Home /News /dharm-bhakti /

Numerology 28 June 2022: આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને થશે નફો, જાણો કેવો રહેશે તમારો દિવસ

Numerology 28 June 2022: આ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોને થશે નફો, જાણો કેવો રહેશે તમારો દિવસ

અંકશાસ્ત્ર પ્રમાણે રાશિભવિષ્ય

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1 (1, 10, 19 અને 28મી તારીખે જન્મેલા લોકો) : આજે ભગવાન સૂર્યના આશીર્વાદ લો અને નાની અડચણો દૂર કરતા જાવ તો ઉત્તમ પરિણામ મળશે. લીડર્સ માટે તેમની કોમ્યુનિકેશન સ્કીલને પ્રદર્શિત કરવાનો અને વિશ્વનું મન જીતવાનો દિવસ છે. તમારે આજે અન્ય ગૃપ સાથે હાથ મિલાવવાનો, ટીમનું નેતૃત્વ કરવાનો, ભાષણ આપવા, કુટુંબના કાર્યક્રમમાં હાજરી આપવા, ઇન્ટરવ્યુમાં હાજરી આપવા અથવા ખાસ મિત્રને પ્રેમ વ્યક્ત કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આજે તમે મિત્રતાનો આનંદ માણશો અથવા લક્ષ્ય પ્રાપ્ત કરવું સરળ રહેશે કારણ કે આજે તમારા સંબંધો જાદુઈ રીતે કામ કરી જશે. સ્વાસ્થ્યને સકારાત્મક રાખવા બપોરના ભોજનમાં કંઈક પીળા રંગનું ખાઓ. રમતગમત સાથે સંકળાયેલા લોકો ટીમ સ્પોર્ટ્સમાં વધુ જીતશે. ભગવાન સૂર્યને અચૂકથી જળ અર્પણ કરો.

  મુખ્ય રંગ : પીળો અને વાદળી

  લકી દિવસ: રવિવાર

  લકી નંબર: 1

  દાન : ગરીબોને પીળા ફળોનું દાન કરો

  નંબર 2 ( 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકો): જો તમે કાયમી રિલેશનશીપ શોધી રહ્યા છો તો અમુક સમય માટે રાહ જોવાની જરૂર છે. કામ અને અંગત જીવન વચ્ચે સંતુલન સાધવાના પ્રયાસો કરો. આજે કામકાજમાં ચાલાકી અને ડિપ્લોમેસી જરૂરી છે. મહત્વપૂર્ણ નિર્ણય લેવા માટે mmo સાઈકલને અનુસરો. ભગવાન શિવ અને ચંદ્ર ગ્રહના આશીર્વાદ લો. જો તમે લિક્વિડ, ઈલેક્ટ્રોનિક, દવાઓ અને આયાત-નિકાસ, સૌર ઉર્જા, કૃષિ, પ્રવાહી રસાયણોના વેપાર સાથે સંકળાયેલા છો તો નફો મળવાના સિદ્ધ યોગ છે.

  મુખ્ય રંગ : વાદળી અને પીળો

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 2

  દાન : આજે ભિક્ષુકોને દહીં દાન કરો

  નંબર 3 ( 3, 12,22 અને 30 તારીખે જન્મેલા લોકો): જો તમે લીડર, કેપ્ટન, કોચ, શિક્ષક અને ફાઇનાન્સર હોવ તો આજે લાંબા ગાળાની સફળતાનો સ્વાદ ચાખવા માટે ભવિષ્યની યોજના બનાવવાનો દિવસ છે, પરંતુ તમારા ગુરૂ અને માતાના આશીર્વાદ લઈને દીવસની શરૂઆત કરવાનું યાદ રાખો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સફળતાથી ભરેલો છે. તમારા પ્રયત્નોના વખાણ થશે, તમારા માર્ગદર્શકનો આભાર માનવાનું યાદ રાખો. તમારા જીવનસાથીને પ્રભાવિત કરવા માટે સરસ દિવસ છે પરંતુ માત્ર લેખિત સંદેશાવ્યવહાર દ્વારા જ. લગ્ન માટે તમારા પ્રેમનો પ્રસ્તાવ મૂકવાનો આજે એક આદર્શ દિવસ છે. જૂના કોચની મદદથી સ્પોર્ટસમેન આજે મેચ જીતી જશે. સરકારી અધિકારીઓ, કલાકાર, રમતગમત, વિતરકો અને શિક્ષણશાસ્ત્રીઓ પણ પોતાને આજે આગળ વધતા જોશે. ગુરુ ગ્રહની શક્તિ વધારવા માટે સ્ત્રીઓએ પીળા રંગનું ભોજન બનાવીને આખા પરિવારને પીરસવું જોઈએ.

  મુખ્ય રંગ : ઓરેન્જ

  લકી દિવસ : ગુરુવાર

  લકી નંબર : 3 અને 1

  દાન: આજના દિવસે મંદિરમાં ચંદન દાન કરો

  નંબર 4 ( 4, 13, 22, 31 તારીખે જન્મેલા લોકો): પૈસાની લેવડ-દેવડ અને નવી તકો બંને માટે ઓડિટ અને વેરિફિકેશન જરૂરી છે. આજનો દિવસ નાણાંકીય ક્ષેત્રે ઉચ્ચ કક્ષાના મેનેજમેન્ટથી ભરેલો છે. આજે કરવામાં આવતું રોકાણ ગોપનીય રાખો. મોટાભાગનો સમય દસ્તાવેજોની સમીક્ષા કરવામાં પસાર થવો જોઈએ. જો ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કારોબાર સાથે સંકળાયેલા છો, રેસ્ટોરન્ટ, સ્ટોક, જ્વેલરી, ઉત્પાદન, છૂટક વેચાણમાં કારોબાર કરો છો તો સાવચેત રહીને ફક્ત તમારા હૃદયની વાત સાંભળવાની જરૂર છે. અંગત સંબંધોમાં ભાવનાત્મક વળાંક આવશે, કોઈને નુકસાન થવાની સંભાવના છે તેથી વાતચીતમાં સાવચેત રહો. ઠંડા રહેવા મેડિટેશન પર ફોકસ કરો.

  મુખ્ય રંગ : વાદળી

  લકી દિવસ : મંગળવાર

  લકી નંબર : 9

  દાન: બાળકોને લીલી દ્રાક્ષનું દાન કરો

  નંબર 5 ( 5, 14, 23 તારીખે જન્મેલા લોકો) : તમારે સમૃદ્ધ રહેવા પ્રોફેશનલ અને પર્સનલ જીવનને કેવી રીતે મેનેજ કરવું તે જાણો જ છો. તમને મળતી સ્વતંત્રતાનો વધારાનો ઉપયોગ ન કરતા સાવચેત રહો. તમારા અતિશય ખર્ચની આદતથી સાવચેત રહો અને ભવિષ્ય માટે બચત કરો. મિત્રો અને સંબંધીઓ સાથે ઉદાર અને લાગણીશીલ બનો. રમતગમત, ગ્લેમર, બાંધકામ, મીડિયા, વિદેશી ચીજવસ્તુઓ અને રમતગમતના લોકોને સ્પેશ્યલ અપ્રેઝલ મળશે. એક્વા પહેરવાથી નસીબ વધુ ચમકશે. આજના દિવસે દારૂ અને માંસાહારને અચૂક ટાળો. આજના દિવસે લીધેલ પ્રોપર્ટી સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે.

  મુખ્ય રંગ : એક્વા

  લકી દિવસ : બુધવાર

  લકી નંબર : 5

  દાન : બાળકોને રોપા દાન કરો

  નંબર 6 (6, 15, 24 તારીખે જન્મેલા લોકો): દેવી લક્ષ્મીની પૂજા કરવાથી અને તેમના આશીર્વાદ લેવાથી, તમને જીવનભર મદદ મળે છે. માતાપિતાને બાળકો પર ગર્વ થશે. તમને કુટુંબ, મિત્રો અને સહકાર્યકરોનો ટેકો મળશે. મીટિંગ, ડીલીંગ, હોસ્ટીંગ, માર્કેટીંગ અને ઓફિસમાં પ્રેઝન્ટેશન આપવાનો સમય છે. સરકારી ટેન્ડરોમાં જોખમ લેવા માટે તમારી પાસે પૂરતું નસીબ હશે. હીલિંગ, કપડાં ખરીદવા, ઝવેરાત, વાહનો, મોબાઇલ, ઘર ખરીદવા અથવા ટૂંકી સફરની યોજના બનાવવા માટે સારો દિવસ છે. આજે લાઈટ રંગના કપડાં પહેરો.

  લકી કલર : એક્વા સફેદ

  લકી દિવસ : શુક્રવાર

  લકી નંબર : 6

  દાન : મંદિરમાં ખાંડનું દાન કરો

  નંબર 7 (7, 16, 25 તારીખે જન્મેલા લોકો): આજે તમે કામમાં સૌથી શ્રેષ્ઠ અથવા સૌથી ખરાબ રહેશો. આજે સ્નાન કરતા પહેલા તમારા પાણીમાં મીઠું ઉમેરો. જીવન ચઢાવ-ઉતાર વચ્ચે ઝૂલશે, ખાસ કરીને આજે શાણપણનો ઉપયોગ કરવાની જરૂર છે. નાની બ્રાન્ડ અથવા અન્ય જેન્ડર તરફથી મળતી નવી તકને સ્વીકારવા માટે તમારું મન ખોલો. પરિવારમાં વરિષ્ઠ લોકોની સલાહ લેવાથી ભવિષ્ય માટે નાણાં બચાવવામાં મદદ મળશે. મેન્યુફેક્ચરિંગ, મશીનરી, ગોલ્ડ, એજ્યુકેશન અને સોફ્ટવેર સંબંધિત બિઝનેસ ડીલ્સ ખૂબ જ સફળ રહેશે. લગ્નના પ્રસ્તાવોમાં આજે વિલંબ આવશે. ભગવાન શિવના મંદિરની મુલાકાત લેવા અને ધાર્મિક વિધિઓ કરવાથી સમૃદ્ધિ પ્રાપ્ત કરવાના આશીર્વાદ મળશે.

  મુખ્ય રંગ : પીળો

  લકી દિવસ : સોમવાર

  લકી નંબર : 7

  દાન: પશુઓને કેળાનું દાન કરો

  નંબર 8 ( 8, 17 અને 25 તારીખે જન્મેલા લોકો): આજનો દિવસ સંપૂર્ણ અને નવા કાર્યોનો છે. તમે જ્યાં શ્રેષ્ઠ આઉટપુટ મેળવવા માંગતા હોવ ત્યાં આજે તમારી તાકાત, ફેમિલીની શાખ, જ્ઞાન અને પૈસાનો ઉપયોગ કરો. પ્રભાવશાળી લોકો અથવા પૈસાની શક્તિનો ઉપયોગ કરીને કાનૂની કેસોનો ઉકેલ લાવવામાં આવશે. જોકે બિઝનેસ સોદાને તોડવામાં નેટવર્કિંગ આજે ભૂમિકા ભજવશે. તમારા જીવનસાથીને તમારા સમયની જરૂર પડશે તેથી તમારા વ્યસ્ત શેડ્યૂલમાંથી ટાઈમ મેનેજ કરવાનો પ્રયાસ કરો. તમારો લક્ષ્યાંક નજીક હોવાથી વિદ્યાર્થીઓએ સંપૂર્ણ પણે મનથી કાર્ય કરવું જોઈએ. ખાસ કરીને રમતગમતમાં ખેલાડી આકાશને આંબશે. ચેરિટી આજે જરૂરી છે

  મુખ્ય રંગ: સી લીલો

  લકી દિવસ: શનિવાર

  લકી નંબર: 6

  દાન: પશુઓને પાલકનું દાન કરો

  નંબર 9 ( 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકો): બેંકર્સ, બિલ્ડરો, ડોકટરો, ફાર્માસિસ્ટ, ન્યૂઝ એન્કર અને અભિનેતાઓને જૂના સ્ત્રોતમાંથી નવું મળશે. કપલને બહાર જવા અને વિશ્વાસ વધારવા માટે સારો દિવસ છે. સરકારી ટેન્ડરો, પ્રોપર્ટી ડીલ્સ, ડિફેન્સ કોર્સ, મેડિકલ કોર્સ નફાકારક રહેશે. ગ્લેમર, સૉફ્ટવેર, ગૂઢ વિજ્ઞાન, સંગીત, મીડિયા અથવા શિક્ષણ ઉદ્યોગના લોકો લોકપ્રિયતાની મજા માણશે. યુવા રાજકારણીઓ અને યુવા કલાકારોને આજે કેટલીક નવી જગ્યાઓ ઓફર કરવામાં આવશે. આજના દિવસનો ઉપયોગ જાહેર ભાષણ, ઇન્ટરવ્યુ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપવા માટે કરવો જોઈએ. સંગીતકારોના માતા-પિતાને આજે તેમના બાળકો પર ગર્વ થશે.

  મુખ્ય રંગ : બ્રાઉન

  લકી દિવસ: મંગળવાર

  લકી નંબર: 9

  દાન : ગરીબોને તડબૂચનું દાન કરો

  28મી જૂને જન્મેલી હસ્તીઓ : રાજ કંવર, પીવી નરસિમ્હા રાવ, પ્રહલાદ સિંહ પટેલ, આનંદ એલ રાય
  First published:

  Tags: Astrology, Gujarati Rashifal, Numerology, Numerology Suggestions, Rashi bhavishya

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन