Home /News /dharm-bhakti /

Numerology 27 June 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન કરવું?

Numerology 27 June 2022 : જાણો અંકશાસ્ત્ર પ્રમાણે કેવો રહેશે આજનો તમારો દિવસ, કઈ વસ્તુઓનુ દાન કરવું?

આંકડાશાસ્ત્ર પ્રમાણે રાશિફળ

Numerology Suggestions : કુંડળી અને રાશિની મદદથી વ્યક્તિના સ્વભાવ કે ભવિષ્ય વિશે જાણી શકાય છે. તેવી જ રીતે અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિને ઓળખવી સરળ છે. તો ચાલો આજે જાણીએ કે અંકશાસ્ત્ર પ્રમાણે આજે આપનો દિવસ કેવો રહેશે અને શું હશે આપનો શુભ રંગ, નંબર અને દિવસ

વધુ જુઓ ...
  આપણા જ્યોતિષ શાસ્ત્ર (Astrology) અનુસાર ગ્રહો અને રાશિઓથી લઇને નંબરોની અસર (Numerology Suggestions) પણ ભાગ્ય પર બરાબર પડે છે. તમારી જન્મ તારીખ (Birth Date) પરથી પણ તમારા માટે ક્યો દિવસ, રંગ અને નંબર શુભ રહેશે તે તમે જાણી શકો છો. તો ચાલો તમારા નંબર લકી (Lucky Number) પર નજર કરીએ.

  નંબર 1:

  કોઈપણ મહિનાની 1, 10, 19 અને 28 તારીખે જન્મેલા લોકોનો અંક 1 હોય છે.

  આજે શૈક્ષણિક અથવા રમતગમતની સ્પર્ધાઓ માટે હીરોની જેમ વિજય મેળવવાનો અને સન્માનનો દિવસ છે. તમારે ગેધરિંગ, સ્ટેજ ઈવેન્ટના કાર્યક્રમોમાં જવું જોઈએ અને નેતા બનવું જોઈએ. તમારી વાણીની રચનાત્મક શૈલી અન્ય લોકો પર તમારી સારી છાપ પાડશે. નેતૃત્વ માટે તમારું આકર્ષણ લગભગ 360 ડિગ્રી વિશેષ છે. નવા વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરવાના પ્યત્ન કરો. દંપતી નસીબદાર રહેશે અને પ્રેમ સંબંધોનો આનંદ માણશે. શિક્ષણવિદ, લેખકો, ફિલ્મ દિગ્દર્શકો, કલાકારો, નર્તકો, સૌર ઉર્જા ડીલરો, સંગીતકારો, સરકારી અધિકારીઓ, ડોકટરો, જ્વેલર્સ અને ગ્લેમર ઉદ્યોગને ભવ્ય લોકપ્રિયતા હાંસલ કરવા માટે સારો દિવસ રહેશે.

  માસ્ટર કલર: કેસરી

  શુભ દિવસ: રવિવાર અને ગુરુવાર

  શુભ અંક: 1 અને 9

  દાન: મંદિરમાં સરસવનું દાન કરો.

  નંબર: 2

  કોઈપણ મહિનાની 2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો અંક 2 હોય છે

  સમસ્યાઓનો અંત આવી રહ્યો છે, તેથી ધીરજ રાખો અને આગળ વધો. યાદ રાખો કે બિનજરૂરી રીતે અન્ય લોકોને મદદ કરવા માટે આગળ આવવાનું ટાળો. નોકરીમાં વરિષ્ઠોની મદદથી તમે સફળ થશો. મેનિપ્યુલેશન્સ તમારી સ્પર્ધાત્મકતા નથી, તેથી તમારી જાતને સંયમિત કરો. આજે તમારા બાળકો અને સંબંધીઓ સાથે વિતાવવા, કૌટુંબિક કાર્યોમાં હાજરી આપવા, ટૂંકી યાત્રાની યોજના બનાવવા, સ્ટોકમાં રોકાણ કરવા અને તમારા જીવનસાથીને આશ્ચર્યજનક ભેટ આપવા માટે ખૂબ સારો દિવસ છે. શેરબજારમાં રોકાણ અને નિકાસ વેપાર સોદા માટે આગળ વધી શકો છે. સંબંધોમાં રોમાંસ સમૃદ્ધિ સુધી પહોંચશે.

  માસ્ટર કલર: પિંક

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 2

  દાન: મદદનીશને પિંક કપડા આપો

  નંબર: 3

  કોઈપણ મહિનાની 3,12, 21 અને 30 તારીખે જન્મેલા લોકોનો અંક 3 ગણાય છે

  દિવસની શરૂઆત એક ચપટી હળદરથી કરો. સર્જનાત્મકતા એ કારકિર્દીની તમામ તકોના દરવાજા ખોલવા માટેનો ટ્રમ્પ કાર્ડ છે. આ દિવસ નવી ઑફરોથી ભરેલો છે અને તમારા પ્રયત્નોની ઓળખ તમને આજે મળવાની છે. તમારી મહેનતનુ ફળ મેળવી તેમાંથી પૈસા કમાવવાનો આ સમય છે. તમારી યોજનાઓ રિયલ એસ્ટેટમાં રોકાણકારો માટે પ્રભાવશાળી હોઈ શકે છે તેથી તે સમયે સંપર્ક કરવો જ જોઇએ. ખાસ કરીને ગાયકો, કોચ, શિક્ષણવિદો, રાજકારણીઓ અને વકીલો માટે અત્યંત પ્રભાવશાળી દિવસ બની રહેશે. કપડાં, જ્વેલરી, પુસ્તકો, સરંજામ, અનાજ અથવા મુસાફરીનું બુકિંગ ખરીદવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે. ડિઝાઇનર્સ, હોટેલીયર્સ, એન્કર, જીવન અને રમતગમતના કોચ અને ફાઇનાન્સર્સ, સંગીતકારો આજે વિશેષ સિદ્ધિઓનો આનંદ માણશે.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ: ગુરુવાર

  શુભ અંક: 3 અને 9

  દાન: મંદિરમાં ચંદનનું દાન કરો

  નંબર: 4

  કોઈપણ મહિનાની 4,13, 22 અને 31 તારીખે જન્મેલા લોકોનો અંક 4 ગણાય છે.

  એક્સેલ ગુડવિલ અને મની મેનેજમેન્ટની મદદથી તમે પ્રોપર્ટીમાં મોટું રોકાણ કરવા માટે પ્રેરિત થશો. ભગવાન શિવનો જાપ અને પૂજા કરો, આનાથી પડકારો ઓછા થશે અને દિવસ યોગ્યતાથી ભરાશે. ગંભીર સંબંધો ધરાવતા લોકો માટે દિવસ સારો છે. વ્યવસાયિક સોદા અથવા સરકારી ઓર્ડરો વિલંબ કર્યા વિના ક્રેક કરી શકાશે. જો ફાઇનાન્સને લગતા મુખ્ય નિર્ણયો લેવામાં આવે તો ઘણો નફો થાય છે. સેલ્સ એમ્પ્લોય, આઇટી કર્મચારીઓ, થિયેટર કલાકાર અથવા કલાકારો, ટીવી એન્કર અને ડાન્સરોએ ઇન્ટરવ્યુ માટે અરજી કરી હોય તો આજે લાભ મેળવવાની ઉજ્જવળ તકો છે. ધાતુ અને વસ્ત્રોના ઉત્પાદકોએ વ્યવસાયમાં નવી ઓફરની અપેક્ષા રાખવી જોઈએ. સ્વાસ્થ્યને સ્થિર રાખવા માટે લીલા પાંદડાવાળા શાકનુ સેવન કરો.

  માસ્ટર કલર: પર્પલ

  શુભ દિવસ: મંગળવાર

  શુભ અંક: 9

  દાન: બાળકોને કપડા આપો

  નંબર: 5

  કોઈપણ મહિનાની 5, 14 અને 23 તારીખે જન્મેલા લોકોનો અંક 5 ગણાય છે.

  જો તમે સ્ટોક, પ્રોપર્ટી, નિકાસ આયાત, ટ્રાવેલ એજન્સી કે શિક્ષણમાં ડીલ કરે તો એક પગલું આગળ વધો. ટૂંકા ગાળાના ઉદ્દેશ્યોને યોગ્ય દિશામાં દોરવાનો દિવસ છે. આજે એવા કિસ્સાઓ છે કે જ્યાં તમારું અણધાર્યું નસીબ તમારા કામ આવી શકશે. લાંબા સમયની સમસ્યાઓના ઉકેલ માટે તમને કુટુંબ અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. નાણાંકીય નફો મળતો જણાય છે અને મલ્ટાનેશનલ કંપનીઓ અને સંરક્ષણ વિભાગોની નોકરીઓમાં રોકાણ પર વળતર મળવાની સંભાવના છે. લોકોએ તમને આપેલા સન્માન બદલ પરિવાર પ્રત્યે તમારો આભાર વ્યક્ત કરવો જોઈએ. આજે સરકારી નોકરી, રમતગમત, ઈવેન્ટ્સ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને ઈન્ટરવ્યુમાં ભાગ્ય અજમાવવું જોઈએ.

  માસ્ટર કલર: ટીલ

  શુભ દિવસ: બુધવાર

  શુભ અંક: 5

  દાન: પ્રાણીઓને ભોજન આપો

  નંબર: 6

  કોઈપણ મહિનાની 6,15 અને 24મ તારીખે જન્મેલા લોકોનો અંક 6 હોય છે.

  પ્રિય વ્યક્તિ સાથે લાગણીઓનું વિનિમય કરવાનો દિવસ છે. ઇવેન્ટ્સમાં હાજરી, ઇન્ટરવ્યુ, રમતગમત, ખરીદી, પ્રવાસ, મુસાફરી, વ્યક્તિગત માવજત, સોંપણી પૂર્ણ કરવા જેવી પ્રવૃત્તિઓ તમને વ્યસ્ત રાખશે. આ એક વૈભવી દિવસ છે જે જીવનમાં સમૃદ્ધિ અને સંપૂર્ણતા લાવે છે. વ્યવસાયિક ગ્રાહકોની સમસ્યાઓ હલ કરવાનો સમય છે. આજે તમે શોપિંગ અને ડીનર માટે બહાર જઈ શકો છો. ગૃહિણીઓ, સ્પોર્ટ્સમેન, પ્રોપર્ટી ડીલર્સ, ત્વચારોગ વિજ્ઞાની ગાયકો, ડિઝાઇનર્સ, ઇવેન્ટ મેનેજમેન્ટ, દલાલો, રસોઇયા, વિદ્યાર્થીઓને નવી સિધ્ધીઓ પ્રાપ્ત થાય છે જે ગ્રોથમાં વધારો કરે છે. રોમેન્ટિક સંબંધો ઘરે ખુશીઓ લાવશે.

  માસ્ટર કલર: વાયોલેટ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: મંદિરમાં ચાંદીના સિક્કાનું દાન

  નંબર: 7

  કોઈપણ મહિનાની 1, 16 અને 25મી તારીખે જન્મેલા લોકોનો આંક 7 હોય છે.

  દૂધના પાણીથી સ્નાન કરી તમારા દિવસની શરૂઆત કરો. તમારે આજે મુસાફરી કરવાનું અથવા પાર્ટીમાં જવાનું ટાળવું હિતાવહ છે. તમને આપવામાં આવેલ પડકાર સ્વીકારો કારણ કે તમારી શાણપણ દરેક ક્ષેત્રે તમને જીત અપાવી શકે છે. માતા અને અન્ય વડિલોના સૂચનો ધ્યાનથી સાંભળો. આજે જે સમસ્યા મોટી લાગે છે, તે જલ્દી જ દૂર થઈ જશે. કોઈ તમને નીચે ખેંચી શકે તેવી શક્યતા છે પણ સફળ થશે નહીં. સોની, વકીલો, કુરિયર, પાયલટ, રાજકારણીઓ, થિયેટર આર્ટિસ્ટ, સીએ, સોફ્ટવેર સાથે જોડાયેલા લોકો ખાસ નસીબનો આનંદ માણશે.

  માસ્ટર કલર: કેસરી

  શુભ દિવસ: સોમવાર

  શુભ અંક: 7 અને 9

  દાન: ગરીબોને પીળા ભાતનુ દાન

  નંબર: 8

  કોઈપણ મહિનાની 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકોનો અંક 8 હોય છે.

  લાંબાગાળાના ઉદ્દેશ્યો વિશે વિચારો અને તેમને હાંસલ કરવા આગળ વધો. મોટી કંપનીઓ સાથે તમારું જોડાણ આજે ઉત્તમ વળતર આપશે. નાણાંકીય લાભો વધુ હશે અને મિલકત અને મશીનરીની ખરીદી સંબંધિત નિર્ણયો તમારી તરફેણમાં આવશે. જો કે, ઘણી જવાબદારીઓને કારણે તણાવ વધુ રહે છે, કાનૂની વિવાદો હવે ટૂંક સમયમાં જ ઉકેલાઈ જશે .ડોક્ટરો, હોટલીયર, શિક્ષકો, રમતવીર, રાજકારણીઓ અને ઉત્પાદકો સિદ્ધિઓથી સન્માનિત અનુભવશે. ભાગીદારો સાથે રૂબરૂમાં દલીલો થવાની શક્યતા હોવાથી મગજ શાંત રાખો. આજે અનાજનું દાન કરવું અને મોસંબીનુ સેવન કરવું જરૂરી છે.

  માસ્ટર કલર: ડીપ પર્પલ

  શુભ દિવસ: શુક્રવાર

  શુભ અંક: 6

  દાન: જરૂરિયાતમંદને છત્રીનુ દાન કરો

  નંબર: 9

  કોઈપણ મહિનાની 9, 18 અને 27 તારીખે જન્મેલા લોકોનો અંક 9 હોય છે.

  આજનો દિવસ સંગીતકારોને સમર્પિત છે આ દિવસ વકીલો, શિક્ષણવિદો, ડોકટરો, લેખકો, નિકાસ આયાત, આઈટી પ્રોફેશનલ, ગ્લેમર, જ્યોતિષ અને રમતગમતની વસ્તુઓ માટે ખુશીઓ સાથે નસીબ લાવે છે. આ એક એવો દિવસ છે જ્યાં તમે આકર્ષણનું કેન્દ્ર છો. પ્રેમમાં રહેલા લોકો માટે તેમની લાગણીઓ વ્યક્ત કરવા માટે એક અદ્ભુત દિવસ છે .વ્યવસાયિક સંબંધો અને સોદાઓ ઊંચાઈ પર પહોંચશે. ગ્લેમર ઇન્ડસ્ટ્રી અને મીડિયાના લોકો ખ્યાતિનો આનંદ માણશે અને રાજકારણીઓ આજે મોટી તકો પૂરી કરશે. વિદ્યાર્થીઓએ આ દિવસનો ઉપયોગ વધુ સંબંધ બનાવવા અને પ્રગતિ પ્રાપ્ત કરવા માટે કરવો જોઈએ.

  માસ્ટર કલર: લાલ

  શુભ દિવસ : મંગળવાર

  શુભ અંક: 9

  દાન: લાલ મસૂરનુ દાન કરો

  27મી જૂને જન્મેલા પ્રખ્યાત વ્યક્તિ: આરડી બર્મન, પીટી ઉષા, ઓગસ્ટસ ડી મોર્ગન, ગંગાધર શાસ્ત્રી, નીતિન મુકેશ
  First published:

  Tags: Horoscope, Numerology, Numerology Suggestions, Zodiac signs

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन