ્રસાધનો, લક્ઝરી વસ્તુઓ, વાહન, મકાન, મશીનરી અથવા જ્વેલરી ખરીદવા માટે આજનો દિવસ શુભ છે. સાંજે રોમેન્ટિક ડેટ પર જવાથી તમારું આખું અઠવાડિયું સારું જશે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: પશુઓને અને અનાથ આશ્રમમાં દૂધનું દાન કરો

  7 અને 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7-

  તમે આજે હીરોની જેમ કામ કરશો અને સમયસર તમામ કાર્ય પૂર્ણ કરી શકશો. નાણાકીય હિસાબો અને જમીનના મામલામાં ખાસ કરીને વડીલોની સલાહ અનુસાર કામ કરવું જરૂરી છે. આજના દિવસે ક્લાયન્ટ અથવા ગ્રાહકો સાથે સમાધાન ના કરશો અને તમારા નિર્ણયો પર અડગ રહો. સવારે ગુરુ મંત્રનો જાપ કરો. ગ્રહ કેતુની પૂજા અને અનુષ્ઠાન કરો. યોગ્ય સમય અનુસાર બિઝનેસ ડીલ થશે. વકીલો અને આઈટી ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા મળશે. લગ્નના પ્રસ્તાવ પર વિચાર કરવો જરૂરી છે. ભગવાન શિવ મંદિરની મુલાકાત લો અને તેમના પર દૂધ તથા જળથી અભિષેક કરવાથી દિવસ સફળતાપૂર્વક પૂર્ણ થશે.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: ગરીબોને પીળા ચોખાનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8-

  આજે જ્યાં પણ મૂંઝવણ અનુભવો છો ત્યાં તમારી શાખ અને સામાજિક નેટવર્કની શક્તિનો ઉપયોગ કરો. તમારું ઉદાર વલણ અને ઉચ્ચ સ્તરના જ્ઞાનથી લોકો તમારી તરફ આકર્ષાશે. કમ્યુનિકેશનથી બિઝનેસ ડીલ તોડી શકાશે. ઉત્પાદકો અને સોફ્ટવેર એન્જિનિયરો નવા ક્ષેત્રે રોકાણ કરવા માટે જોખમ લઈ શકે છે. વિદ્યાર્થીઓએ વિદેશ જવા માટે પ્રયાસ કરવો જ જોઈએ, જેથી હાઈ ફી ચૂકવીને તમે તમારા સપના પૂર્ણ કરી શકો છો. નાણાકીય ટ્રાન્ઝેક્શન વચ્ચે તમે આખો દિવસ બિઝી રહેશો; જેથી આજના દિવસના અંતમાં તમને નાણાકીય લાભ પ્રાપ્ત થશે. આજે વૃદ્ધાશ્રમમાં દાન જરૂરથી કરવું જોઈએ.

  માસ્ટર કલર: બ્લ્યૂ

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદ વ્યક્તિઓને ચંપલનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9-

  જ્યારે તમે ટીમમાં કામ કરો, તે સમયે વખતે તમારા અહંકાર અને ગુસ્સાને સાઈડમાં રાખો. જે લોકો આજે શિફ્ટ થઈ રહ્યા છે અથવા નવી નોકરી પસંદ કરી રહ્યા છે, નવા સંબંધોમાં જોડાઈ રહ્યા છે, જમીન ખરીદી રહ્યા છે અને ઉચ્ચ અભ્યાસ માટે જઈ રહ્યા છે તે લોકો માટે આજનો દિવસ શુભ છે. રાજકારણ, મીડિયા, અભિનય, રમતગમત, નાણા અથવા શિક્ષણ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. સરકારી યુવા અધિકારીઓને આજે માસ સ્પીકિંગની ઓફર કરવામાં આવશે. ડિઝાઇનિંગ ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ ઈન્ટરવ્યૂ આપવું જોઈએ અથવા પરીક્ષા આપવી જોઈએ. માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે. બિઝનેસ ભાગીદારો અથવા ટીમનો વિશ્વાસ જાળવી રાખો.

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: મંદિરમાં કંકુનું દાન કરો

  અનુપ જલોટા, સંજય દત્ત, એલી અવરામ, મયુર મહેતા, મનમીત સિંહનો જન્મ 29 જુલાઈના રોજ થયો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Numerology, Numerology Suggestions

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन