Home /News /dharm-bhakti /

Numerology Suggestions 29 June: આજનો દિવસ કેવો રહેશે અને બિઝનેસમાં શું લાભ થશે?

Numerology Suggestions 29 June: આજનો દિવસ કેવો રહેશે અને બિઝનેસમાં શું લાભ થશે?

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિભવિષ્ય

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  1, 10, 19 અને 28 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 1- વેપારમાં જોખમ લેવા માટે આજનો દિવસ ખૂબ જ ભાગ્યશાળી છે. તમે આજે તમારા મિત્રોને મળી શકો છો, કન્ફ્યુઝન દૂર થઈ શકે છે. સફળતા પ્રાપ્ત કરવા માટે ખુદ પર સંયમ રાખો અને કાઉન્ટરપાર્ટ્સથી સાવધાન રહો. ગ્રાહકો અને સંબંધીઓ સાથેના સંબંધો વધુ મજબૂત કરવા માટે અને તેમનો વિશ્વાસ મેળવવા માટે આજનો દિવસ શુભ છે. સૌર ઊર્જા, ઈલેક્ટ્રોનિક્સ, લિક્વિડ્સ અને પુસ્તક ક્ષેત્રે ફાયદો મળવાની સંભાવના છે.

  માસ્ટર કલર: સી ગ્રીન

  શુભ દિવસ: રવિવાર

  શુભ નંબર: 1

  દાન: ગરીબોને કેળાનું દાન કરો

  2, 11, 20 અને 29 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 2- અંગત જીવનમાં તમારા તમામ સપનાઓ પૂર્ણ થવાની સંભાવના છે. સકારાત્મક ઊર્જા ઉત્પન્ન થાય તે માટે ધ્યાન ધરો અને દૂધના પાણીથી સ્નાન કરીને દિવસની શરૂઆત કરો. અંગત જીવનમાં સીધી રીતે વાત કરવાથી ડાયરેક્ટ કમ્યુનિકેશન કરવાથી લાભ થઈ શકે છે. આજે તમે તમારા મિત્ર સાથે રોમેન્ટીક ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. તમારી તમામ યોજનાઓ આજે વાસ્તવિકતામાં પરિવર્તિત થઈ શકે છે. આજે ઈન્ટરવ્યૂ અને ઓડિશનમાં સફેદ કપડા પહેરવાથી ફાયદો થઈ શકે છે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 2

  દાન: ભિક્ષુકોને દૂધનું દાન કરો

  3, 12, 22 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 3- તમારી ઊર્જાઓને એક પોઈન્ટ પર કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. સેલ્સ સાથે સંકળાયેલા વ્યક્તિઓની આજે સરાહના થઈ શકે છે. તમારા કોચ પર વિશ્વાસ રાખો તમને સર્વોત્તમ પરિણામ મળી શકે છે. અગાઉની બાબતોને ભૂલીને આગળ વધો. મિત્રોને મળવા માટેનો આજનો દિવસ શુભ છે. સ્ટડી, નૃત્ય, ભોજન, ડિઝાઈનિંગ, એક્ટીંગ અથવા ઓડિટીંગ ક્ષેત્રે આજે તમે તમારું લક અજમાવી શકો છો. નાણાકીય ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે લાભ થઈ શકે છે.

  માસ્ટર કલર: બ્રાઉન

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ નંબર: 3 અને 9

  દાન: મંદિરોમાં કંકુનું દાન કરો

  4, 13, 22 અને 31 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 4- જો તમે પૈસા કમાવવા માટે કોઈ યોજના બનાવી રહ્યા હોવ તો આજે તેનો અમલ કરવો જોઈએ. આજનો દિવસ બિઝી રહેવાથી વધુ માત્રામાં પાણીનું સેવન કરો. આજે અનેક સમસ્યાનું સોલ્યુશન આવી શકે છે જેથી તમને રાહત મળશે. ક્લાયન્ટ તમને ખૂબ જ સારુ પ્રેઝન્ટેશન આપી શકે છે. વધુમાં વધુ સમય કાઉન્સેલિંગ અને માર્કેટીંગમાં પસાર કરવો જોઈએ. જો તમે મશીનરીથી કામ કરી રહ્યા હોવ તો મશીનરીની હવે સર્વિસ કરવાની જરૂરિયાત છે.

  માસ્ટર કલર: ટીલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન: ગરીબોને અનાજનું દાન કરો

  5, 14 અને 23 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 5- આજના દિવસે તમારુ નસીબ તમારો સાથ આપી શકે છે. ધનનો દુરુપયોગ ના કરશો. રોકાણ કરવાની જે પણ યોજના બનાવી છે, તેમાં હાઈ રિટર્ન મળી શકે છે. એક્વા કલરના કપડા પહેરવાથી આજે તમને ફાયદો થઈ શકે છે. ઈન્ટરવ્યૂ માટે બહાર જવાનું રાખો. સંપત્તિ સંબંધિત નિર્ણયો યોગ્ય સાબિત થઈ શકે છે. જે લોકોને ટ્રાવેલ કરવું પસંદ છે, તેઓ ટ્રાવેલ માટે વિદેશ જઈ શકે છે. આજે ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે.

  માસ્ટર કલર: લીલો

  શુભ દિવસ: બુધવાર

  શુભ નંબર: 5

  દાન: અનાથઆશ્રમમાં ગ્રીન ફ્રુટનું દાન કરો

  6, 15 અને 24 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 6- આજે ભુલાઈ ગયેલા સોદાઓ, કમિટમેન્ટને પૂર્ણ કરવાનો અને નવી શરૂઆત કરવાનો દિવસ છે. તમે પારિવારિક સપોર્ટ, મિત્રો અને સમજદાર જીવનસાથી મેળવવા બદલ ભગવાનનો આભાર માનશો. જીવનસાથી સાથે સમય પસાર કરવો અને બઢતી માટે અરજી કરવી. વાહનો, ઘર, મશીનરી અથવા જવેલરી ખરીદવા માટે સારો દિવસ છે. સાંજની રોમેન્ટિક ડેટ તમારું આખું અઠવાડિયું પ્રેમાળ બનાવશે.

  માસ્ટર કલર: એક્વા

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ નંબર: 6

  દાન: ઘરના કામકાજમાં સહાય કરતા લોકોને ખાંડનું દાન કરો

  7, 16 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 7- ટેકનોલોજી, વિજ્ઞાન, ફેશન હેન્ડીક્રાફ્ટ, કાયદો, આયાત નિકાસ અને શિક્ષા ક્ષેત્રે આજે સારું પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. આજે ઈન્ટરવ્યૂમાં પીળા કલરના કપડા પહેરવા જોઈએ. આજના દિવસે કોઈપણ ક્લાયન્ટ સાથે ડીલ ના કરવી જોઈએ. સવારે ગુરુમંત્રનો જાપ કરો અને આજના દિવસે વિવાહ પ્રસ્તાવ આવે તેના પર વિચાર જરૂરથી કરવો જોઈએ. ભગવાન શિવના મંદિરમાં દર્શન અને તેમના પર અભિષેક કરવાથી સફળતા પ્રાપ્ત થઈ શકે છે.

  માસ્ટર કલર: સી ગ્રીન

  શુભ દિવસ: સોમવાર

  શુભ નંબર: 7

  દાન: મંદિરમાં કોપર અથવા બ્રોન્ઝનું દાન કરો

  8, 17 અને 25 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 8- ડોકટર, વૈજ્ઞાનિક, સરકારી અધિકારીઓને વધુ કામ મળશે. તમારી ઈચ્છાશક્તિના આધાર પર તમને અધિકાર અને લોકપ્રિયતા પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થીઓ વિદેશ જવાનું વિચારી રહ્યા છે તે વિદ્યાર્થીઓએ હાઈ ફી ચૂકવવાની રહેશે. અને તેમના સપના પણ પૂર્ણ થઈ શકે છે. તમે આજે આખો દિવસ ટ્રાવેલમાં વ્યસ્ત રહી શકો છો. આજે વૃદ્ધાશ્રમમાં જરૂરથી દાન કરવું જોઈએ.

  માસ્ટર કલર: સી બ્લ્યૂ

  શુભ દિવસ: શનિવાર

  શુભ નંબર: 6

  દાન: જરૂરિયાતમંદોને કપડાનું દાન કરો

  9, 18 અને 27 તારીખે જન્મેલ વ્યક્તિઓ

  નંબર 9- જો તમે નવું કાર્ય કરવાનું, સંપત્તિ ખરીદવાનું અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે વિચારી રહ્યા હોવ તો તમારે કમ્યુનિકેશન અને નેટવર્કિંગનો ઉપયોગ કરવો જોઈએ. પ્રેમમાં પડેલા લોકો આજે પોતાના પાર્ટનરને પ્રપોઝ કરી શકે છે. રાજનીતિ, મીડિયા, એક્ટીંગ, રમત ગમત, નાણાકીય અથવા શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા લોકોને આજે લાભ થઈ શકે છે. ડિઝાઈનિંગ ક્ષેત્રે સંકળાયેલા લોકોએ આજે ઈન્ટરવ્યૂ આપવું જોઈએ. ગુસ્સા પર નિયંત્રણ રાખો અને લોકોને ક્ષમા કરી દો.

  આ પણ વાંચોNumerology 28 June 2022: આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને થશે નફો, જાણો કેવો રહેશે તમારો દિવસ

  માસ્ટર કલર: ઓરેન્જ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ નંબર: 9

  દાન : મંદિરમાં નાડાછડીનું દાન કરો

  ઉપાસના સિંહ, હરીશ કલ્યાણ, શેહનાઝ ટ્રિસરી, આશુતોષ મુખર્જી, પ્રતાપસિંહ રાવ ગાયકવાડનો જન્મ 29 જૂનના રોજ થયો છે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Astrology tips, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन